શોધખોળ કરો

વલસાડ: એલસીબીને સુરત તરફ જતી કારમાંથી ઝડપી પાડ્યો 250 કિલો ગાંજો, કાર ચાલાક ફરાર

વલસાડ: LCBને મોટી સફળતા મળી છે, બાતમીના આધારે LCBએ 250 કિલો ગાંજો કારમાંથી ઝડપી પાડ્યો છે

વલસાડ: LCBને  મોટી સફળતા મળી છે, બાતમીના આધારે LCBએ  250 કિલો ગાંજો કારમાંથી ઝડપી પાડ્યો  છે. ગાંજાનો જથ્થો એક નવી કારમાં જ મળી આવ્યો હતો.  જે મળીને  કુલ 40 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે. હાલ ઘટનામાં કાર ચાલક ફરાર છે. આ ગાંજો સુરત તરફ જતા હાઇવે પર પકડાયો છે. આ મામલે પોલીસે 40 લાખનો મુદ્દા માલ જપ્ત કરીને તપાસ હાથ ધરી છે.  

Jamnagar: નેવી ઇન્ટેલિજન્સનો સપાટો, જામનગરમાંથી ઝડપી પાડ્યું કરોડો રૂપિયાનું ડ્રગ્સ

જામનગર: રાજ્યમાં ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત છે. છેલ્લા ઘણા સમયથી પોલીસની સક્રીયતાના કારણે મોટી માત્રામાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થઈ રહ્યો છે.

જામનગર: રાજ્યમાં ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત છે. છેલ્લા ઘણા સમયથી પોલીસની સક્રીયતાના કારણે મોટી માત્રામાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થઈ રહ્યો છે. જામનગરમાંથી રૂપિયા  6 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.  નેવી ઇન્ટેલિજન્સ દ્વારા ડ્રગ્સ જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.  મુંબઈથી જામનગર શહેરમાં આવેલા શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. 

જામનગરના શરૂ સેક્શન રોડ પર રાત્રિના સમયે આરોપી નેવી ઇન્ટેલિજન્સની ઝપટે ચડ્યો હતો. જો કે, જામનગર જિલ્લા પોલીસ આ ઓપરેશનથી અજાણ રહી હતી. નેવી ઇન્ટેલિજન્સે દ્રગ્સ માફિયાઓનો રેકેટના પર્દાફાશ કરવામાં આવ્યો છે. જામનગરના શરૂ સેકશન વિસ્તારમાંથી એક શખ્સને કરોડોની કિંમતના 10 કિલો એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. ડ્રગ્સની હેરાફેરીમાં અન્ય 3 શખ્સોની સંડોવણી હોવાનું બહાર આવતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

મુંબઈમાં આ વ્યક્તિના ઘરેથી મળી આવી 227 કરોડની નકલી ચલણી નોટો

સુરત: કામરેજ પોલીસ દ્વારા 25.80 કરોડની નકલી ચલણી નોટો ઝડપવાના મામલે હવે મોટો ખુલાસો થયો છે. આ કડીમાં મુંબઇથી વધુ ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે.  તો બીજી તરફ મુખ્ય ભેજાબાજ વિકાસ જૈન અને તેના 2 સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી છે. જો કે, સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મુંબઇમાં તપાસ દરમિયાન વિકાસ જૈનના ઘર અને ગોડાઉનમાંથી બીજા 227 કરોડની નકલી ચલણી નોટો ઝડપાઇ છે.

227 કરોડ પેકીની 67 કરોડની ચલણી નોટો બંધ થઈ ગયેલી જૂની 1000 અને 500ના દરની નોટ પણ મળી આવી છે. વિકાસ જૈનએ દિલ્હી, ઇન્દોર, રાજકોટ, અમદાવાદ, સુરત અને બેંગ્લોરમાં માણસ રોકી ઓફીસ ખોલી હતી. વિકાસ જૈને 41.50 લાખ કમિશન પેટે તેમજ રાજકોટના વેપારી રવિ પરસાણા પાસે 1.60 કરોડ પડાવ્યા હતા.  મુંબઇમાં 7થી વધુ લોકો ભોગ બન્યા હોવાની પોલીસ પાસે વિગત આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવામાં આવી હતી. આ સમયે અર્જુન મોઢવાડિયાએ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશને લઈને મોટા સંકેત આપી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, બાપુ માટે કોંગ્રેસનો માર્ગ મોકળો છે અને એનો નિર્ણય બાપુ અને હાઈ કમાન્ડ કરશે. શંકરસિંહે કહ્યું કે,  એમને કહીશ કે આ ધંધા બંધ કરે કોઈ થવાનું નથી દીવાલ સાથે માથું પછાડવા જેવી બાબત છે. નાક દબાવી મોં ખોલવાનું હોય તો એ નહીં થાય. સત્યની વાત સાથે છીએ દબાવવાની કોશિશ ના કરો. 6 તારીખે વિપુલ ચૌધરી મામલે મહેસાણા કોર્ટમાં સાક્ષી માટે હાજર થવા સમાન્સ મળ્યું છે. કાયદો કાયદાનું કામ કરે છે. Nddb મામલે મેં અને અર્જુનભાઈએ વિપુલભાઈ માટે ભલામણ કેમ કરેલી એ મામલે અમારે જવાબ આપવા બોલાવ્યો છે. ભલામણ કરવી ગુનો હોય તો અમે કરી છે જે થાય એ કરી લો. એજન્સીઓ મારફતે કિન્નખીરી રાખી ડબલ એન્જીન સરકાર કાર્યવાહી કરે છે. આ છમકલું છે વિપુલ ચૌધરીએ વિસનગરથી લડવાની જાહેરાત કરી અને તેના કારણે સરકારના મંત્રીઓએ મળીને આ કાવતરું કર્યું હોય શકે. 

અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, 6 તારીખે સરકારી વકીલની સૂચનાથી કોર્ટનું સમાન્સ મળ્યું છે . એનો જે જવાબ જરૂર આપીશું પણ સરકારને અને જનતાને જનતા વતી જણાવવાનું છે. સહકારી સંસ્થાઓ છે, બીજેપીના બાપની મિલકત નથી. આપડા વડવાની મહેનત અને પરસેવો છે. વિપુલ ચૌધરીને ફસાવવામાં આવ્યા છે.  દૂધ સાગર ડેરી એશિયા ની સૌથી મોટી ડેરી છે. બીજેપીની કુટિલતા છે અને મલાઈ ખવાની વૃત્તિના કારણે તળિયે આવી ગઈ છે . જે સહકારી આગેવાનો છે તેને શરણે થવાની વૃત્તિ ના કારણે આ થયું છે. કાયદાથી સભાસદોને ચેરમેન નિમવાના અધિકાર છે. બીજેપી બતાવે કે ચેરમેન માટે મેન્ડેટ આપનાર તમે કોણ છો. તપાસ થાય એનો વાંધો નથી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Embed widget