(Source: ECI/ABP News/ABP Majha)
Patan Crime News: પાટણમાં બોયઝ હોસ્ટેલમાં યુવક-યુવતીએ કર્યો આપઘાત, પ્રેમસંબંધમાં પગલું ભર્યાની આશંકા
યુવકની લાશ પંખે લટકતી મળી તો યુવતીની લાશ બેડ પર મળી આવી હતી. હોસ્ટેલના સંચાલકને જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
Latest Patan News: પાટણમાં આવેલી એક બોયઝ હોસ્ટેલમાં (boys hostel) યુવક-યુવતીનું શંકાસ્પદ મોત થયું છે. પાટણમાં દેવદર્શન કોમ્પલેક્સમાં આવેલી જે ડી બોયઝ હોસ્ટેલના એક રૂમમાંથી યુવક અને યુવતીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. પોલીસે (patan police) બંને મૃતદેહોનો કબજો લઈ પીએમ માટે ખસેડ્યા છે.
યુવકની લાશ પંખે લટકતી મળી તો યુવતીની લાશ બેડ પર મળી આવી હતી. હોસ્ટેલના સંચાલકને જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવક પીજી તરીકે હોસ્ટેલમાં રહેતો હતો તો યુવતી પાટણ શહેરની રહેવાસી છે. પીજી તરીકે રહેતો યુવક યુપીનો રહેવાસી છે, જ્યારે યુવતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી. સ્થળ પરથી યુવક, યુવતીના મોબાઈલ તેમજ આધર મળી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી બંનેની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા.
તાજેતરમાં મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં ભીષણ સામૂહિક હત્યાનો મામલો સામે આવ્યો હતો. જિલ્લાની છેલ્લી સરહદે આવેલા આદિવાસી બહુલ વિસ્તારના માહુલઝિર પોલીસ સ્ટેશન હેઠળના બોદલકચર ગામમાં આદિવાસી પરિવારના 8 લોકોની સામૂહિક હત્યા કરવામાં આવી હતી. પરિવારના પુત્રએ કુહાડીના ઘા મારીને બધાની હત્યા કરી નાખી. આ પછી તેણે પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પુત્ર દ્વારા કરવામાં આવેલી આ ભયાનક હત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આદિવાસી પરિવારના એક યુવકે તેના માતા-પિતા, પત્ની, બાળક અને ભાઈ સહિત પરિવારના આઠ લોકોની કુહાડી વડે હત્યા કરી હતી. હત્યા બાદ તેણે આત્મહત્યા પણ કરી લીધી હતી. આ ઘટના મંગળવારે મોડી રાત્રે 2-3 વાગ્યે બની હોવાનું કહેવાય છે. માહુલઝિર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આખા ગામને સીલ કરી દીધું હતું અને તપાસ શરૂ કરી હતી.