Crime News: પતિએ પત્નીને પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી પકડી ને પછી થયું એવું કે.....
Crime News: તપાસ દરમિયાન પોલીસે બાતમીદાર અને સર્વેલન્સ પદ્ધતિના આધારે મૃતકની પત્ની પૂજા અને તેના પ્રેમી રામકિશોર અને રામકિશોરના ભાગીદાર મનજીતની ધરપકડ કરી છે.
Crime News: ગ્રેટર નોઈડામાં અનૈતિક સંબંધોના કારણે પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિને ઈંટથી કચડીને હત્યા કરી નાખી હતી. આ હત્યા કેસનો ખુલાસો કરતા પોલીસે કહ્યું કે મંગળવારે આ કેસમાં આરોપી પત્ની સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે લાશને ગામની પશુ ચિકિત્સા હોસ્પિટલ પાસે ફેંકી દેવામાં આવી હતી.
પોલીસે શું કહ્યું
આસિસ્ટન્ટ પોલીસ કમિશનર બ્રીજનંદન રાયે જણાવ્યું હતું કે દનકૌર પોલીસ સ્ટેશન વિસ્તારના દેવતા ગામના રહેવાસી સતીશ નામના વ્યક્તિની 19 મેના રોજ ઈંટ વડે કચડીને હત્યા કરવામાં આવી હતી. ACPએ કહ્યું કે સતીશના પરિવારજનોએ અજાણ્યા લોકો સામે હત્યાનો કેસ દાખલ કર્યો છે. તેમણે કહ્યું કે તપાસ દરમિયાન પોલીસે બાતમીદાર અને સર્વેલન્સ પદ્ધતિના આધારે મૃતકની પત્ની પૂજા અને તેના પ્રેમી રામકિશોર અને રામકિશોરના ભાગીદાર મનજીતની ધરપકડ કરી છે.
પત્નીને પ્રેમી સાથે શરીર સુખ માણતાં જોઈ ગયો હતો પતિ
પોલીસ અધિકારીએ કહ્યું કે પૂછપરછ દરમિયાન પોલીસને ખબર પડી કે પૂજાના રામકિશોર સાથે ગેરકાયદેસર સંબંધો છે. પૂજા અને રામકિશોરને શરીર સુખ માણતો સતીષ જોઈ ગયો હતો. જે બાદ પૂજા અને સતીષમાં ઝઘડો થયો હતો. સતીષને રસ્તામાંથી હટાવવાના ઈરાદે તેઓએ બનાવના દિવસે ઈંટના ઘા મારીને હત્યા કર્યા બાદ લાશને પશુ દવાખાના પાસે ફેંકી દીધી હતી.
थाना दनकौर पुलिस द्वारा गांव देवटा में हुई हत्या की घटना का खुलासा व अभियुक्तों की गिरफ्तारी के संबंध में एडीसीपी ग्रेटर नोएडा द्वारा दी गई बाइट। https://t.co/WUTpZf2dP8 pic.twitter.com/cQGBvSnakU
— POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) May 24, 2022
આરોપી પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે, જેમાંથી પોલીસને હત્યા સાથે સંબંધિત મહત્વની કડીઓ મળી છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.