CRIME NEWS: વડોદરામાં અંગત અદાવતમાં યુવકની હત્યા, લોકોએ કર્યો ચક્કજામ, પરિવારના ગંભીર આરોપ
વડોદરા: તરસાલી બાયપાસ નજીકથી યુવકની હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મકરપુરાના ઇન્દુ યાજ્ઞિક નગરમાં રહેતા 38 વર્ષીય દિલીપ કુશવહાની લાશ મળી આવી છે.
વડોદરા: તરસાલી બાયપાસ નજીકથી યુવકની હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મકરપુરાના ઇન્દુ યાજ્ઞિક નગરમાં રહેતા 38 વર્ષીય દિલીપ કુશવહાની લાશ મળી આવી છે. યુવક મૃતદેહ જોઈને રાહદારીઓ પણ ચોંકી ગયા હતા, ત્યાર બાદ પોલીસને કોલ કરવામાં આવ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ કરતા માથાના ભગે ઇજા દેખાઈ છે. મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકોએ ચક્કકજામ કર્યો હતો. સોસાયટીમાં થયેલા ઝગડાની અદાવત રાખી યુવકની હત્યા કરવામાં આવી હોવાનો મૃતકની પત્નીએ આક્ષેપ લગાવ્યો છે.
રાજકોટની આ કોલેજના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર
રાજકોટ શહેરની મારવાડી કોલેજમાં આપઘાતની ઘટના સામે આવી છે. મારવાડી કોલેજના વિદ્યાર્થીએ કોઈ કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ અંગે કુવાડવા પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટના બનતાની સાથે જ વિદ્યાર્થીઓને શિક્ષકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. જો કે વિદ્યાર્થીએ કેમ આત્મહત્યા તે ચર્ચાનો વિષય બન્યો છે.
26 વર્ષીય પરિણીતાની નદીમાંથી લાશ મળી આવી
ગણદેવી સ્થિત દેવધા ડેમમાંથી શંકાસ્પદ અવસ્થામાં મુંબઈની પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો છે. 26 વર્ષીય પૂર્વી દર્શન પટેલ પિતાની તબિયત સારી ન હોવાથી પિયર આવી હતી. આ મહિલા ગત રોજ હનુમાનજીના દર્શન કરવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી. ત્યાર બાદ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. જો કે, આજે દેવધા ડેમના મધ્ય ભાગમાંથી પૂર્વીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. બીલીમોરા પોલીસે ઓળખ માટે ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા મહિલાની ઓળખ થઈ હતી. પૂર્વી અને દર્શનના 3 મહિના અગાઉ જ લગ્ન થયા હતા. પોલીસે પેનલ PM કરાવી તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મુદ્દે નાયબ પોલીસ અધિક્ષક તપાસ કરશે. મહિલાના અચાનક મોતને લઈને રાજકારણ ગરમાયું છે.
યુવતીને પરાણે દારૂ પીવડાવી બે યુવકોએ પરાણે બાંધ્યા શારીરિક સંબંધ
જૂનાગઢ શહેરમાં દુષ્કર્મની ફરીયાદ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવતી સાથે બળજબરી કરવામાં આવી. જૂનાગઢના બે યુવકો સામે ફરિયાદ કરવામાં આવી છે. ભોગ બનનાર યુવતી ને પરાણે દારૂ પીવરાવી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કરી છે.