શોધખોળ કરો

Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા, જાણો કોના પર લાગ્યો આરોપ

Chotaudepur: ટ્રાઈફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા કરવામાં આવી છે. પીપલદી ગામે ગોળી મારી હત્યા નિપજાવવામાં આવી છે.

Chotaudepur: ટ્રાઈફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા કરવામાં આવી છે. પીપલદી ગામે ગોળી મારી હત્યા નિપજાવવામાં આવી છે. હત્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગામના જ બે શખ્સો સામે આ હત્યાનો આરોપ છે અને આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

શંકર રાઠવા અને  રેવજી રાઠવા પર હત્યાનો આરોપ

શંકર રાઠવા અને  રેવજી રાઠવા પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સામે આવેલી વિગતો અનુસાર મોટર સાયકલ પર આવીને ફાયરિંગ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.  શંકર રાઠવા નિવૃત્ત આર્મી જવાન છે.  અગાઉ ગ્રામપંચાયતની ચૂંટણીમાં  શંકર રાઠવાની મૃતક સાથે થયેલ ઝગડાની અદાવત રાખી  હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. મૃતક કુલદીપ રાઠવા ટ્રાઈફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના નાના ભાઈનો પુત્ર હતો. આરોપી હાલ ફરાર છે અને મૃતદેહને PM અર્થે કવાંટ હોસ્પિટલમાં ખસેડાયો છે.

ઈન્ચાર્જ એસપીએ આપ્યું નિવેદન

છોટા ઉદેપુરમાં બનેવી બીજેપી નેતાની હત્યાને લઈને ઈન્ચાર્જ એસપીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મુખ્ય આરોપી શંકર રાઠવાની અટકાયત કરવામાં આવી છે. અન્ય ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. શંકર રાઠવા નિવૃત આર્મી જવાન છે. પીપલદી ગામની નજીકના એક ગામમાંથી શંકર રાઠવાની અટકાયત કરવામાં આવી છે. જ્યારે બીજા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

શું કહ્યું રામસિંહ રાઠવાએ?

આ હત્યાના બનાવ અંગે રામસિંહ રાઠવાએ એબિપી સાથે વાત કરતા કહ્યું કે,  હાલ મને ઝઘડા વિશે કોઈ માહિતી નથી. કુલદીપ યુવા મોરચાનો કાર્યકર હતો. કુલદીપને કોઈ સાથે દુશ્મનાવટ હતી કે નહીં તેની મને ખબર નથી. શંકર રાઠવા આર્મીમાંથી ભાગીને આવ્યો છે. શંકર રાઠવાને કોઈપણ ભોગે ચૂંટણી લડવી હતી. પોલીસ રાતથી જ તપાસ કરી રહી છે. આખા બનાવ અંગે માહિતી મેળવવી પડશે.

કોંગ્રેસે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યો

તો બીજી તરફ આ હત્યાની ઘટનાને લઈને કોંગ્રેસે સરકારને આડેહાથ લીધી છે. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે, આ ઘટના ગંભીર અને ચિંતાનો વિષય છે. ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. છાસવારે આવી ઘટનાઓ બનતી રહે છે.

આ પણ વાંચો...

Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Stock Market Crash: સ્ટૉક માર્કેટમાં આજે ભારે ઘટાડો, સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો
Stock Market Crash: સ્ટૉક માર્કેટમાં આજે ભારે ઘટાડો, સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar: નટવરગઢમાં બે જૂથો વચ્ચે મારામારી, એકનું મોત; ત્રણ ઈજાગ્રસ્તHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Stock Market Crash: સ્ટૉક માર્કેટમાં આજે ભારે ઘટાડો, સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો
Stock Market Crash: સ્ટૉક માર્કેટમાં આજે ભારે ઘટાડો, સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Embed widget