શોધખોળ કરો

Crime News : પુત્રી સાથે મળીને પત્નીએ કરી પતિની હત્યા, મર્ડરનું કારણ જાણીને રૂવાડા ઉભા થઈ જશે

ગાંધીનગર: કોલવડામાં યુવકની હત્યા કરવામાં આવી છે. જો કે ચોંકાવનારી વાત એ છે કે, આ હત્યા બીજા કોઈ નહીં પરંતુ યુવકની પુત્રી અને પત્નીએ જ કરી છે. જો કે આ હત્યા પાછળનું જે કારણ સામે આવ્યું છે ખુબ ચોંકાવનારું છે.

Crime News : કોલવડા ગામ પાસે યુવકની હત્યા કરવામાં આવી છે. જો કે ચોંકાવનારી વાત એ છે કે, આ હત્યા બીજા કોઈ નહીં પરંતુ યુવકની પુત્રી અને પત્નીએ જ કરી છે. જો કે આ હત્યા પાછળનું જે કારણ સામે આવ્યું છે ખુબ ચોંકાવનારું છે. મૃતક યુવકનું નામ ઘનશ્યામ પટેલ છે. મળતી માહિતી પ્રમાણે ઘનશ્યામ પટેલ ઘર કંકાસ અને ઝગડા કરતો હતો. જો કે વાત ત્યારે વણસી જ્યારે ઘનશ્યામ પટેલે પોતાની જ પુત્રીનો બદ ઈરાદાથી હાથ પકડ્યો, ત્યાર બાદ પુત્રીએ કટર વડે ગળું કાપ્યું અને  પત્નીએ દસ્તા વડે માથા પર હુમલો કરી ઘનશ્યામ પટેલને મોતને ઘાટ ઉતારી દીધો. ઘનશ્યામ પટેલને દારુ પીવાની પણ ટેવ હોવાની વાત સામે આવી છે. હાલમાં પેથાપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતકના પત્ની અને પુત્રીની અટકાયત કરી છે.

સુરતમાં 16 વર્ષની કિશોરી પર વિધર્મી યુવકે દુષ્કર્મ આચરતા ચકચાર

 શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં 16 વર્ષીય કિશોરી સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 21 વર્ષિય વિધર્મી યુવકે કિશોરીને પોતાના ઘરે લઈ જઇને દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. યુવકના ત્રાસથી કંટાળીને કિશોરીએ 100 નંબર પર ફોન કરીને આ સમગ્ર ઘટના અંગે વિગતે વાત કરી હતી. કિશોરીની ફરિયાદના આધારે ડીંડોલી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 21 વર્ષીય તોફીક વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Crime News : વડોદરાની નફીસાના આત્મહત્યા કેસમાં તેના પ્રેમી વિશે મોટો ઘટસ્ફોટ થયો, જાણો સમગ્ર વિગત

Vadodara : ગુજરાતમાં વધુ એક આયશાનો ભોગ લેવાયો છે. પ્રેમપ્રકરણમાં વડોદરાની નફીસા ખોખરે આત્મહત્યા કરી છે. નફીસાએ આયશાની જેમ જ આત્મહત્યા કરતા પહેલા વિડીયો બનાવ્યો હતો. નફીસાએ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી   રહ્યું છે. જો કે હવે આ આત્મહત્યા કેસમાં નફીસાના પ્રેમી વિશે મોટો ઘટસ્ફોટ થયો છે. 

5 વર્ષથી લિવઈનમાં રહેતા હતા નફીસા અને રમીઝ 
નફીસા ખોખરના આત્મહત્યા કેસમાં નફીસાના પ્રેમી વિશે એક યુવતીએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. આ યુવતી નફીસા અને રમીઝની ખુબ નજીક છે, કારણ કે શબનમ નામની આ યુવતી  નફીસા અને રમીઝ જે ઘરમાં ભાડે રહેતા હતા તેમાં જ ભાડે રહેતી હતી. શબનમ તેના પતિ સાથે તો નફીસા તેના પ્રેમી શેખ રમીઝ અહેમદ સાથે એક જ ઘરમાં ભાડેથી રહેતા હતા. નફીસાની આત્મહત્યા અંગે તેના પ્રેમી વિશે શબનમે મોટો ઘટસ્ફોટ કરતા કહ્યું કે નફીસા અને રમીઝ બંને 5 વર્ષથી લિવઈન રિલેશનમાં રહેતા હતા. બંને પતિ- પત્નીની જેમ રહેતા હતા. શબનમે એ પણ સ્પષ્ટ કહ્યું કે નફીસાની આત્મહત્યા પાછળ રમીઝ જવાબદાર છે. 

ઉલ્લેખનીય છે કે રમીઝે લગ્ન કરવાની લાલચ આપી નફીસા સાથે લિવઈનમાં રહ્યો હતો એ  આવી ચુકી છે. લિવઈન દરમિયાન રમીઝે નફીસાનું શારીરિક શોષણ કર્યું હોવાના પણ આક્ષેપ લાગ્યા છે. જો કે બાદમાં રમીઝે લગ્ન કરવાની ના પડતાં નફીસા આઘાતમાં સરી પડી હતી અને આ કારણે જ તેણે આત્મહત્યા કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અને આ વાતને શબનમના નિવેદનથી વધુ બળ મળી રહ્યું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Embed widget