Gujarat Crime: સુરતમાં ટેટુ શીખવા આવતી હતી યુવતી, કલાસીસમાં યુવકે એકલતાનો લાભ ઉઠાવીને.....
Surat Crime News: યુવકે હવસ સંતોષ્ય બાદ બદનામ કરવાની ધમકી આપી ચૂપ રહેવા જણાવ્યું હતું. દુષ્કર્મ કર્યાના પાંચ દિવસ બાદ યુવતીએ હિંમત દાખવી ફરિયાદ નોંધાવી હતી.
Surat News: ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરીની ઘટનામાં ઉછાળો આવ્યો છે. શહેરના ઉધના વિસ્તારમાં 19 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ક્લાસીસમાં આવતા યુવકે જ દુર્ઘટના આચરી છે.
ટેટુ શીખવા આવતી આગ્રાની યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ટેટુ શીખવાના કલાસીસમાં જ એકલતાનો લાભ ઉઠાવી આકાશ નામના યુવકે આ કૃત્ય કર્યુ હતું. યુવકે હવસ સંતોષ્ય બાદ બદનામ કરવાની ધમકી આપી ચૂપ રહેવા જણાવ્યું હતું. દુષ્કર્મ કર્યાના પાંચ દિવસ બાદ યુવતીએ હિંમત દાખવી ફરિયાદ નોંધાવી હતી. ઉધના પોલીસે આરોપી આકાશની ધરપકડ કરી હતી. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
ચોરીના પૈસાની ભાગબટાઈ મામલે થયેલી તકરારમાં એકનું મોત
સુરતમાં ચોરીના પૈસાની ભાગબટાઈ મામલે થયેલી તકરારમાં એકનું મોત થયું હતું. લીંબાયત વિસ્તારના અલીમુદ્દીન શેખ અને યુનુસ કાલુ વચ્ચે ઝઘડો થયો હતો. રેલ્વે સ્ટેશન પર રોકડ અને મોબાઈલની ચોરી કરી ભાગ પાડતી વખતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. ઝધડા દરમિયાન અલીમુદ્દીનને માર મારવામાં આવ્યો હતો. આડેધડ માર મારવામાં આવતા અલીમુદ્દીન બેભાન થઈ ગયો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થયો હતો.
BTP એ જાહેર કર્યા 12 ઉમેદવાર
ભારતીય ટ્રાઇબલ પાર્ટી (btp) દ્વારા 2022 ની ચૂંટણી માટે 12 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. નાંદોદ વિધાનસભામાં મહેશ શરદ વસાવા ને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. અન્ય 11 વિધાનસભા બેઠકો પર પણ પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા છે. નાંદોદ બેઠકના જાહેર થયેલ ઉમેદવાર તે રાજપીપલા નગરપાલિકાનાના માજી પ્રમુખ રહી ચૂક્યા છે. ઝઘડિયા અને ડેડીયાપાડા બેઠક પર હજુ નામો જાહેર કરવામાં આવ્યા નથી. છોટુ વસાવા અને મહેશ વસાવા ક્યાંથી ચુંટણી લડશે તે હજુ જાહેર કરાયું નથી.
કોને ક્યાંથી મળી ટિકિટ
ભિલોડા બેઠક પરથી ડો. માર્ક કટારા, ઝાલોદ બેઠક પરથી મનસુખભાઈ કટારા, દહોદ બેઠક પરથી મેડા દેવન્દ્રભાઈ, સંખેડા બેઠક પરથી ફૂરકનભાઈ રાઠવા, કરજણ બેઠક પરથી ઘનશ્યામભાઈ વસાવા, નાંદોદ બેઠક પરથી મહેશભાઈ સરાદભાઈ વસાવા, જંબુસર બેઠક પરથી મણીલાલ પંડ્યા, ઓલપાડ બેઠક પરથી વિજયભાઈ વસાવા, વ્યારા બેઠક પરથી સુનિલભાઈ ગામીત, નિઝર બેઠક પરથી સમીર નાઈક, ડાંગ બેઠક પરથી નિલેશ ઝાંબરે, ધરમપુરથી સુરેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે.