શોધખોળ કરો

Crime News: ખુદ માતા એજ 7 વર્ષના માસૂમ બાળકને આપ્યાં ડામ,પતિએ આરોપી પત્ની સામે કરી ફરિયાદ

મહીસાગરના લુણાવાડામાં સાત વર્ષના માસુમ બાળકને ગરમ ચીપિયા વડે ડામ આપવાની ઘટનામાં માતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે

Crime News: મહીસાગરના લુણાવાડામાં સાત વર્ષના માસુમ બાળકને ગરમ ચીપિયા વડે ડામ આપવાની ઘટનામાં માતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. આરોપી સાવકી માતા વિરૂદ્ધ તેના પતિએ જ ફરિયાદ નોંધાવી છે.

બાળક ઘરમાં તોફાન કરતુ હોવાથી  સાવકી માતાએ ગુસ્સામાં આવી બાળકને ચીપિયા વડે ડામ આપ્યો હતો. આરોપી મહિલા લુણાવાડા શહેરમાં મધવાસ દરવાજા વિસ્તારમાં બાળકો સાથે એકલી રહેતી હતી.બાળક શાળાએ જતા શિક્ષકોએ ડામ જોતા સમગ્ર વિગત આવી હતી બહાર આવી હતી. મહીસાગર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તેમજ પોલીસ દ્વારા તપાસ  હાથ ધરવામાં આવી  છે. સમગ્ર ઘટનામાં આરોપી પત્ની સામે પતિ એજ ફરિયાદ કરી છે.

 બાળકનો મળ્યો મૃતદેહ

વાપીના બલિઠામાંથી એક મૃત બાળક ની લાશ મળી મળતાં હડકંપ મળી ગઇ. બલિઠામાં ગામના લોકોએ  ઘટનાની જાણ સરપંચને કરી હતી. પોલીસે આ મામલે પોલીસને જાણ કરી હતી. બાળક કોનું જે તે મુદ્દે હતું કોઇ હકીકત બહાર નથી આવી. તેથી પોલીસે જ મૃતદેહને કબ્જે લઇને વધુ તપાસસ હાથ ધરી છે.

SURAT: સુરતમાં પ્રેમિકાએ પ્રેમીની બહેન સાથે એવો કાંડ કર્યો કે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

URAT: સુરતમાં પુણાગામ ખાતે રહેતી યુવતીએ લોકરક્ષકની ભરતી પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેના ડોક્યુમેન્ટ પણ વેરિફાઈ થઈ ગયા હતા. પરંતુ કોઈ અજાણ્યાએ યુવતીના કન્ફર્મેશન નંબર અને રજિસ્ટર મોબાઈલ નંબરના ઓટીપીનો ઉપયોગ કરીને બારોબાર તેનું ફોર્મ રદ્દ કરી પરત ખેંચી લેતા તેણીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરતા યુવતીના ભાઈની ગર્લફ્રેન્ડ જ આરોપી નીકળતા પરિવાર ચોંકી ગયો હતો. સાયબર પોલીસે તેણીની ધરપકડ કરી હતી.

પુણાગામ ખાતે રાધાસ્વામી સોસાયટીમાં રહેતી 20 વર્ષીય અસ્મીતા છગનભાઈ કાતરીયા મુળ અમરેલીની વતની છે. તેને સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે કાપોદ્રા ખાતે જે.ડી. ગાબાણી કોલેજમાં બી.કોમમાં અભ્યાસ કરે છે. વર્ષ 2021-22ની લોકરક્ષક દળમાં ભરતીની જાહેરાત બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી હતી. આથી અસ્મિતાએ પણ તેનું ફોર્મ ભરીને સબમીટ કર્યું હતું. આ ફોર્મમાં તેના ભાઈનો મોબાઈલ નંબર રજિસ્ટર કર્યો હતો. ત્યારબાદ તારિખ 4 જાન્યુઆરી 2022ના રોજ પ્રેક્ટિકલ પરીક્ષા માઉન્ટેડ પોલીસ ગ્રાઉન્ડ પોપટપરા જેલની પાસે રાજકોટ શહેર ખાતે યોજાઈ હતી જે પ્રેક્ટિકલ પરીક્ષામાં અસ્મિતા પાસ થઈ હતી.

ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવતા તારિખ 9 સપ્ટેમ્બર 2022 ના રોજ પોલીસ તાલીમ સેન્ટર ગાંધીનગર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા હતા. ત્યારબાદ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારી પાછી ખેંચવા માટે ઓજશ ઉ૫૨ એપ્લીકેશન મુકવામાં આવી હતી. જેમાં ઓટીપી બેઝ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યા બાદ જ ફોર્મ પાછા ખેંચી શકાય છે. કોઈ અજાણ્યાએ એલઆરડી ગુજરાત 2021.ઇન ઉપરથી લોકરક્ષક ભરતી પ્રક્રિયામાંથી આગળના તબક્કાઓ માટે ઉમેદવારી રદ્દ કરવા અને પસંદગી માટેના હક્કને જતો કરવા અરજી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી તેમાં અરજીનો કન્ફર્મેશન નંબર લખી અસ્મિતાના નામની વિગતો લખી બનાવતી સહી કરી હતી અને ગઈ 8 ઓક્ટોબર 2022 ના રાત્રે અસ્મિતાના કન્ફર્મેશન નંબરનો ઉપયોગ કરી રજિસ્ટર મોબાઈલ નંબર પરથી ઓટીપી મેળવી લઈ તેમની ઉમેદવારી રદ ક૨વા અરજી અપલોડ કરી ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. 

આ અંગે જાણ થતા અસ્મિતા કાતરિયાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે તપાસ થતાં જે વ્યકિતનું નામ સામે આવ્યું તે જોઈને અસ્મિતા અને તેનો પરિવાર ચોંકી ગયો હતો. તપાસ દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસે આરોપી જાગૃતિ નારણભાઈ પાંડવ (ઉ.વ.૨૨, રહે. રાધા સ્વામી સોસાયટી, પુણા ગામ, મુળ મહુવા ભાવનગર) ની ધરપકડ કરી છે. આરોપી જાગૃતિ અસ્મિતાના ભાઈની ગર્લફ્રેન્ડ હોવાની વાત સામે આવી છે. બંને યુવતીઓએ સાથે પરીક્ષા આપી હતી. જેમાં અસ્મિતાએ પરીક્ષા પાસ કરી હતી અને જાગૃતિ ફેઈલ થઈ હતી. અસ્મિતા આગળ વધી જશે તેવા વિચારે જાગૃતિએ આ કાવતરૂ કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Embed widget