શોધખોળ કરો

Mehsana : ગાંધીનગર લીંક રોડ પર 2.5 વર્ષીય બાળકીની હત્યાથી ખળભળાટ, જાણો વિગત

ગાંધીનગર લીંક રોડ ઉપર ગોકુલધામ ફેલટ સામે બાળકીની હત્યા કરી નાંખવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. સાડા ત્રણ વર્ષીય બાળકીની હત્યા કરી નાંખવામાં આવી છે. નજીકમાં ઝુંપડામાં રહેતા મજૂરની દીકરીની હત્યા કરાઈ છે.

મહેસાણા : ગાંધીનગર લીંક રોડ ઉપર ગોકુલધામ ફેલટ સામે બાળકીની હત્યા કરી નાંખવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. સાડા ત્રણ વર્ષીય બાળકીની હત્યા કરી નાંખવામાં આવી છે. નજીકમાં ઝુંપડામાં રહેતા મજૂરની દીકરીની હત્યા કરવામાં આવી છે. રાત્રે 3 વાગે ગુમ થયા બાદ સવારે  મૃતદેહ મળ્યો. ગળે ફાંસો આપી હત્યા કરાઈ હોવાનું એફએસએલનું કહેવું છે. બાળકીના ગળામાં દુપટ્ટો વીંટાયેલો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. 

મહેસાણા પોલીસ એ ડીવીઝન અત્યારે તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, અઢી વર્ષીય બાળકીની લાશ મળી આવી છે. આ બનાવ કઈ રીતે બન્યો છે, તેની તપાસમાં અમારી ટીમ લાગેલી છે. એફએસલના મત મુજબ, ગળે ટૂંપો આપીને બાળકીની હત્યા નીપજાવવામાં આવી છે. હવે એના પાછળનું કારણ શું છે અને શા માટે આ બાળકીની હત્યા કરવામાં આવી છે, તે દિશામાં તપાસ ચાલી રહી છે. તમામ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. 

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં યુવતીને પ્રેમ કરવાનું પરિણામ મોત મળ્યું, ભાઈઓએ જ ગોળી મારીને યુવતીની હત્યા કરી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ઓનર કિલિંગની ઘટના સામે આવી છે જેમાં પ્રેમના દુશ્મન બનેલા ભાઈઓએ પોતાની જ બહેનની હત્યા કરી હતી. પ્રેમી યુગલ પર ચલાવેલી ગોળીઓથી પ્રમિકાનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે પ્રેમી યુવકની હાલત ગંભીર છે અને હાલ તેની સારવાર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ચાલી રહી છે. 

આ ઘટના જલાલાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના કકરાહ ગામની છે. ગામમાં રહેતા 22 વર્ષીય યુવક સનોજને પોતાના પાડોશમાં જ રહેતી યુવતી પ્રીતિ સાથે પ્રેમ થયો હતો. ગત શનિવારે રાત્રે પ્રીતિ પોતાના ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. પ્રીતિ ઘરે ન મળતાં પરિવારને શંકા હતી કે પ્રીતિ પોતાના પ્રેમી સનોજને મળવા ગઈ હશે. ત્યાર બાદ પ્રીતિનો પ્રેમી સનોજ જ્યારે દુકાનથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે જ પ્રીતિના ભાઈ રાજીવ, સુશીલ, મુલાયમ અને નરસિંહે તેને ઘરમાં ખેંચી લીઘો હતો. આ ઘરમાં પ્રીતિ પણ હાજર હતી. 

બંને પ્રેમીઓને સાથે લાવ્યા બાદ પ્રીતિના ભાઈઓએ પોતાના પિતા હાકિમ સાથે મળીને પ્રીતિ અને તેના પ્રેમી સનોજ પર ગોળીઓ ચલાવી હતી. માથામાં ગોળી વાગતાં પ્રીતિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે સનોજના પેટમાં કાન પાસે ગોળી વાગી હતી. ત્યાર બાદ ક્રૂરતાની હદ વટાવતા હોય એ રીતે પ્રીતિના ભાઈઓએ ઈંટ વડે સનોજનું માથું કચડ્યું હતું. આ ફાયરિંગમાં પ્રીતિના પિતા હાકિમને પણ ગોળી વાગી હતી. બંને પ્રેમી-પ્રેમિકાને મૃત સમજીને આરોપીઓ ઘરેથી ફરાર થઈ ગયા હતા. 

ધોળા દિવસે થયેલી આ ઓનર કિલિંગની ઘટનાની સૂચના મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં સનોજની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પ્રીતિની લાશનો કબજો મેળવીને તેનું પોસ્ટમોર્ટ કરવા માટે મોકલવામાં આવી હતી. અત્યાર સુધીમાં પોલીસે બે આરોપીઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી શરુ કરી છે. હાલ ગામમાં તણાવભરી સ્થિતિ હોવાથી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Embed widget