શોધખોળ કરો

Crime News: મહેસાણામાં જેની સાથે સગાઈ કરી તેણે જ ગુજાર્યો બળાત્કાર,યુવકે યુવતીને નિર્વસ્ત્ર કરી વાળ કાપી રસ્તા પર ફેંકી દીધી

મહેસાણા: વિરમગામમાં એક સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં યુવતી પર રેપ કરી કેનાલ નજીક ફેંકી દેવામાં આવી હતી.  જો કે, રેપ કરનાર વ્યક્તિ કોઈ બીજો નહીં પરંતુ યુવતીની જેની સાથે સગાઈ થઈ હતી તે જ યુવક હતો.

મહેસાણા: વિરમગામમાં એક સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં યુવતી પર રેપ કરી કેનાલ નજીક ફેંકી દેવામાં આવી હતી.  જો કે, રેપ કરનાર વ્યક્તિ કોઈ બીજો નહીં પરંતુ યુવતીની જેની સાથે સગાઈ થઈ હતી તે જ યુવક હતો. 8 મહિના પૂર્વે સગાઈ કરેલ યુવકે જ યુવતી પર રેપ કરતા ચકચાર મચી ગઈ છે.

કડી નજીકના યુવકની વિરમગામની યુવતી સાથે સગાઈ થઈ હતી. ગત રાત્રે કડીથી યુવક વિરમગામ જઈ યુવતીને કડી લાવ્યો હતો. યુવતી સાથે રેપ કરી દેત્રોજ રોડ પર ફેકીને ચાલ્યો ગયો હતો. યુવક આટલેથી અટક્યો હતો. તે નિર્દયતાની હદ પાર કરી હતી. યુવતીને નિર્વસ્ત્ર કરી તેના વાળ કાપી કણસતી હાલતમાં ફેકી દીધી. યુવતીએ સંબંધ રાખવાની ના પાડતા સ્કોર્પિયો જીપમાં આખી રાત ગોંધી રાખી હતી. યુવતીને હાલમાં હોસ્પિટલે ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસે આર્યન ચાવડા નામના યુવકની ધરપકડ કરી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ બનાવમાં 4 લોકોની હત્યા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હત્યાની 4 ઘટના સામે આવતા અરેરાટી મચી જવા પામી છે. કલોલ,ભેસાણ,નવસારી અને દાહોદમાં હત્યાની ઘટના સામે આવી છે. આ હત્યાના એક બાળક, બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. 3 હત્યામાં હત્યારા ઘરના લોકો જ હતા. 

કલોલમાં મહિલાની હત્યા

કલોલના સઈજ નજીક સામાન્ય બાબતે મહિલાની હત્યા કરવામાં આવી છે. આશરે 40 વર્ષીય ભારતીબેન ચંદુભાઈ દંતાણીની હત્યા કરવામાં આવી છે. છરીના ઘા મારી ભારતીબેનનું મર્ડર કરાયું છે. સઈજથી નાનજી રોડ પર આવેલ લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા પાછળ આ ઘટના બની છે. ઝાડ કાપવા જેવી નાની બાબતે 15 વધુ લોકોના ટોળાએ મહિલા પર હુમલો કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે ઘર કંકાસને લઈ ભારતીબેન પોતાના બે બાળકો સાથે પિયરમાં રહેતા હતા. કલોલ તાલુકા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ઘટનામાં સંડોવાયેલ 9 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે.

તુ તારી બહેનને કેમ નથી મોકલતો, તેમ કહી ધારિયાના ઘા ઝીંકી કરી નાખી ઘાતકી હત્યા

દાહોદ વિસ્તારમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સીંગાપુર ગામે સાળાએ જ બનેવીની હત્યા કરી નાખતા અરેરાટી મચી ગઈ છે. મૃતક અને આરોપીએ સામ સામે બહેનો સાથે લગ્ન કર્યા હતા. સાટાપાટમાં થયેલા લગ્નને કારણે વિવાદ ચાલતો હતો. મુળ પંચમહાલના દહીકોટના વતની મૃતક પ્રતાપ બારીયા સીંગાપુર ગામે રહેતા હતા. પ્રતાપ ભાઈ સવારે પોતાની પત્ની સાથે ખેતી કરતા હતા તેવા સમયે સાળો નાયકાભાઈ બારીયા આવી તુ તારી બહેનને કેમ નથી મોકલતો તેમ કહી ગળાના ભાગે અને હાથના ભાગે ધારીયુ મારતા પ્રતાપ ભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા.જે બાદ તેમનું મોત નિપજ્યું હતું. હત્યાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ભેસાણમાં સસરાએ કરી પુત્રવધુની હત્યા

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભેસાણ તાલુકાના ચણાકા ગામે હત્યાના મામલાથી ચકચાર મચી જવા પામી છે. અહીં સસરાએ જ પુત્રવધુની હત્યા કરી નાખી છે. મૃતક મહિલાનું નામ રસીલાબેન છે. આ હત્યા અંગે સામે આવેલી વિગતો અનુસાર મહીલા ઘર ચલાવવા અન્યની વાડીએ મજુરી કામે જતી હતી. જે મહિલાના સસરાને પસંદ નહોતું. જે વાતનો ખાર રાખી મહિલાના સસરાએ પુત્રવધુનું ઢીમ ઢાળી દીધું હતું. મહિલાના સસરા શંભુ માંડવીયા સામે હાલમાં હત્યાનો ગુનો નોંધાયો છે. આ અંગે ડીવાયએસપીએ જણાવ્યું કે, આ હત્યા અંગે હાલમાં ભેસાણ પોલીસ તપાસ કરી રહી છે.

પતિ પત્નીના ઝઘડામાં પુત્રનો લેવાયો ભોગ

નવસારીના ખેરગામમાં પતિ પત્નીના ઝઘડામાં પુત્રનો ભોગ લેવાયો છે. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર ખેરગામના જગદીશ પટેલ અને તેની પત્ની પીનલ વચ્ચે કોઈ વાતે વિવાદ ચાલતો હતો. વિવાદને કારણે પીનલ પુત્રી સાથે તેના પિયર ભેરવી રહેતી હતી, જ્યારે જગદીશ દીકરા જય સાથે રહેતો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget