શોધખોળ કરો

CRIME NEWS: અંકલેશ્વરમાં આડાસંબંધનો આવ્યો કરુણ અંજામ, પતિએ કરી પત્નીની હત્યા

CRIME NEWS: અંકલેશ્વરમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  અંકલેશ્વરના બોયદ્રા ગામે 55 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં એવી વાત સામે આવી કે સૌ કોઈ ચોંકી ગયા.

CRIME NEWS: અંકલેશ્વરમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  અંકલેશ્વરના બોયદ્રા ગામે 55 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પતિના બીજી સ્ત્રી સાથે આડાસંબંધ હોવાથી અવારનવાર બન્ને વચ્ચે ઝઘડા થતા હતા. જે બાદ તપાસમાં એવી વાત સામે આવી કે સૌ કોઈ ચોંકી ગયા.  તપાસમાં વાત સામે આવી કે, આ મહિલાની હત્યા તેમના જ પતિએ કરી હતી. મૃતકનું નામ ઉર્મિલા ચુનીલાલ ઓડ છે અને તેમનો મૃતદેહ આબોલી પ્રાથમિક શાળાની પાછળ મળી આવ્યો હતો. પોલીસે ગણતરીના જ કલાકોમાં મહિલાના પતિ ચુનીલાલ ઓડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

થરાદની નર્મદા કેનાલમાં યુવકે લગાવી મોતની છલાંગ

થરાદની નર્મદા કેનાલમાં યુવકે મોતની છલાંગ લગાવી છે. ઢીમા પુલ પાસે કોઈ યુવકે કેનાલમાં ઝંપલાવતા ચકચાર મચી છે. ઘટનાના દિવસે યુવકની લાશ શોધવાનો ખુબ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. જો કે, બીજા દિવસે શોધખોળ બાદ મૃતકની લાશને કેનાલમાંથી બહાર કઢાઈ છે.  થરાદ ફાયર ફાઈટરે મેસેજ મળતા લાશને બહાર કાઢીને પરિવારને સોંપી છે. 22 વર્ષીય યુવકની કેનાલમાં છલાંગ લગાવવાનું રહસ્ય અકબંધ છે. હાલમાં હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું છે. યુવકના મોતની સાચી હકિકત પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

સુરતમાં 15 ચપ્પુના ઘા મારી યુવકની હત્યા

સુરતમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ગોટાલાવાડી ખાતે ૧૫થી વધુ ચપ્પુના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, ગોટાલાવાડી ખાતે ૧૫થી વધુ ઘા મારી યુવકની હત્યા કરનારો મિત્ર જ નીકળતા ચકચાર મચી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બંને મિત્રો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ આવેશમાં આવી ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જો કે બીજી એક વાત એ પણ સામે આવી છે કે, આરોપી વિનોદ ગોહિલે હત્યાના ત્રણ કલાક પહેલા કતારગામમાં પણ એક યુવકને છરી મારી હોવાની માહિતી મળી છે.

વરાછા ફુલપાડા ખાતે આવેલી વસાહતમાં રહેતો અવધેશ પ્યારેલાલ પટેલ મજૂરી કામ કરે છે. અવધેશનો નાનો ભાઈ બ્રિજેશ એમ્બ્રોડરીના કારખાનામાં નોકરી કરતો હતો. ગત તારીખ આઠમીએ ગોટાલાવાડીથી લાલ દરવાજા તરફ જતા રોડ પર પટેલ વાડી એસએમસી ઝોન ઓફિસના કમ્પાઉન્ડના ગેટ પાસેથી બ્રિજેશની લાશ મળી આવી હતી. મહેદરપુરા પોલીસની તપાસમાં બ્રિજેશની હત્યા તેના મિત્ર આરોપી વિનોદ ઉર્ફે વીકી મનોજ ગોહિલે કરી હતી.

બંને મિત્રો નશાખોર હતા. નશો કરી બંને મધરાત્રે બાઈક પર ગોટાલાવાડી તરફ જતા હતા ત્યારે તેઓ વચ્ચે રકઝગ થઈ હતી. જેથી બાઇક ઉભી રાખી ઉશ્કેરાટમાં આવી વિનોદે બ્રિજેશની15થી વધુ ચપ્પુના ઘા મારી રહેશી નાખ્યો હતો. વધુમાં આ ઘટનાના ત્રણ કલાક પહેલા વિનોદએ કતારગામમાં હરેશ બારૈયા નામના યુવકને પણ છરી મારી હતી. જે મામલે કતારગામમાં અલગથી ગુનો નોંધાયો હતો. કતારગામ પોલીસે વિનોદની ધરપકડ કરી હતી. હવે મહિધરપુરા પોલીસ આરોપીનો કબજો મેળવી વધુ તપાસ શરૂ કરશે.

ટોપ સ્ટોરી

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
Embed widget