(Source: ECI/ABP News/ABP Majha)
Surat Crime: લગ્નમાં આમંત્રણ નથી તો કેમ આવ્યો ? મજાક કરતાં યુવકે ચપ્પુથી હુમલો કર્યો
ઉશ્કેરાયેલ યુવક આડેધડ ચપ્પુ ના ઘા ઝીકતો નજરે આવે છે. હુમલાવરને એવું કહેવામાં આવ્યું હતું કે લગ્નમાં આમંત્રણ નથી તો કેમ આવ્યો ?
સુરત: સુરતના વેસુ વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ઉશ્કેરાયેલ યુવક આડેધડ ચપ્પુ ના ઘા ઝીકતો નજરે આવે છે. હુમલાવરને એવું કહેવામાં આવ્યું હતું કે લગ્નમાં આમંત્રણ નથી તો કેમ આવ્યો ? આવી મજાક કરતાં યુવકે ચપ્પુથી હુમલો કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં આરોપી ચિરાગ પટેલે ચપ્પુ વડે હુમલો કર્યો છે. નિરજ પટેલ નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો કરતા હુમલામાં ભોગ બનનાર નિરજ પટેલની હાલત ગંભીર છે. દીકરીના લગ્ન હોવાથી નિરજ અને તેની પત્ની તથા સંબંધીઓ સાસરીમાં આમંત્રણ પત્રિકા આપવા આવ્યા હતા. આ ઘટનામાં આરોપી ચિરાગ પટેલની વેસુ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ગોયા સ્ટ્રીટમાં રહેતા ખેડૂત પરિવારજનો નજીક રહેતા અન્ય પરિવારને લગ્નનું આમંત્રણ આપવા ગયા હતા, જ્યાં ચિરાગ નામના યુવાન સાથે મજાકમાં તને આમંત્રણ નથી આપ્યું તો પણ કેમ આવ્યો એવી મજાક કરવામાં આવી હતી. આ મજાકથી ઉશ્કેરાયેલા ચિરાગે નિરજ પટેલને પેટમાં ચાકુના બે જીવલેણ ઘા કરી દીધા હતા. આ બનાવ બાદ વેસુ પોલીસે હત્યાની કોશિશ મુજબ ગુનો નોંધી ચિરાગ પટેલની ધરપકડ કરી હતી.
વેસુ વિસ્તારમાં રહેતા ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રફુલભાઈ પટેલના પુત્રના લગ્ન આગામી દિવસોમાં છે. દરમિયાન પ્રફુલ પટેલ સહિત લગ્નનું આમંત્રણ આપવા માટે નીકળ્યા હતા. જ્યાં એક બીજા સગાસંબંધીઓ એક પરિવારના ઘરે આમંત્રણ આપતા હતા. એ સમયે યોજાયેલા ભોજનમાં હાજર ચિરાગ ચંપકભાઈ પટેલ પણ હતો. ત્યારે નિરજ પટેલે ચિરાગને કહ્યું હતું કે તને આમંત્રણ આપ્યું નથી છતાં પણ તું કેમ આવ્યો ? આ બાબતે ચિરાગને માઠું લાગી આવતાં ઉશ્કેરાઈ ગયો હતો. જેને લઈ ચિરાગે આડેધડ ચપ્પુના ઘા માર્યા હતા. આ ઘટનાને લઈ વેસુ પોલીસને ફરિયાદ મળતા તાત્કાલિક એક્શનમાં આવી હતી અને ચિરાગ પટેલની ધરપકડ કરી છે.
સુરતના કતારગામમાં 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટ ફટકારી 20 વર્ષની સજા
સુરતના કતારગામમાં 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરનારા નરાધમને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. લગ્નની લાલચે દુષ્કર્મ કરનાર 32 વર્ષના નરાધમ ને સજા ફટકારવામાં આવી છે. કતારગામની 16 વર્ષ 8 માસની તરૃણીને લગ્નની લાલચે ભાવનગર ભગાડી દુષ્કર્મ આચરનાર 31 વર્ષીય પરણીત રત્નકલાકારને પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ 20 વર્ષની સખ્તકેદ, રૂ.50 હજાર દંડ ભરે તો તેમાંથી 45 હજાર તથા 50 હજાર મળીને પીડિતાને કુલ 90 હજાર વળતર ચુકવવા, દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજાનો નિર્દેશ આપ્યો છે.
સુરતમાં રહીને રત્નકલાકાર તરીકે કામ કરતાં 31 વર્ષીય પરણીત આરોપી યોગેશ છગનભાઈ કળસરીયા(રે.હરીધામ સોસાયટી, પુણાગામ)એ કતારગામ વિસ્તારમાં રહેતી 16 વર્ષ તથા 8 માસની વયની તરૂણીનો ઈન્સ્ટાગ્રામ આઈડીથી સંપર્ક કર્યો હતો.ત્યારબાદ તરૂણીને લગ્નની લાલચ આપીને તા.7-2-23 રોજ પોતાના વતનમાં લઈ ગયો હતો. આરોપી પરણીત હોવા ઉપરાંત પોતાની અડધી ઉંમરની સગીરા હોવાનું જાણવા છતાં દુષ્કર્મ આચર્યું હતુ. તરૂણીને પિતાની ફરિયાદને આધારે કતારગામ પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.