Crime News: યુવતીએ જૂના પ્રેમીને ઘરે બોલાવીને માણ્યું શરીર સુખ, પછી મોંમાં કપડાનો ડૂચો મારીને કોની સાથે મળીને કરી નાંખી હત્યા ?
Crime News: પોલીસે કહ્યું યુવક પ્રેમિકાને તેના લગ્ન બાદ પણ ફોન અને મેસેજ કરીને પરેશાન કરતો હતો. આ મામલે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બે મહિલાઓ પણ સામેલ છે.
Crime News: ગ્રેટર નોયડામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ તેના જૂના પ્રેમીને ઘરે બોલાવી શરીર સુખ માણ્યું હતું. જે બાદ મોંમા કપડાનો ડૂચો મારીને ભાઈ તથા માતા સાથે મળીને હત્યા કરી લાશને નહેરમાં ફેંકી દીધી હતી.
પોલીસે શું કહ્યું
પોલીસે કહ્યું યુવક પ્રેમિકાને તેના લગ્ન બાદ પણ ફોન અને મેસેજ કરીને પરેશાન કરતો હતો. આ મામલે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બે મહિલાઓ પણ સામેલ છે. સૂરજપુરના એસએચઓ અવધેશ પ્રતાપ સિંહે કહ્યું, સૂરજપુરનો રહેવાસી રોબિન 27 ફેબ્રુઆરીએ અચાનક ઘરેથી લાપતા થયો હતો. તેના પરિવારજનોએ આ અંગે પોલીસ ફરિયાદ કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, રોબિનને મોનિકા નામની યુવતી સાથે આડાસંબંધ હતા. જેમ તપાસ આગળ વધી તેમ જાણવા મળ્યુ, મોનિકાના 2019માં લગ્ન થયા હતા. તેમ છતાં આરોપી સતત મળવાની કોશિશ કરતો હતો. તેને મેસેજ અને ફોન કરીને પરેશાન કરતો હતો. રોબિનની આ હરકતથી મોનિકા પરેશાન થઈ ગઈ હતી. તેણે આ અંગે ભાઈઓ અને માતાને વાત કરી. જે બાદ તેની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું.
રોબિન મોનિકાને મળવા સતત દબાણ કરતો હતો. જેના કારણે મોનિકા અને તેના પતિએ મળીને એક કાવતરું રચ્યું હતું. જે અંતર્ગત મોનિકાએ 27 ફેબ્રુઆરીની રાત્રે તેને પોતાના ઘરે બોલાવ્યો અને શરીર સંબંધ બાંધવાની કોશિશ કરતો હતો તે સમયે આરોપી સુબોધ, સાગર રવિએ આવીને રોબિનના મોંમાં ડૂચો મારી દીધો હતો. જે બાદ એલઈડી કેબલથી રોબિનનું ગળું દબાવી હત્યા કરી. આ ઘટનામાં મોનિકાની માતા અને તેના ત્રણ ભાઈઓ પણ સામેલ હતા.
આ પણ વાંચોઃ
શ્રીલંકા 174 રનમાં ખખડ્યું, જાડેજાની પાંચ વિકેટ
રશિયા-યુક્રેન વાટાઘાટોને આંચકો, રાજદ્રોહના આરોપમાં યુક્રેનિયન ડેનિસ ક્રીવની હત્યા