શોધખોળ કરો

Crime News: અમદાવાદમાં ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવ્યા યુવક-યુવતિ, સગાઈની વિધિ કરી રાજસ્થાન ફરવા લઇ જવાના બહાને....

Ahmedabad News: દુષ્કર્મમાં મદદ કરનારા વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. મહિલા પોલીસે આરોપી નરેશ પટેલ, દિનેશ પટેલ, કંચન પટેલ અને કપિલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Ahmedabad Crime News:  અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં યુવતિ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પરેશ પટેલ નામના આરોપીએ યુવતિને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. આરોપી અને પીડિતા વર્ષ 2019થી ફેસબુક માધ્યમથી બન્ને સંપર્કમા આવ્યા હતા. સગાઈની વિધિ કરી આરોપી પરેશ પટેલે યુવતિને રાજસ્થાન ફરવા લઈ જવાના બહાને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મમાં મદદ કરનારા વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. મહિલા પોલીસે આરોપી નરેશ પટેલ, દિનેશ પટેલ, કંચન પટેલ અને કપિલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

રાજકોટના ભીસ્તીવાડમાં રહેતા નામચીન હકુભા ખીયાણીએ માત્ર 14 વર્ષની તરૂણીને ઉપાડી જઇ ટૂંકા સમયમાં તેની ઉપર બે વખત દુષ્કર્મ ગુજાર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેના આધારે બી ડીવીઝન પોલીસે હકુભા અને તેને આ કૃત્યમાં મદદ કરનાર તેના પરિવારના ત્રણ સભ્યો વિરુધ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે. ભારે ઉહાપોહ મચાવનાર આ કેસમાં તાત્કાલીક પોલીસે હકુભા ઉપરાંત તેના પુત્ર મીરઝાદની અટકાયત કરી છે. જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

ભોગ બનનારની માસીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેની મોટી બહેનનો પતિ દારૂડીયો હોવાથી તેની મોટી બહેન ચાર પુત્રી અને એક પુત્ર સહિતના પરિવાર સાથે છેલ્લા ઘણા સમયથી તેની માતાના ઘરે રહે છે. તેના નાનાભાઇએ એક વર્ષ પહેલા એઝાઝ હકુભા ખીયાણીની પત્ની મીતલ પાસેથી રૂ.એક લાખ વ્યાજે લીધા હતા. જેનું સમયસર વ્યાજ પણ ચુકવતો હતો. ત્યારબાદ રકમ પરત કરી દીધી હતી. આ પછી મીતલ અને એઝાઝના છૂટાછેડા થઇ જતા હકુભાના પુત્ર મીરઝાદે સાગરિતો સાથે તેના ઘરે આવી રૂ.એક લાખની ઉઘરાણી શરૂ કરી હતી.

નવરાત્રી વખતે  હકુભા અને તેના પુત્ર મીરઝાદ ઉપરાંત અન્યોએ તેની માતાના ઘરે આવી તેની ભાણેજની ચુંદડી ખેંચી, ધમકી આપી હતી. જેથી તેની ભાણેજે ઝેરી દવા પી લઈ ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ પહેલાં હકુભા, તેની પુત્રવધૂ, સોની અને પુત્ર મીરઝાદે તેની માતાના ઘરે આવી તેની ભાણેજે કરેલ પોલીસ ફરિયાદ પાછી ખેંચવાની ધમકી આપી હતી. એટલું જ નહીં જો ફરિયાદ પાછી ન ખેંચાય તો તેની ભાણેજ ઉપર દુષ્કર્મ ગુજારવાની ધમકી પણ આપી હતી.

ગઈકાલે સવારે તે તેની માતાના ઘરે હતી ત્યારે હકુભા અજાણ્યા શખ્સ સાથે ત્યાં ઘસી આવ્યો હતો, આવીને તેણે તેની ભાણેજે કરેલી ફરિયાદ બાબતે સમાધાન કરવાનું કહી, ગાળો ભાંડી, ધમકાવી, તેને અને તેની ભાણેજને બળજબરીથી કારમાં બેસાડી ધાક-ધમકી આપી, ચૂપ કરાવી ભગવતીપરા સુખસાગર સોસાયટી આગળ આવેલી એક વાડીમાં લઈ જઈ ત્યાં તેની ભાણેજને કારમાંથી ઉતારી જયારે તેને તેની અન્ય ભાણેજ અને પુત્રને કારમાં પુરી દીધા બાદ તેની ભાણેજને મારકૂટ કરી, તેની નજર સામે તેની ઈજજત લુંટી હતી.

તેણે આ કૃત્ય નહીં કરવા ખુબજ બૂમો પાડી હતી. તેમ છતાં હકુભા માન્યો ન હતો. ત્યારબાદ હકુભાએ પુત્ર મીરઝાદને ફોન કરી ભગવતીપરામાં આવેલા પોતાના ડેલે બોલાવી લીધો હતો. તેને ચાવી લઈ ત્યાં તત્કાળ પહોંચી જવાનું કહ્યા બાદ તેમને પણ ત્યાં ડેલે લઈ ગયો હતો. તે વખતે ડેલાનું તાળું નહીં ખુલતાં હુકભાએ તાળું તોડી નાખી બધાને ડેલાની અંદર લઈ ગયો હતો. જયાં થોડીવાર બાદ હકુભાની પત્ની ખતુબેન પણ ત્યાં આવી પહોંચી હતી. જયાં હકુભાએ બધાની નજરની સામે તેની ભાણેજના શરીર સાથે અડપલા કર્યા હતા. એટલું જ નહીં તેના પુત્ર મીરઝાદે કહ્યું કે અમારા વિરૃધ્ધ ફરિયાદ કરવાનું પરિણામ જોઈ લીધું ને. જયારે એઝાઝની પત્ની સોનીએ ફરિયાદ પાછી ખેંચી લેજો નહીંતર બધાના આવા હાલ થશે તેવી ધમકી આપી હતી.

થોડા સમય બાદ હકુભાએ તેના પુત્ર, પત્ની અને પુત્રવધૂને ત્યાંથી રવાના કરી દીધા બાદ  તેની ભાણેજને ડેલામાં આવેલા રૃમમા લઈ જઈ ફરીથી તેની ઈજજત લુંટી હતી. બાદમાં હકુભા તે રૃમમાં જ સુઈ ગયો હતો. ડેલામાં રહેલા અજાણ્યા માણસને ચકમો આપી તે ભાણેજ સહિતનાઓ સાથે ત્યાંથી રિક્ષામાં બેસી રવાના થઈ ગયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Embed widget