Crime News: ભુવાએ યુવતી પર બળાત્કાર ગુજારી કરી હત્યા, પોલીસે જણાવી ફિલ્મને પણ ટક્કર મારે તેવી મર્ડરની કહાની
Crime News: અમદાવાદમાં ફિલ્મોને પણ ટક્કર મારે તેવી રીતે હત્યાને અંજામ આપવાની ઘટના પ્રકાશમાં આવી છે. 2022માં કરેલી હત્યાનો હવે ભેદ ઉકેલાયો છે. યુવતીનું અપહરણ કરી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
Crime News: અમદાવાદમાં ફિલ્મોને પણ ટક્કર મારે તેવી રીતે હત્યાને અંજામ આપવાની ઘટના પ્રકાશમાં આવી છે. 2022માં કરેલી હત્યાનો હવે ભેદ ઉકેલાયો છે. યુવતીનું અપહરણ કરી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેની હત્યા કરી નાખવામાં આવી હતી. પાલડીની યુવતીને સાયલા લઈ જઈ હત્યા કરાઈ હતી.આ મમાલે સુરતના ભુવા, તેના ભાઈ મિત્રો સહિત 8ની સંડોવણી સામે આવી હતી. જે બાદ પોલીસે તમામની ધરપકડ કરી લીધી છે.
સામે આવેલી વિગતો અનુસાર સુરતના ભુવાએ જુનાગઢમાં યુવતી પર બળાત્કાર કર્યો હતો. બળાત્કારની વાત છુપાવવા યુવતીની હત્યા કરવામાં આવી હતી. જે બાદ યુવતી ફરાર થઈ ગઈ હોય તેવો ઘટનાક્રમ ઉભો કરાયો હતો. ભુવાના મિત્ર મિતની માતાને યુવતીના કપડા પહેરાવવામાં આવ્યા હતા. યુવતીના કપડા પહેરાવી માતાને પાલડીમાં ફેરવામાં આવી હતી. જેથી લોકોને એમ લાગે કે આ એજ યુવતી છે અને તે ભાગી ગઈ છે. આ ઉપરાંત અન્ય એક આરોપી સંજય પણ મહિલાના વેશમાં મૃતક સાથે ફરાર થયો હોવાનુ નાટક કર્યુ હતુ.
પોલીસે હત્યા, અપહરણ અને બળાત્કારના મામલે સુરતના ભુવાજી, તેના ભાઈ યુવરાજ, મિત્ર ગુંજન જોષી, મિત તેની માતા, મિતનો ભાઈ અને સંજય નામના આરોપીની ધરપકડ કરી છે. મુંબઈથી પગેરૂ નીકળતા તમામની ધરપકકડ કરવામાં આવી હતી. આરોપીઓએ યુવતની હત્યા કરી મૃતદેહને સળગાવી દીધો હતો.
અમદાવાદના મેઘાણીનગરમાં યુવકની હત્યા
અમદાવાદના મેઘાણીનગરમાં હત્યાની ઘટના સામે આવી છે. વરસાદમાં પતરા ઉડવાની બાબતમાં મારામારી થઈ છે. મેઘાણીનગરમા બે અલગ અલગ કોમ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. મારામારી થતી અટકાવવા જતા એક વ્યકિતને છરી વાગતા તેનું મોત નિપજ્યું છે. ઘટનાને પગલે અરોરાટી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.
પત્નીએ ચિકન કરી બનાવવાની મનાઇ કરી તો નારાજ પતિએ ઉઠાવ્યું ઘાતક પગલું
પવન ચિકન લઈને ઘરે પહોંચ્યો અને તેની પત્ની પ્રિયંકાને તેને ચિકન કરી બનાવવા કહ્યું. પરંતુ પત્નીએ ચિકન કરી બનાવવાનો ઇન્કાર કરી દીધો. બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ઝાંસીમાં આત્મહત્યાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ આત્મહત્યા કરી કારણ કે તેની પત્ની ચિકન કરી બનાવવાની મનાઇ કરી દીધી. . પત્નીએ ચિકન કરી ન બનાવતાં પતિને એટલો દુઃખ થયો કે તેણે આત્મહત્યા કરી લીધી. પતિએ દરવાજા પાસે ખીંટી પર લગાવેલા દુપટ્ટો વડે ફાંસો ખાઈ લીધો. મોતના સમાચાર મળતા જ ઘરમાં હોબાળો મચી ગયો હતો. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિજનોને સોંપી દીધો છે.