(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું રચ્યું કાવતરૂં, કેનાલ પાસે બોલાવી બાદ... જાણો શું છે સમગ્ર મામલો
પાટણના હારીજના દુધારામપુરા ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પ્રેમ પ્રકરણ મામલે પત્ની અને તેના પ્રેમી એ કાવતરું રચી પતિ ની કરી હોવાનું સામે આવ્યું છે.
Crime News:પાટણના હારીજના દુધારામપુરા ગામે પ્રેમી સાથે મળીને પત્નીએ પતિની હત્યા કર્યાની ઘટના બની છે. ઘટના ગણતરીના કલાકમાં જ પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા છે. શું છે સમગ્ર મામલો જાણીએ
પાટણના હારીજના દુધારામપુરા ગામે પ્રેમ પ્રકરણમાં પત્નીએ પતિની હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ હતી.આરોપી પત્નીને અરવિંદ ઠાકોર સાથે આડા સબંધ હતા.પત્ની ભગી એ તેના પતિ મોહન ને રૂપિયા લેવાના બહાને ગત રાત્રે વાસા રોડ ગામની કેનાલ નજીક લઇ ગઈ હતી.અગાઉ ના પ્લાનિંગ મુજબ પ્રેમી અરવિંદ ઠાકોર પણ ત્યાં ઇકો ગાડી લઇ પહોંચ્યો હતો અને પત્ની અને તેના પ્રેમી એ પતિ મોહન પરમારને ધોકાનો માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટના બાદ બન્ને પ્રેમી પંખીડા ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા.હારીજ પોલીસ મથકે હત્યા અંગેની ફરિયાદ નોંધાતાના ગણતરીના કલાકમાં જ બંને આરોપીને ઝડપી પાડ્યા છે.
તો બીજી તરફ શહેરના રાંદેર હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સામુહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે. હાઉસિંગ બોર્ડમાં બે બાળકો સાથે મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા અરેરાટી મચી ગઈ છે. 35 વર્ષીય રિતા ચોરસિયા નામની મહિલાએ 11 વર્ષીય દીકરી અને 5 વર્ષીય દીકરા સાથે રહેતી હતી. અચાનક બાળકો સાથે માતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
પહેલા માતાએ બન્ને બાળકની હત્યા કરી બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી હતી. 11 વર્ષીય પુત્રીનું નામ અંશીતા હતું અને 5 વર્ષના પુત્રનું નામ રોબર્ટ હતું. ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
આ આપઘાતની ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર મૃતક મહિલા રીતા ચોરસિયા મૂળ બિહારની રહેવાસી હતી. પતિ રાજેશ પ્રસાદ સાથે કાઠમંડુમાં રહેતી હતી. નેપાળમાં તેમના પતિને કરિયાણાની દુકાન હતી. આ કરિયાણાની દુકાનમાં મુન્ના નામનો નોકર કામ કરતો હતો. મુન્ના નોકર સાથે આંખ મળી જતા નેપાળથી ભાગીને મૃતક મહિલા રીતા ચોરસિયા સુરત ભાગી આવી હતી. જે બાદ સુરતમાં પ્રેમી મુન્ના સાથે રહેવા લાગી હતી.
મૃતક મહિલાને પહેલા પતિ દ્વારા અંશીતા નામની દીકરી હતી. જયારે પ્રેમી સાથે રહેતા બન્ને રોબર્ટ નામનો પુત્ર હતો. ગઈકાલે આપઘાત કરનાર મહિલા રાંદેર પોલિસ મથકે પતિના ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાને આર્થિક મદદ પણ કરી હતી. મહિલાએ 498 નો કેસ કર્યો હતો જેમાં પોલીસે કાર્યવાહી કરી હતી.