શોધખોળ કરો

નવસારીમાં ધૂળેટીનો પર્વ બન્યો લોહીયાળઃ બે જૂથ વચ્ચે મારામારીમાં એકનું મોત

શહેરમાં ધૂળેટીનો પર્વ લોહીયાળ બન્યો હતો. નવસારીના ધોળાપીપળા પાસે આવેલ સંદલપોર ગામ બે જૂથો વચ્ચે મોડી રાત્રે અથડામણ થતાં એકનું મોત થયું છે.

નવસારીઃ શહેરમાં ધૂળેટીનો પર્વ લોહીયાળ બન્યો હતો. નવસારીના ધોળાપીપળા પાસે આવેલ સંદલપોર ગામ બે જૂથો વચ્ચે મોડી રાત્રે અથડામણ થતાં એકનું મોત થયું છે.  બપોરના સમયે ક્રિકેટ રમવા બાબતે બોલાચાલી થતાં રાત્રે મામલો વધુ ઉશ્કેરાતા અથડામણ થઈ હતી. ઘટનાની જાણ નવસારી ગ્રામ્ય પોલીસને થતાં ગ્રામ્ય પોલીસના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.  કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારમાં 3-3 હત્યાની ઘટના સામે આવી છે. સુરતમાં એક અને રાજકોટમાં બે યુવકોની હત્યા થઈ છે. રાજકોટમાં ફરી એક વખત તહેવારમાં લોહીયાળ ઘટના બની છે. હોળી પર્વ રક્તરંજીત બન્યું હતું. રાજકોટના ગોકુલધામ આવાસમાં હત્યાની ઘટના બની હતી. પાડોશીએ યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. મોડી રાત્રે હત્યાની ઘટના બની હતી. હત્યા સહિતના કારણો જાણવા માલવીયા નગર પોલીસે તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો પ્રમાણે, આવાસના ક્વાર્ટરમાંથી યુવાનની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકનું નામ રમેશ રાઠોડ હોવાનું અને તેની હત્યા બાજુમાં રહેતા અમિત જેન્તી ચૌહાણે કરી હોવાનું જાણવા મળતા આરોપીને સકંજામાં લીધો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે આપેલી વિગતો પ્રમાણે, મૃતક એકલો જ રહેતો હતો. પાડોશમાં રહેતા આરોપીએ છરી જેવા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રમેશની હત્યા કરી છે. રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ હત્યાથી આવાસમાં ટોળાં એકઠા થઇ ગયા હતા. સકંજામાં આવેલા આરોપી અમિત ચૌહાણની પૂછપરછ કરી હત્યાનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

રાજકોટના ગોંડલમાં હત્યાની ઘટના સામે આવી છે. ગોંડલ- મોવિયા રોડ પર બની યુવાનની હત્યાની ઘટના બની છે. ફુલવાળી ચોકની અંદર યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ પાસેથી લોખંડનો મોટો ટુકડો મળ્યો છે.  જ્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ. ગોવાલક ગણપત નગરમાં 35 વર્ષય ધર્મેન્દ્ર પરિહાર નામના યુવકની હત્યા કરવામાં આવી છે. સોસાયટીમાં જ રહેતા કેટલાક હત્યારાઓએ તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી છે. અંગત અદાવતમાં હત્યા કરાયાનું અનુમાન છે. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ સત્યનારાયણ સોસાયટીની ઘટના. હોળીના દિવસે બપોર ના સમયે ગળે ફાંસો ખાઈને મહિલાએ આપઘાત કર્યો. કાજલબેન ચાવડા નામની મહિલાએ કર્યો આપઘાત. મહિલાની જે સ્થિતિ છે તેના પરથી શંકા ઉદભવી રહી છે. મહિલાની હત્યા કે પછી આત્મહત્યા તે તપાસનો વિષય બન્યો. કાપોદ્રા વિસ્તારમાં મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી. ગળેફાંસો ખાધેલી હાલતમાં મહિલાની લાશ મળી, પરંતુ મહિલાનાના ઘુટણ જમીન સુધી હોવાનું સામે આવ્યું. મહિલાએ આપઘાત કર્યો કે તેની હત્યા થઈ તેની તપાસ શરૂ. કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત નોંધ કરી તપાસ આરંભી. ઘટનાના પગલે સતનારાયણ સોસાયટીમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ લોકો એકઠા થયા.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
Embed widget