![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Marital Rape પર કર્ણાટક હાઇકોર્ટની ટિપ્પણી, કહ્યુ- લગ્નનો અર્થ ક્રૂરતા કરવાનું લાયસન્સ મળવાનો નથી
કોર્ટે કહ્યું કે જો કોઈ પુરુષ કોઈ પણ સ્ત્રી સાથે તેની સહમતિ વિના સંબંધ બાંધે છે તો તે પુરુષ સજાપાત્ર છે
![Marital Rape પર કર્ણાટક હાઇકોર્ટની ટિપ્પણી, કહ્યુ- લગ્નનો અર્થ ક્રૂરતા કરવાનું લાયસન્સ મળવાનો નથી Karnataka High Court refuses to quash rape case against husband Marital Rape પર કર્ણાટક હાઇકોર્ટની ટિપ્પણી, કહ્યુ- લગ્નનો અર્થ ક્રૂરતા કરવાનું લાયસન્સ મળવાનો નથી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/23/0249fbe8af7c0a4e9361b1af1df77b56_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પત્ની સાથે બળાત્કારના મામલામાં કર્ણાટક હાઈકોર્ટે મોટી ટિપ્પણી કરી હતી. એક કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે લગ્નનો અર્થ એ નથી કે પતિને પત્ની પ્રત્યે ક્રૂરતાનું લાયસન્સ મળી ગયું છે. દરમિયાન હાઈકોર્ટે મેરિટલ રેપના વધી રહેલા મામલાઓને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.
કોર્ટે કહ્યું કે લગ્ન સમાજના કોઈ પણ પુરુષને વિશેષાધિકાર આપતા નથી. ના સ્ત્રી સાથે પ્રાણીની જેમ ક્રૂર વર્તન કરવાનો અધિકાર આપે છે. કોર્ટે કહ્યું કે જો કોઈ પુરુષ કોઈ પણ સ્ત્રી સાથે તેની સહમતિ વિના સંબંધ બાંધે છે તો તે પુરુષ સજાપાત્ર છે અને જો તે પુરુષ પતિ હોય તો પણ તેને સજા થવી જોઈએ.
આવા કિસ્સાઓ મહિલાઓને અંદરથી ડરાવે છે
કોર્ટે કહ્યું કે જ્યારે પતિ તેની પત્ની સાથે બળજબરીથી સેક્સ માણે છે તો તેની ખરાબ અસર મહિલા પર પડે છે. કોર્ટે કહ્યું કે આવા મામલા મહિલાઓને અંદરથી ડરાવે છે, જે તેમના મન અને શરીર બંને પર અસર કરે છે.
મેરિટલ રેપ શું છે?
પત્નીની પરવાનગી વિના પતિ દ્વારા બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવે તેને મેરિટલ રેપ કહેવામાં આવે છે. સહમતિ વિના સંબંધ રાખવાને કારણે તેને મેરિટલ રેપની કેટેગરીમાં રાખવામાં આવે છે. મેરિટલ રેપને ઘરેલું હિંસા અને પત્ની સામે જાતીય હુમલાનું એક સ્વરૂપ ગણવામાં આવે છે.
વૉટ્સએપમાં આવ્યુ મલ્ટી-ડિવાઇસ ફિચર, આ રીતે કરી શકાશે એકસાથે 4 ફોનને કનેક્ટ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ..........
કોરોના પ્રતિબંધમાંથી મુક્તિઃ આ દેશમાં કોરોનાના કેસ ઘટતા સરકારે કોવિડ સંબંધિત પ્રતિબંધો હટાવ્યા
PM Kisan Mandhan Yojana: મોદી સરકાર આ યોજનામાં ખેડૂતોને દર મહિને આપે છે ત્રણ હજાર રૂપિયા, જાણો કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન
Corona Cases USA: કોરોના હજુ ગયો નથી, અમેરિકામાં નવા કોરોના કેસમાં ઓમિક્રોન સબ વેરિઅન્ટના 35 ટકા કેસ નોંધાતા ફફડાટ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)