અહીંથી યુવતી ગમે તે રીતે વિજયની ચુંગાલમાંથી છટકીને પોતાના ઘરે આવી હતી અને પોતાના પરીવારજનોને હકીકત જણાવતા તેઓેએ આ બનાવ અંગે ભાલેજ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપતા પોલીસે બળાત્કારનો ભોગ બનેલી યુવતીની ફારીયાદના આધારે વિજય ભોઈ સામે અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધી તેને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
2/6
યુવતી શારીરિક સંબંધ માટે ઇનકાર કરે તો વિજય જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. તેમજ વિજય તેને ડાકોર ખાતે કોઈ વકીલને ત્યાં લઈ ગયો હતો અને ર૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખાયેલા મૈત્રી કરાર પર યુવતીની સહી કરાવી નોટરી કરાર કર્યો હતો.
3/6
યુવતીનો આક્ષેપ છે કે, વિજય તેને બળજબરી પૂર્વક ઢસડીને કારમાં બેસાડી દીધી હતી અને તેણીના મોંઢા પર હાથ મુકી મોંઢુ બંધ કરી દીધુ હતું. એટલું જ નહીં, પરાણે ગેસ્ટ હાઉસના રૂમમાં ગોંધી રાખી હતી અને ૧પ દિવસ સુધી પાશ્વી બળાત્કાર ગુજાર્યો હતો.
4/6
ગત 27મી માર્ચે રાતે ૧ર વાગ્યે વિજય કાર લઈને ઉંટખરી આવ્યો હતો અને યુવતીને ફોન કરી લગ્ન કરવાનું કહીને મળવા બોલાવી હતી. યુવતી વિજયને મળવા આવતાં તે તેને કારમાં બેસાડી ભરુચ રેલવે સ્ટેશન લઈ ગયો હતો અને ત્યાંથી ટ્રેનમાં બેસાડી મહારાષ્ટ્ર લઈ ગયો હતો અને અહીંના કોઈ ગેસ્ટ હાઉસમાં તેને રાખી હતી.
5/6
ઉમરેઠઃ તાલુકાના ઉંટખરી ગામની ૧૯ વર્ષની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી મહારાષ્ટ્રના કોઈ ગેસ્ટ હાઉસમાં લઈ જઈને ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ થતાં ચકચાર મચી ગઈ છે. સાડીના વેપારી સામે પરાણે મૈત્રી કરાર કર્યા હોવાનો પણ યુવતીએ આક્ષેપ લગાવ્યો છે, ત્યારે પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી વેપારીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
6/6
ઉમરેઠમાં પંચવટી વિસ્તારમાં ખૂશ્બુ સાડીની દુકાન ધરાવતો વેપારી વિજય અર્જુન ભોઈ (રહે. ઝાંખલા) અવાર-નવાર પૈસાની ઉઘરાણી માટે ઉંટખરી આવતો હતો. દરમિયાન આ ૧૯ વર્ષીય યુવતી વિજયના પરિચયમાં આવી હતી. પરિચય આગળ વધતાં બંને ફોન પર પણ વાતો કરવા લાગ્યા હતા. ત્યારે વિજયે યુવતી સાથે લગ્ન કરવાની વાત પણ કરી હતી.