શોધખોળ કરો

કેરળની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સગીર પિતરાઇ બહેન પર દુષ્કર્મ આચરનાર યુવકને ફટકારી અધધ...135 વર્ષની જેલની સજા

કેરળ કોર્ટે દોષિત વ્યક્તિ પર 5.1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

Raping Impregnating Minor Cousin: કેરળની એક અદાલતે પોતાની એક સગીર પિતરાઇ બહેન પર દુષ્કર્મ આચરવાના કેસમાં તેના પિતરાઈ ભાઈને 135 વર્ષની જેલની સજા ફટકારી છે. તે વ્યક્તિ સામેનો આરોપ સાબિત થયો છે કે તેણે તેની પિતરાઈ બહેન પર ઘણી વખત બળાત્કાર કર્યો હતો અને તેને ગર્ભવતી પણ બનાવી હતી. એડવોકેટે જણાવ્યું હતું કે પીડિતાએ એક બાળકને જન્મ આપ્યો છે જે બાળ કલ્યાણ સમિતિની દેખરેખ હેઠળ છે.

હરિપદ ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટના જજ સાજી કુમારે 24 વર્ષીય યુવકને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, ઈન્ડિયન પીનલ કોડ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ અલગ અલગ સજા સંભળાવી હતી. સરકારી વકીલ રઘુ કે. એ જણાવ્યું હતું કે તમામ કેસમાં દોષિતને કુલ 135 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જોકે, તમામ સજા એકસાથે ચાલશે એમ તેમણે જણાવ્યું હતું.

5 લાખનો દંડ

કેરળ કોર્ટે દોષિત વ્યક્તિ પર 5.1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને પીડિતાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, જે ઘટના સમયે 15 વર્ષની હતી.

દેશમાં સગીરા પર દુષ્કર્મની ઘટનાઓ

દેશમાં મહિલાઓ અને સગીરાઓ પર દુષ્કર્મ અને અપરાધની ઘટનાઓના આંકડા ચિંતાનો વિષય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં સગીર છોકરીઓ પર દુષ્કર્મના 36,069 કેસ નોંધાયા હતા. જ્યારે યુવતીઓ પર દુષ્કર્મના 28,644 કેસ નોંધાયા હતા. સગીરો સાથેના ગુનાના મોટાભાગના કેસ પોક્સો એક્ટ હેઠળ નોંધાયા છે. જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 5 વર્ષથી સગીરા સાથે દુષ્કર્મના કેસનો ગ્રાફ વધી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર રાજધાની દિલ્હીમાં સૌથી વધુ ગુનાના કેસ નોંધાઈ રહ્યા છે. 2021માં દરરોજ બે સગીરા પર દુષ્કર્મ થયાની ઘટનાઓ બની રહી છે.

માતાની હત્યા કરી સૂટકેસમાં બોડી લઈને પહોંચી પુત્રી

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક મહિલાની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. હત્યારો બીજું કોઈ નહીં પણ તેની પોતાની દીકરી છે. પુત્રીએ પહેલા માતાની હત્યા કરી, પછી તેની લાશ સૂટકેસમાં લઈને સીધી પોલીસ સ્ટેશન ગઈ. જ્યારે મહિલાએ પોલીસને આ ઘટના વિશે જણાવ્યું તો બધા ચોંકી ગયા. માઈકો લે-આઉટ પોલીસે મૃતદેહનો કબજો લઈને આરોપી મહિલાની ધરપકડ કરી છેપોલીસના જણાવ્યા અનુસાર મહિલાએ પોતાની માતાની હત્યા કર્યાની કબૂલાત કરી છે. તેણે જણાવ્યું કે તે રોજબરોજના ઝઘડાઓથી કંટાળી ગઈ હતી. તેથી તેણે આ હત્યા કરી નાખી. ઘટના સમયે આરોપી મહિલાના સાસુ પણ ઘરમાં હાજર હતા પરંતુ તેઓ ઘટનાની જાણ થતા આવ્યા ન હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
Embed widget