શોધખોળ કરો

'મેટ્રન તારા ઈચ્છચી હતી કે હું સિવિલ સર્જન સાથે શારીરિક સંબંધ રાખું, તે મને શારીરિક સંબંધ માટે સતત ત્રાસ આપતાં'

જ્યારે અહીં તારા ગામીતે મને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તે ઈચ્છતી હતી કે હું ડો. દુબેની શારીરિક સંબંધની માગ પૂરી કરું. તે સતત રિલેશન અંગે ત્રાસ આપતા હતા.

નવસારીઃ નવસારી સિવિલ હોસ્પિટલમાં બજાવતી નર્સ મેઘા આચાર્ય (ઉં.વ. 27)ના આપઘાતના કેસમાં પોલીસે પતિ અંકિત ખંભાતિ, સાસુ જયશ્રીબેન ખંભાતી અને ડો. અવિનાશ દુબેની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ડો. દુબે અને બે નર્સ સહિત પતિ અને સાસુ મળી પાંચ સામે જાતીય સતામણી અને શારીરિક-માનસિક ત્રાસ આપવાનો ગુનો દાખલ કરાયો છે. આ કેસમાં પોલીસને છ પાનાની સૂસાઇડ નોટ મળી આવી છે. જેમાં પતિ અને સાસરીવાળા સામે પણ આક્ષેપો કરાયા છે. મેઘાએ સૂસાઇડ નોટમાં આક્ષેપ કર્યો છે કે, જો હું મૃત મળું તો પ્લીઝ મારાં સાસુ અને પતિ પર ઈન્કવાયરી થવી જોઈએ. તેમણે દહેજ માટે મને ત્રાસ આપ્યો છે. મારા પતિએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો છે, જેથી મેં ઘર છોડી દીધું હતું. જ્યારે અહીં તારા ગામીતે મને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તે ઈચ્છતી હતી કે હું ડો. દુબેની શારીરિક સંબંધની માગ પૂરી કરું. તે સતત રિલેશન અંગે ત્રાસ આપતા હતા. જોકે મેં ના કહેતાં મેટ્રન વનિતાએ ડ્યૂટીમાં જ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, હું બહુ દબાણમાં હતી. જો મને કંઈ થાય તો આ તમામ લોકો જવાબદાર છે. મેઘાએ 21 ઓકટોબરની મધરાત્રે પોતાના બેડરૂમમાં આપઘાત કરી લીધો હતો. એ પહેલાં તેણે છ પાનાંની સુસાઈડ નોટ પણ લખી હતી, જેમાં તેણે પોતે કેમ આપઘાત કરી રહી છે એ લખ્યું છે. આ કેસમાં પોલીસે ડો. દૂબે, મેઘાના પતિ અંકિત ખંભાતી અને સાસુની પણ અટકાયત કરી છે. કોરોના ટેસ્ટ પછી તેમની ધરપકડ કરાશે. મેઘાએ સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, તારા ગામીત મેટ્રન દ્વારા મને ઉંમરવાળા સર્જન ડો. અવિનાશ દુબે સાથે ફિઝિકલ રિલેશન માટે મજબૂર કરતાં હતાં. મેં મોઢા પર ના પાડી ત્યારે મને કહ્યું, હવે અમે તારા ગામીત અને વનિતા પટેલ તને કેવી રીતે હેરાન કરીએ છીએ એ જો. મેઘાએ લખ્યું છે કે, બંને મેટ્રન મહિલા હોવા છતાં એક છોકરીની ઈજ્જત વેચવા જરા પણ ખચકાતી નથી. આજે મેઘા...તો કાલે બીજી કોઈ છોકરી. નર્સિંગ પ્રોફેસન તો જીવ બચાવવા માટે છે, આજે કોઈનો જીવ જાણીજોઈને લેવાઈ ચૂક્યો છે. બંનેને વંચાવજો, જેથી જેમના હૃદય નથી તેમનામાં કદાચ કંઈ ફેર પડે. મેઘાએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, રિસ્પેકટેડ મેટ્રન તારા ગામીત અને વનિતા પટેલ. કર્મ કોઈને નથી છોડતું. એ હવે ધ્યાનમાં રાખીને ચાલજો. તેમ છતાં મેં હિંમત રાખી ડ્યૂટી કરતી રહી અને અમુક લોકોનો સાથ લેવાની પણ ટ્રાય કરી, પરંતુ જેમણે મારો સાથ આપવાનો પ્રયત્ન કર્યો તેમને પણ આ લોકોએ હેરાન કર્યા. અંતે, હું એકલી પડી ગઈ. આજે મારે આ નિર્ણય લેવો પડ્યો, કારણ કે હું મારી ઈજ્જત જવા દેવા કરતાં સન્માનપૂર્વક આત્મહત્યા કરવાનું પસંદ કરીશ. મારી અંતિમક્રિયામાં (પતિ ) અંકિત કે એના પરિવારના કોઈપણ સદસ્યને આવવા ન દેતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Embed widget