Crime News: તિહાર જેલમાં ગેંગસ્ટર ટિલ્લૂની હત્યા, જાણો કોણે આપ્યો ઘટનાને અંજામ
Delhi News: ગેંગસ્ટર ટિલ્લુને પશ્ચિમ દિલ્હીના હરિ નગરની દીન દયાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
Delhi Tihar jail: દેશની રાજધાની દિલ્હીની એશિયાની સૌથી મોટી તિહાર જેલમાં આજે સવારે જેલ પરિસરમાં ગેંગ વોરમાં બે કેદીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. જેલ પ્રશાસને બંનેને સારવાર માટે દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેમાંથી તબીબે એકને મૃત જાહેર કર્યો હતો. જેલ પ્રશાસને મૃતકની ઓળખ ગેંગસ્ટર સુનીલ ઉર્ફે ટિલ્લુ તરીકે કરી છે. જ્યારે અન્ય કેદી ગંભીર રીતે ઘાયલ છે. તેની ઓળખ રોહિત તરીકે થઈ છે. આ હુમલાની માહિતી મળતા જ તિહાર જેલ અને વહીવટી અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. ગોગી ગેંગ સાથે સંકળાયેલા ગેંગસ્ટર યોગેશ ટુંડા દ્વારા કરાયેલા ખૂની હુમલામાં ટિલ્લુ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગેંગસ્ટર ટિલ્લુને પશ્ચિમ દિલ્હીના હરિ નગરની દીન દયાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
દિલ્હીની તિહાર જેલ નંબર 8માં બંધ ગેંગસ્ટર યોગેશ ટુંડા નામના કેદીએ જેલ નંબર 9માં બંધ ટિલ્લુ પર અચાનક લોખંડની જાળી વડે હુમલો કર્યો હતો. જીતેન્દ્ર ગોગી ગેંગે ટીલ્લુ તાજપુરિયાને મારવા માટે જ અતીકના શૂટરોને હથિયાર આપ્યા હતા. જેનો ઉપયોગ શૂટરોએ અતીકને મારવા માટે કર્યો હતો. આ ઘટના સવારે 6 વાગે બની હતી. તિહાર જેલના હાઈ સિક્યોરિટી ઝોનમાં 4 કેદીઓ વચ્ચે મારામારી થઈ હતી. આ ઝઘડામાં ગેંગસ્ટર ટિલ્લુ પર કોઈ ચીજવસ્તુથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું મોત થયું હતું. જ્યારે અન્યની સારવાર ચાલી રહી છે. સવારે 6 વાગ્યાના સુમારે દીપક ઉર્ફે તેતર અને યોગેશ ઉર્ફે ટુંડાએ સુનીલ ઉર્ફે ટીલ્લુ પર હુમલો કરી તેને ગંભીર ઇજા પહોંચાડી હતી. મૃતક ટિલ્લુ તાજપુરિયાના નામથી ખૂબ જ લોકપ્રિય છે. હાલ સમગ્ર ઘટના બાદ દિલ્હી પોલીસમાં ખળભળાટ મચી ગયો છે. કેસની તપાસ ચાલી રહી છે.
#UPDATE | Today morning at around 7am, information was received from DDU Hospital regarding two UTPs who were brought to the hospital from Tihar Jail. One of them, Sunil alias Tilu was brought in an unconscious state. He was later declared brought dead. Another person, Rohit is…
— ANI (@ANI) May 2, 2023
ટિલ્લુ પર હુમલો કરનાર કેદીનો સંબંધ ગોગી ગેંગ સાથે
આઉટર નોર્થ અને આઉટર દિલ્હીમાં તિલ્લુ તાજપુરિયા અને ગેંગસ્ટર ગોગી વચ્ચે લાંબી ગેંગ વોર ચાલી રહી હતી. સપ્ટેમ્બર 2021 માં, રોહિણી કોર્ટમાં ગોગીને ટિલ્લુ ગેંગના બદમાશો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ બંને વચ્ચેની દુશ્મનીની વાર્તા દિલ્હી યુનિવર્સિટીની શ્રદ્ધાનંદ કોલેજના રાજકારણથી શરૂ થાય છે. પહેલા બંને મિત્રો હતા, પરંતુ પછી કોલેજની ચૂંટણીના કારણે બંને વચ્ચે લડાઈ થઈ. બાદમાં આ લડાઈ સર્વોપરિતાની લડાઈમાં ફેરવાઈ ગઈ. બાદમાં બંનેએ પોતાની અલગ ગેંગ બનાવી હતી. જિતેન્દ્ર ગોગી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ માટે ખૂબ જ ખાસ હતા. જિતેન્દ્ર ગોગીની દિલ્હીમાં હત્યા કરવામાં આવી હતી. હાલમાં જિતેન્દ્ર ગોગી ગેંગ ગેંગસ્ટર દીપક બોક્સરને સંભાળી રહ્યો હતો, જે તાજેતરમાં મેક્સિકોથી દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પકડ્યો હતો. હાલમાં દીપક બોક્સર પણ તિહાર જેલમાં બંધ છે.