પરિવારે કરી લીધી સામુહિક આત્મહત્યા, એક સાથે પાંચ સભ્યોએ બિલ્ડિંગના સાતમા માળેથી પડતુ મુક્યુ, જાણો
સ્વિત્ઝર્લેન્ડમાં એક કથિત સામુહિક આત્મહત્યામાં એક પરિવારના પાંચ સભ્યોએ પોતાની ઉંચી બિલ્ડિંગના સાતમા માળેથી પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી છે.
નવી દિલ્હીઃ દેશ અને દુનિયામં કેટલાય ચોંકાવનારા કિસ્સાઓ આવતા રહે છે, જેને માનવા મુશ્કેલ બની જાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે સ્વિત્ઝર્લેન્ડમાંથી. અહીં એક સાથે પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસ આ આખી સામુહિક આત્મહત્યાની ઘટનાની તપાસ કરી રહી છે.
સ્વિત્ઝર્લેન્ડમાં એક કથિત સામુહિક આત્મહત્યામાં એક પરિવારના પાંચ સભ્યોએ પોતાની ઉંચી બિલ્ડિંગના સાતમા માળેથી પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી છે. આ દૂર્ઘટનામાં ચાર લોકોના મોત થઇ ગયા છે, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થઇ ગયો છે. જેને પણ ઘટના સાંભળી તે બધા ચોંકી રહ્યાં છે ઘટના વિશે તેના પાડોશીઓને પણ વિશ્વાસ નથી થઇ રહ્યો .
મિરર ન્યૂઝ અનુસાર ઘટના ગુરુવારે જિનેવા તળાવ પર સ્થિત મૉન્ટ્રોમાં સ્વિસ રિસોર્ટમાં ઘટી હતી.
ખુબ શાંત હતો પરિવાર -
પોલીસે કહ્યં કે, પાંચ લોકો એક બિલ્ડિંગની નીચે મળી આવ્યા, અને ફૉરેન્સિંક ટીમ સાતમાં માળના એપોર્ટમેન્ટની બાલકનીની તપાસ કરી રહી હતી, જ્યાંથી તેઓએ છલાંગ લગાવી હતી. પાડોશીઓએ પીડિતોને એક શાંત પરિવાર તરીકે બતાવ્યો છે. મરનારાઓમાં 40 વર્ષના બે વયસ્ક, બે કિશોર અને એક દાદી સામેલ છે. મિરર ન્યૂઝે બતાવ્યુ કે પાડોશીઓમાંથી એકે કહ્યું કે છેલ્લા કેટલાય દિવસોથી પરિવારના એપોર્ટમેન્ટમાથી ધૂપની ખુબ ગંધ આવી રહી હતી.
આ પણ વાંચો.......
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 6 મહિના લંબાવાઈ