શોધખોળ કરો

અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો

ગાંધીનગર TCS માં નોકરી કરતા વિકૃત પિતાની કૃષ્ણનગર પોલીસે કરી ધરપકડ; માતાની સમયસૂચકતાથી બાળકી બચી ગઈ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સાવકા પિતાએ 6 વર્ષની દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો.
  • માતાએ સમયસર પહોંચી દીકરીને બચાવી, પોલીસ ફરિયાદ નોંધાવી.
  • પોલીસે આરોપી સાવકા પિતાની તાત્કાલિક ધરપકડ કરી.
  • TCS કંપનીમાં નોકરી કરતો હતો આરોપી, તપાસ ચાલુ.

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાંથી લોહીના સંબંધોને લજવતો અને હચમચાવી મૂકે એવો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વિકૃત માનસિકતા ધરાવતા સાવકા પિતાએ પોતાની જ 6 વર્ષ અને 10 મહિનાની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે, બાળકીની માતાએ સમયસર પહોંચી જઈને પોતાની દીકરીને આ નરાધમની ચુંગાલમાંથી બચાવી લીધી હતી. આ મામલે માતાએ હિંમત દાખવીને પોલીસમાં ફરિયાદ નોંધાવતા, કૃષ્ણનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પિતાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માતા કપડાં સૂકવતી હતી અને અંદર રૂમમાં...

મળતી માહિતી મુજબ, આ ઘટના બની ત્યારે રાતનો સમય હતો. જમી પરવારીને બાળકીની માતા બેડરૂમની બહાર કપડાં સૂકવી રહી હતી. આ જ તકનો લાભ લઈને ઘરમાં રહેલા સાવકા પિતાની દાનત બગડી અને તેણે 6 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો. આરોપીએ જેવી બાળકી સાથે અડપલાં કરવાની શરૂઆત કરી કે તરત જ ગભરાયેલી દીકરીએ જોરથી ચીસાચીસ કરી મૂકી.

દીકરીનો અવાજ સાંભળી માતા દોડી આવી

બાળકીની બૂમો સાંભળીને માતા તરત જ દોડીને બેડરૂમમાં પહોંચી ગઈ. ત્યાં તેણે જોયું તો આરોપી અને માસૂમ બાળકી વાંધાજનક સ્થિતિમાં હતા. પોતાની દીકરીને આ હાલતમાં જોઈને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જોકે, તેણે સહેજ પણ ડર્યા વગર તાત્કાલિક પોતાની દીકરીને આરોપીના હાથમાંથી આંચકી લીધી અને તેને બચાવી લીધી. આ પછી તરત જ તેણે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન દોડી જઈને ફરિયાદ નોંધાવી હતી.

પરિવારની પૃષ્ઠભૂમિ અને આરોપીની પ્રોફાઈલ

આ પરિવારની વાત કરીએ તો, ભોગ બનનાર બાળકીની માતાના પહેલા લગ્ન વર્ષ 2019 માં થયા હતા અને વર્ષ 2020 માં છૂટાછેડા થયા હતા. આ માસૂમ દીકરી એ પહેલા પતિની જ સંતાન છે. ત્યારબાદ 28-08-2021 ના રોજ મહિલાએ આ આરોપી સાથે બીજા લગ્ન કર્યા હતા, જેનાથી તેમને એક દીકરો પણ છે.

આશ્ચર્યની વાત એ છે કે, આ જઘન્ય અપરાધ કરનાર આરોપી કોઈ અભણ કે અશિક્ષિત નથી. તેણે ધોરણ 10 પછી મિકેનિકલ ડિપ્લોમા કર્યું છે અને હાલ તે ગાંધીનગર સ્થિત જાણીતી આઇટી કંપની ટીસીએસ (TCS) માં નોકરી કરે છે.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. ભણેલો-ગણેલો અને સારી જગ્યાએ નોકરી કરતો માણસ 6 વર્ષની માસૂમ સાથે આવું કૃત્ય કઈ રીતે કરી શકે, તે તેની વિકૃત માનસિકતા પર મોટો સવાલ ઊભો કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર, અગાઉ તેણે આવું કોઈ કૃત્ય કર્યું હોય તેવો કોઈ ગુનાહિત ઇતિહાસ અત્યાર સુધી સામે આવ્યો નથી, પરંતુ પોલીસ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Frequently Asked Questions

અમદાવાદમાં કયા વિસ્તારમાં સાવકા પિતાએ દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો?

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં એક સાવકા પિતાએ પોતાની 6 વર્ષની દીકરી પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો.

બાળકીને તેના સાવકા પિતાના ચુંગાલમાંથી કોણે બચાવી?

બાળકીની માતાએ સમયસર પહોંચી જઈને પોતાની દીકરીને સાવકા પિતાના દુષ્કર્મથી બચાવી લીધી હતી.

આરોપી સાવકા પિતા ક્યાં નોકરી કરે છે?

આરોપી સાવકા પિતા ગાંધીનગર સ્થિત ટીસીએસ (TCS) નામની જાણીતી આઇટી કંપનીમાં નોકરી કરે છે.

શું આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે?

પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી, પરંતુ પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Embed widget