(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: માતા-પિતા, ભાઈ-ભાભી, પત્ની અને બાળકો... તમામને કુહાડીથી કાપી નાંખ્યા, બાદમાં ફાંસી લગાવી યુવકે કરી લીધો આપઘાત
આ ઘટના મંગળવારે મોડી રાત્રે 2-3 વાગ્યે બની હોવાનું કહેવાય છે. માહુલઝિર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આખા ગામને સીલ કરી દીધું છે.
Chhindwara Mass Murder: મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં ભીષણ સામૂહિક હત્યાનો મામલો સામે આવ્યો છે. જિલ્લાની છેલ્લી સરહદે આવેલા આદિવાસી બહુલ વિસ્તારના માહુલઝિર પોલીસ સ્ટેશન હેઠળના બોદલકચર ગામમાં આદિવાસી પરિવારના 8 લોકોની સામૂહિક હત્યા કરવામાં આવી હતી. પરિવારના પુત્રએ કુહાડીના ઘા મારીને બધાની હત્યા કરી નાખી. આ પછી તેણે પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.
હત્યાનું કારણ અકબંધ
પુત્ર દ્વારા કરવામાં આવેલી આ ભયાનક હત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આદિવાસી પરિવારના એક યુવકે તેના માતા-પિતા, પત્ની, બાળક અને ભાઈ સહિત પરિવારના આઠ લોકોની કુહાડી વડે હત્યા કરી હતી. હત્યા બાદ તેણે આત્મહત્યા પણ કરી લીધી હતી.
રાત્રે 2 વાગ્યે એક ભયાનક હત્યાની ઘટના બની હતી
આ ઘટના મંગળવારે મોડી રાત્રે 2-3 વાગ્યે બની હોવાનું કહેવાય છે. માહુલઝિર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આખા ગામને સીલ કરી દીધું છે. છિંદવાડાના પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. હજુ વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. હાલ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે.