Crime: ક્રૂર હત્યા: પહેલા પત્નીના પ્રેમીનું ગળુ કાપ્યું, પછી પીધુ લોહી, મિત્રએ બનાવ્યો વીડિયો
એક વ્યક્તિએ પહેલા તેની પત્નીના પ્રેમીનું ગળું કાપી નાખ્યું અને પછી તેનું લોહી પીધું હતું
Karnataka Crime News: કર્ણાટકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ પહેલા તેની પત્નીના પ્રેમીનું ગળું કાપી નાખ્યું અને પછી તેનું લોહી પીધું હતું. પુરુષને શંકા હતી કે તેની પત્નીનું તેના મિત્ર સાથે અફેર છે, ત્યારબાદ તેણે શંકામાં મિત્રનું ગળું કાપી નાખ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.
આટલું જ નહીં એક વ્યક્તિએ તેના મિત્રનું ગળુ કાપી તેનું લોહી પીધું હતું. આ વ્યક્તિએ તેના મિત્રને પણ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવવા કહ્યું હતું. આ સમગ્ર મામલા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પીડિત બચી ગયો છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
શું છે સમગ્ર ઘટના?
આ ઘટના કર્ણાટકના ચિક્કાબલ્લાપુરની છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો હુમલાખોર અન્ય એક મિત્રએ બનાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપીનું નામ વિજય છે. વિજયને શંકા હતી કે તેના મિત્ર મારેશને તેની પત્ની સાથે અફેર છે. આ પછી વિજયે તેના મિત્ર મારેશને મળવાનું કહ્યું હતું. આ પછી ગુસ્સામાં આવીને વિજયે તિક્ષ્ણ હથિયાર વડે મારેશનું ગળું કાપી નાખ્યું હતું. વિજયના બીજા મિત્ર જૉને આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. વીડિયોમાં વિજય લોહી પીતો જોવા મળી રહ્યો છે.
આ ભયાનક ઘટના બાદ આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે. પીડિત મારેશને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને હવે તે ઘરે પરત ફર્યો છે. આ સાથે પોલીસે આ મામલાની સઘન તપાસ શરૂ કરી છે.
Crime News: તુ તારી બહેનને કેમ નથી મોકલતો
દાહોદ વિસ્તારમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સીંગાપુર ગામે સાળાએ જ બનેવીની હત્યા કરી નાખતા અરેરાટી મચી ગઈ છે. મૃતક અને આરોપીએ સામ સામે બહેનો સાથે લગ્ન કર્યા હતા. સાટાપાટમાં થયેલા લગ્નને કારણે વિવાદ ચાલતો હતો. મુળ પંચમહાલના દહીકોટના વતની મૃતક પ્રતાપ બારીયા સીંગાપુર ગામે રહેતા હતા.પ્રતાપ ભાઈ સવારે પોતાની પત્ની સાથે ખેતી કરતા હતા તેવા સમયે સાળો નાયકાભાઈ બારીયા આવી તુ તારી બહેનને કેમ નથી મોકલતો તેમ કહી ગળાના ભાગે અને હાથના ભાગે ધારીયુ મારતા પ્રતાપ ભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા.જે બાદ તેમનું મોત નિપજ્યું હતું. હત્યાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.