Crime News: દારૂના તસ્કરોનો જુગાડ જોઈ તમે પણ માથું ખંજવાળશો, ઉભો રાખો તો LPG સિલિન્ડર, ઉંધો કરો તો દારૂનું ગોડાઉન – જુઓ વીડિયો
Crime News: દારૂની હેરાફેરી કરવા માટે તસ્કરોએ LPG સિલિન્ડરને નીચેથી કાપીને તેમાં દારૂની આખી બોટલો ભરી દીધી હતી. આ નવા ટ્રેન્ડ સાથે એલપીજી સિલિન્ડરમાં દારૂની સપ્લાય કરવામાં આવી રહી છે.
Bihar Crime News: બિહારમાં દારૂબંધી છે, પરંતુ ત્યાં દાણચોરો છે જે આ ગેરકાયદેસર ધંધા માટે એક પછી એક જુગાડ કરી રહ્યા છે. એક તરફ પોલીસ દારૂની ખેપ મારતાં લોકો પર કડકાઈ દાખવી રહી છે તો બીજી તરફ તસ્કરો મન મૂકીને આ ગેરકાયદે ધંધામાં વ્યસ્ત છે. દારૂ લાવનાર તસ્કરોને પોલીસે ક્યારેક ટામેટાંની નીચે તો ક્યારેક બોરીઓમાં પકડી પાડ્યા હોવાનું અનેક વખત બહાર આવ્યું છે. આ વખતે પટનાના LPG સિલિન્ડરના જુગાડનો પર્દાફાશ થયો છે.
તસ્કરની દેશી ટેક્નોલોજી જોઈને તમે પણ માથું ખંજવાળશો. મંગળવારે પટનાના પીરબહોર પોલીસ સ્ટેશનની પોલીસે દારૂના તસ્કરની ધરપકડ કરી છે. તેની પાસેથી 44 લીટર દેશી દારૂ મળી આવ્યો છે. તેણે કોઈને શંકા પણ ન થાય તે માટે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કર્યો હતો. લિકર સ્મગલર ભૂષણ એલપીજી સિલિન્ડરમાં દેશી દારૂ લઈને પટના આવી રહ્યો હતો. જુગાડ એવો હતો કે પહેલી નજરે જોવા પર એલપીજી સિલિન્ડર લાગે પરંતુ નીચેથી ખોલીને જોતાં તેમાં દારૂની બોટલો મળી હતી.
આ રીતે ખૂલી પોલ
પટનામાં ગેસ સિલિન્ડરમાં દારૂની દાણચોરીના ઈનપુટ ઘણા દિવસોથી મળી રહ્યા હતા. પીરબહોર પોલીસ સ્ટેશનની પોલીસ સક્રિય બની હતી અને દારૂની હેરાફેરી કરનારાઓને શોધી કાઢવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ વિસ્તારમાં કદમ ઘાટથી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે એલપીજી સિલિન્ડરમાં દારૂનો જથ્થો ઝડપ્યો હતો. દારૂની હેરાફેરી કરવા માટે તસ્કરોએ LPG સિલિન્ડરને નીચેથી કાપીને તેમાં દારૂની આખી બોટલો ભરી દીધી હતી. આ નવા ટ્રેન્ડ સાથે એલપીજી સિલિન્ડરમાં દારૂની સપ્લાય કરવામાં આવી રહી છે.
तेरे जुगाड़ का जवाब नहीं! वीडियो में देखिए पटना के पीरबहोर थाना पुलिस ने सिलेंडर में छिपाकर लाई जा रही देसी शराब बरामद की. तस्करों का दिमाग देखकर आपका सिर चकरा जाएगा... फिलहाल बिहारी स्टाइल वाले जुगाङ तकनीक को सलाम कीजिए.खबर Edited by अजीत कुमार pic.twitter.com/ppA96wsk8W
— Prakash Kumar (@kumarprakash4u) April 13, 2022
પોલીસને ગુપ્ત માહિતી મળી હતી
ધરપકડ કરાયેલો આરોપી ભૂષણ કુમાર સોનપુરનો રહેવાસી છે. પોલીસ તે કેટલા દિવસથી આ કામ કરતો હતો અને કોણ કોણ તેમાં સંડોવાયેલું છે તેની પૂછપરછ કરી રહી છે. પીરહબોર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સબીહ-ઉલ-હકે જણાવ્યું કે પોલીસને કદમ ઘાટ પર દારૂની દાણચોરીની માહિતી મળી હતી. દરમિયાન સોનપુરથી આવેલી બોટમાંથી એક શંકાસ્પદ વ્યક્તિ કદમ ઘાટ પર ઉતર્યો હતો.
તેણે બોરીમાં ગેસ સિલિન્ડર રાખ્યો હતો. પોલીસે જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડર ચેક કર્યું તો ચોંકી ઉઠી હતી. સિલિન્ડરના પાછળના ભાગમાં ઢાંકણ સાથે દારૂની બોટલો હતી. જેમાં અલગ-અલગ કમ્પાર્ટમેન્ટમાં કુલ 44 લીટર દારૂનો જથ્થો હતો.
Bihar: One held with liquor kept in LPG cylinder in Patna
— ANI Digital (@ani_digital) April 13, 2022
Read @ANI Story | https://t.co/tJxK1m1hII#Bihar #Biharliquorban #liquorsmuggling pic.twitter.com/MDImnJ8F8z