શોધખોળ કરો
Advertisement
સુરતઃ બાળકને જન્મ પછી યુવતીએ કેમ તરછોડી દીધું? પોલીસ પૂછપરછમાં શું કર્યો મોટો ધડાકો? વાંચીને ચોંકી જશો
મૂળ રાજસ્થાનની યુવતી સુરતમાં પોતાના ભાઈ-ભાભી સાથે રહે છે. યુવતીને તેના જ એપોર્ટમેન્ટમાં રહેતા રાજસ્થાનના જ એક યુવક સાથે પ્રેમસંબંધ છે. તેઓ એકબીજાની સહમતીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ શારીરિક સંબંધને કારણે તે ગર્ભવતી થઈ ગઈ હતી. જોકે, લગ્ન વગર માતા બનતા યુવતીએ બાળકને ત્યજી દીધું હતું.
સુરતઃ ગઈ કાલે શહેરના ગોડાદરા વિસ્તારમાંથી નવજાત બાળક મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ગોડાદરાના પ્રમુખઆરણ્ય એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ત્યજી દીધેલું બાળક મળી આવ્યું હતું. બાળક હાલ હોસ્પિટલમાં દાખલ છે. બીજી તરફ પોલીસે ગણતરીની કલાકોમાં જ બાળકને ત્યીજ દેનાર યુવતીને શોધી કાઢી હતી. તેમજ તેની પૂછપરછ કરી હતી. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ રાજસ્થાનની યુવતી સુરતમાં પોતાના ભાઈ-ભાભી સાથે રહે છે. યુવતીને તેના જ એપોર્ટમેન્ટમાં રહેતા રાજસ્થાનના જ એક યુવક સાથે પ્રેમસંબંધ છે. તેઓ એકબીજાની સહમતીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ શારીરિક સંબંધને કારણે તે ગર્ભવતી થઈ ગઈ હતી. જોકે, લગ્ન વગર માતા બનતા યુવતીએ બાળકને ત્યજી દીધું હતું.
ગત રવિવારે સાંજે પ્રમુખઆરણ્ય એપાર્ટમેન્ટના બિલ્ડિંગ નંબર બી-4ના પાર્કિંગમાં નીચે નવજાત બાળક મળી આવ્યું હતું. સ્થાનિક વ્યક્તિની નજર પડતા તેણે પોલીસને જાણ કરી હતી. જેથી ગોડાદરા પોલીસ દોડી આવી હતી અને બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યું હતું. હાલ બાળક હાલત સામાન્ય છે.
દરમિયાન પોલીસે આ બાળકની માતાની તપાસ કરતાં તેઓ યુવતી સુધી પહોંચી ગયા હતા અને તેની પૂછપરછમાં પ્રેમી સાથે સંબંધથી બાળક થઈ ગયો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે યુવતીના પ્રેમી યુવકની પણ પૂછપરછ કરી હતી. હાલ, યુવક યુવતી સામે ફરિયાદ કરવા તૈયાર ન હોવાનું જાણવા મળ્યું છે. એવું પણ જાણવા મળ્યું છે કે, યુવક-યુવતીના પરિવાર વચ્ચે પણ આ અંગે વાતચીત ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion