શોધખોળ કરો
બોટાદઃ મહિલા સાથેના સંબંધને લઈ મિત્રો વચ્ચે થયો ઝઘડો, પછી શું આવ્યો અંજામ?

1/3

બોટાદઃ શહેરના ગઢડા રોડ પર યુવકની હત્યાના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે મહિલા સાથેના સંબંધમાં મિત્રો દ્વારા જ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. બુધવારે સાંજે આઇટીઆઇમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા માત્રાબાઈ મોરીની તેના જ બે મિત્રોએ છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી.
2/3

ઘાયલ થયેલા માત્રાભાઈને બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી બન્નેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
3/3

આ અંગેની વિગતો એવી છે કે, બોટાદના ઢાંકણીયા રોડ પર પર રહેતા અને બોટાદ આઈટીઆઈમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતાં માત્રાભાઈ ગમારભાઈ મોરી અને તેા જ બે મિત્રો કાનો ઉર્ફે કૃષ્ણપાલ અને ભોલો ઉર્ફે મહેન્દ્ર સાથે મહિલા સાથેના સબંધને લઇ બોલાચાલી થઈ હતી. આ ઝઘડો ઉગ્ર બનતાં કાનો અને ભાલો માત્રાભાઈને છરીના ઘા મારી લોહીલૂહાણ હાલતમાં જ છોડીને ભાગી ગયા હતા.
Published at : 20 Sep 2018 12:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ક્રાઇમ
અમદાવાદ
Advertisement
