Crime News: ખેડામાં ખેતરમાં ઘાસચારો લેવા ગયેલી સગીરા પર બળાત્કાર ગુજારવામાં આવતા ચકચાર
Crime News: ખેડાના નડિયાદ તાલુકામાં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ છે. નાનાવગા ગામમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.
Crime News: ખેડાના નડિયાદ તાલુકામાં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ છે. નાનાવગા ગામમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સગીરા ખેતરમાં ઘાસચારો લેવા ગઈ હતી ત્યારે તેમની સાથે બળજબરી કરવામાં આવી હતી.
ભુરાભાઈ ભોજાણી નામનો શખ્સ સગીરાને લલચાવી ફોસલાવી લઈ ગયો અને બાદમાં હવસનો શિકાર બનાવી. સગીરાની મરજી વિરુદ્ધ બળાત્કાર કરતા નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ છે. સગીરા પર દુષ્કર્મની ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા કરવાની માગ કરવામાં આવી છે.
મોં બંધ રાખવા માટે પીડિતાના પિતાને આપી રૂપિયાની ઓફર
આણંદ બાદ સાબરકાંઠામાં પણ ગુરૂ સમાન શિક્ષકની ગરિમાનને લાંછન લાગડતી ઘટના બની છે. અહીં સાબરકાંઠના પોશીનાની શાળાના શિક્ષકે માસૂમ દીકરી સાથે અડપલા કરતા સમગ્ર શાળામાં ચકચાર મચી ગઇ હતી. શિક્ષક વિરૂદ્ધ પગલા લેવાતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ સમગ્ર ઘટના સાબરકાંઠાના પોશીનાની સાધુફળો પ્રાથમિક શાળાની છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો સાબરકાંઠાના પોશીનાની પ્રાથમિક શાળામાં ચોકીદારની દીકરી સાથે શિક્ષકે અડપલા કર્યાં હતા. આ સમયે દીકરીએ બૂમાબૂમ કરતા શિક્ષક નાસી ગયો હતો. આ સમયે તેમના પિતા શાળાના ફર્સ્ટ ફ્લોરમાં સફાઇ કરતા હતા. ઘટનાને લઇને ગ્રામજનો પણ એકઠા થયા હતા, શિક્ષક વિરૂદ્ધ પોશીના પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાઇ છે. શિક્ષક વિરૂદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં પણ શિક્ષકની કરતૂતનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, વડોદરાના પાદરા તાલુકાના અભોર પ્રાથમિક શાળાના મહેન્દ્ર જાદવ નામના શિક્ષકની કરતૂતથી ગ્રામજનો રોષે ભરાયા હતા. શિક્ષક મહેન્દ્ર જાદવ પર લોકોએ આરોપ લગાવ્યો હતો કે મહેન્દ્ર જાદવે ત્રણ વિદ્યાર્થીઓને અશ્લિલ વીડિયો અને ફોટા બતાવ્યા હતા.
આ વાતની જાણ વિદ્યાર્થીનીઓએ તેમના ઘરે કરતા લોકો રોષે ભરાયા હતા અને હોબાળો મચાવીને ગ્રામજનોએ શિક્ષકને પકડીને પોલીસને સોંપ્યો હતો. ગામના લોકોએ જણાવ્યું હતું કે શિક્ષક મહેન્દ્ર દારૂ પીને સ્કૂલમાં આવે છે. શાળાના શૌચાલયમાંથી પણ દારૂની ખાલી કોથળીઓ મળી આવી હતી. મોટી સંખ્યામાં ગામના લોકો વડુ પોલીસ સ્ટેશન એકઠા થયા હતા અને શિક્ષક મહેન્દ્ર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી.
શિક્ષકની કરતૂતનો પર્દાફાશ કરતા એક ગ્રામજને જણાવ્યું હતું કે ‘મહેન્દ્ર જાદવ નામનો પ્રાથમિક શાળાનો શિક્ષક ત્રણ વિદ્યાર્થીનીઓને શૌચાલયમાં લઇ ગયો હતો અને અશ્લિલ ફોટા અને વીડિયો બતાવ્યા હતા. એટલુ જ નહી શિક્ષકે છોકરીઓને કહ્યું હતું કે હું તમને જેમ શીખવાડું એમ તમારે કરવાનુ એટલે બપોરે બે વાગ્યે હું બોલાવું તો તમે આવજો, હું તમને બધુ શીખવાડીશ’ તાજેતરમાં જ સુત્રાપાડાના પ્રાચી ગામે ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી યુવતીને શાળાના જ એક કર્મચારીએ તેની સાથે સેલ્ફી પાડી તેના ફિયાન્સને બતાવવા તેમજ વાયરલ કરવાની ધમકી આપી લગ્ન પોતાની સાથે કરવા મજબૂર કરતો હોવાની ફરિયાદ થઇ હતી.