શોધખોળ કરો

Crime News: હૈદરાબાદની યુવતીને હોટલમાં લઇ જઇ કેફી પીણું પીવડાવી અમદાવાદના યુવકે બળાત્કાર ગુજાર્યો

અમદાવાદના યુવકે હૈદરાબાદની યુવતીને હોટલમાં લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે

અમદાવાદઃ અમદાવાદના યુવકે હૈદરાબાદની યુવતીને હોટલમાં લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. સાયબરાબાદથી ઝીરો નંબરના આધારે ફરિયાદ સરખેજમાં નોંધવામાં આવી હતી.

મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં રહેતો આમીર શેખ નામનો યુવક મેટ્રોમોનિયલ સાઇટ મારફતે હૈદરાબાદમાં રહેતી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. યુવતી હૈદરાબાદની એક કંપનીમાં નોકરી કરે છે. બાદમાં બંન્નેના પરિવારજનોની સંમતિ બાદ બંન્નેની સગાઇ કરવામાં આવી હતી. બે દિવસ અગાઉ આઇઆઇએમમાં એક સેમિનારમાં ભાગ લેવા માટે યુવતી અમદાવાદ આવી હતી.

દરમિયાન આમિર યુવતીને એક હોટલમાં લઇ ગયો હતો. ફરિયાદ અનુસાર, આરોપી આમિરે કેફી પીણુ પીવડાવી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આમિરે સગાઇ તોડી નાખવાની વાત કરી હતી. પીડિતાએ હૈદરાબાદના સાયબરાબાદમાં ઝીરો નંબરની ફરિયાદ નોંધાવતા આરોપી આમિરની અમદાવાદમાંથી ધરપકડ કરવામા આવી હતી. આમિર અમદાવાદના સરસપુરમાં રહે છે અને એક ખાનગી કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે.

નિધિ ગુપ્તાની હત્યા કરનાર આરોપી લખનઉથી ઝડપાયો, પોલીસે પગમાં મારી ગોળી

Dubagga Girl Murder Case: લખનૌના નિધિ ગુપ્તા હત્યા કેસમાં ફરાર ઇનામી આરોપી સુફિયાનને લખનઉ પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી છે. ધરપકડ દરમિયાન આરોપીના પગમાં ગોળી વાગી હોવાની ખબર સામે આવી છે. લખનઉ પોલીસની દુબગ્ગા વિસ્તારમાં સુફીયાન સાથે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન તેને પગમાં ગોળી વાગી હતી. જેના કારણે તે ઘાયલ થયો હતો. આરોપી સુફીયાન પર 25 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પીડિતાના પરિજનોએ આરોપી સુફિયાન પર નિધિને છત પરથી ફેંકવાનો આરોપ લગાવ્યો હતો.

નિધિ ગુપ્તાના મોત બાદ લખનઉ પોલીસ સુફિયાનની ધરપકડ માટે સતત દરોડા પાડી રહી હતી. આ મામલે સતત તપાસ ચાલી રહી હતી. ફોનના છેલ્લા લોકેશન પરથી તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો. જે દુબગ્ગા વિસ્તારનું સામે આવ્યું હતું. પોલીસ લોકેશન પર પહોંચતા જ સુફિયાને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સાથેના આ અથડામણ દરમિયાન પોલીસે તેને પગમાં ગોળી મારી  હતી અને તેની ધરપકડ કરી લીધી હતી.

શું છે સમગ્ર મામલો

19 વર્ષીય નિધિના બોયફ્રેન્ડ સુફિયાન પર તેને ચોથા માળેથી નીચે ફેંકવાનો આરોપ છે. પ્રેમ પ્રકરણના કારણે પ્રેમીએ નિધિને નીચે ફેંકી દીધી હતી. જેનું સારવાર દરમિયાન ટ્રોમા સેન્ટરમાં મોત નીપજ્યું હતું. આ મામલે લવ જેહાદનો એંગલ પણ સામે આવ્યો છે. પોલીસે પરિવારજનોની ફરિયાદ પરથી સુફીયાન સામે ગુનો નોંધ્યો હતો. કેસ નોંધ્યા બાદ આરોપીની સતત શોધખોળ ચાલી રહી હતી. આ ઘટના દુબગ્ગા પોલીસ સ્ટેશન વિસ્તારના બસંત કુંજ યોજના સેક્ટર એચની છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને
ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને
Embed widget