શોધખોળ કરો

Surendranagar: ખનીજ ચોરી અંગે ફરિયાદ કરનાર પરિવારના ઘર પર મોડી રાત્રે ધડાધડ ફાયરીંગ,પોલીસના ધાડેધાડા ઉતર્યા

Surendranagar: આ પરિવારે બે દિવસ પહેલા જ કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. જેની દાજ રાખી ખનીજ માફિયાઓ દ્વારા ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

Surendranagar: સાયલા તાલુકાના સુદામડા ગામે ખનીજ માફિયા વિરુદ્ધ અરજી કરનાર પરિવારના ઘર પર ચારથી વધુ કારમાં આવી 10થી 15 લોકોએ 10 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે જેને લઇ પરિવારોમાં ભયનો માહોલ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી બેફામ થતી હોય છે ત્યારે તેને લઈ અનેક વખત મારામારી અને હત્યાના બનાવ બને છે. સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરી બંધ કરવામાં આવે તે માટે સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા અરજદાર શોકત યાદવ અને તેની પુત્રી દ્વારા  કલેકટર અને પોલીસને અરજી કરવામાં આવી હતી પરંતુ આ ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર આ પરિવારને અરજી પરત ખેંચવા ધાક ધમકી આપતા હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

જો કે, હવે તો હદ થઈ ગઈ આ ખનિજ માફિયાઓએ તારીખ 14 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10:00 કલાકે ત્રણથી ચાર ગાડીઓમાં 15 થી વધુ વ્યક્તિઓ દ્વારા અરજદારના ઘર ઉપર 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે  જેના કારણે  સમગ્ર ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.  હાલ આ પરિવાર પોલીસ પ્રોટેક્શનની માંગ કરી રહ્યું છે. જો તેઓની માંગ નહીં સંતોષાય તો પરિવારજનો દ્વારા આત્મ વિલોપન  કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.  હાલ તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગીરીશકુમાર પંડ્યા લીમડી DYSP lcd sog સહિતનો પોલીસ કાફલો સુદામડા ગામે અરજદારના ઘરે કોઈ ઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લાના માર્ગો ઉપર નાકાબંધી કરી અને તપાસ હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, આ પરિવારે બે દિવસ પહેલા જ કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. જેની દાજ રાખી ખનીજ માફિયાઓ દ્વારા ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. સાયલા તાલુકાના સુદામડાના કંમ્બોચાળા વિસ્તારમાં ગેરકાયદેસર ખોદકામ કરે છે. કાળા પથ્થર કાઢી પોતાની માલિકીના ભડીયા (સ્ટોન)માં કાચા મટીરીયલ તરીકે ઉપયોગ કરે છે. જેથી આ ગેરકાયદેશર ખાણ બંધ કરવા માટે તા ૨૫/૦૯/૨૦૨૪થી  કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. સાયલા તાલુકામાં જે લીઝો ચાલે છે તે ગેરકાયદેસર ચાલે છે. એકપણ નિયમનું પાલન કરવામાં આવતું નથી. ઓનલાઇન રોયલ્ટી કાઢી વેચવામાં આવે તેનો સ્ટોક પણ મેન્ટેન કરવામાં આવતો નથી. આવી રજુઆત બાદ એક વિડ્યો મેસેજ પણ વાયરાલ કર્યો હતો કે અમારી જાનને જોખમ છે.  

સુરેન્દ્રનગર સાયલાના સુદામડા ગામે ફાયરિંગ બાદ પોલીસે ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. સાયલા પોલીસ સ્ટેશનને ચાર શખ્સો અને તેમના મદદગારમાં અન્ય 10 એમ કુલ ૧૪ જેટલા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે. આર્મ્સ એક્ટ મુજબ ગેરકાયદેસર હથિયાર રાખી અને ફાયરિંગ જેવી ઘટનાને અંજામ આપવા અંગેની સાયલા પોલીસે ફરિયાદ નોંધ અને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો...

Gondal: 500 કરોડનો વહીવટ ધરાવતી ગોંડલ નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી,જેલમાંથી ઈલેક્શન લડશે ગણેશ જાડેજા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન
Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન
'યુક્રેન સાથે યુદ્ધ ખત્મ કરવા કોઇ પણ શરત વિના તૈયાર ', ટ્રમ્પના શપથગ્રહણ અગાઉ પુતિનનું મોટું નિવેદન
'યુક્રેન સાથે યુદ્ધ ખત્મ કરવા કોઇ પણ શરત વિના તૈયાર ', ટ્રમ્પના શપથગ્રહણ અગાઉ પુતિનનું મોટું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jaipur Blast News: સ્કુલ પાસે જ કેમિકલ ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ, પાંચ લોકો બળીને ખાખ| Abp AsmitaGir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન
Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન
'યુક્રેન સાથે યુદ્ધ ખત્મ કરવા કોઇ પણ શરત વિના તૈયાર ', ટ્રમ્પના શપથગ્રહણ અગાઉ પુતિનનું મોટું નિવેદન
'યુક્રેન સાથે યુદ્ધ ખત્મ કરવા કોઇ પણ શરત વિના તૈયાર ', ટ્રમ્પના શપથગ્રહણ અગાઉ પુતિનનું મોટું નિવેદન
'પતિના વધતા સ્ટેટસના આધારે ભરણપોષણ ના માંગી શકે મહિલા', જાણો સુપ્રીમ કોર્ટે કેમ આવું  કહ્યું?
'પતિના વધતા સ્ટેટસના આધારે ભરણપોષણ ના માંગી શકે મહિલા', જાણો સુપ્રીમ કોર્ટે કેમ આવું કહ્યું?
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
Christmas Gift Ideas 2024: ક્રિસમસ પર ગિફ્ટ આપવા બેસ્ટ રહેશે આ ચાર ગેજેટ્સ, કિંમત 2000 રૂપિયાથી પણ ઓછી
Christmas Gift Ideas 2024: ક્રિસમસ પર ગિફ્ટ આપવા બેસ્ટ રહેશે આ ચાર ગેજેટ્સ, કિંમત 2000 રૂપિયાથી પણ ઓછી
IND W vs WI W: ભારતે ત્રીજી ટી-20માં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને જીતી સીરિઝ, સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ
IND W vs WI W: ભારતે ત્રીજી ટી-20માં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને જીતી સીરિઝ, સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ
Embed widget