Rajkot : લગ્નના ચાર મહિનામાં જ શું બન્યું કે યુવકે કરી નાંખી પત્નીની હત્યા? પરિવારના સભ્યે શું કર્યો ધડાકો?
બે મહિનાથી બંને વચ્ચે કંકાસ હતો. બીજું કંઇ અમને ખબર નથી. આ 26 તારીખે તેમના લગ્નને ચાર મહિના થશે. તેમણે ચાર દીકરા હોવાનું તેમજ પતિનું નિધન થયું હોવાનું જણાવ્યું હતું.
Rajkot : અડધી રાતે પત્ની સાથે પત્ની સાથે તકરાર થયા પછી પતિએ પત્નીનું ઢીમ ઢાળી દેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટ જિલ્લાના જસદણમાં પતિ પત્નિની વચ્ચે બોલાચાલીમાં પત્નિની હત્યા કરી નાંખી છે. રાત્રે 3 વાગે પતિ પત્નિ બન્ને વચ્ચેના ઝઘડામાં પત્નીનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ પતિ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.
આ અંગે મૃતકના સાસુ યાસ્મીનબેને જણાવ્યું હતું કે, બે મહિનાથી બંને વચ્ચે કંકાસ હતો. બીજું કંઇ અમને ખબર નથી. આ 26 તારીખે તેમના લગ્નને ચાર મહિના થશે. તેમણે ચાર દીકરા હોવાનું તેમજ પતિનું નિધન થયું હોવાનું જણાવ્યું હતું. તેઓ રસોડાના કામ કરતાં હોવાનું પણ જણાવ્યું હતું. જોકે, પુત્રે પુત્રવધૂની હત્યા કેમ કરી નાંખી તે અંગે કંઇ પણ જાણ હોવાનો ઇનકાર કરી દીધો હતો.
મૃતકનું નામ આસિયાના મહમદશા પઠાણ છે. જ્યારે હત્યારા પતિનું નામ મહમદસા બચુસા પઠાણ છે. જસદણ પોલિસે મૃતકને પીએમ માટે જસદણ સરકારી હોસ્પિટલે લઇ જવાયા છે. પોલીસ હત્યાના ગુન્હો નોંધી આરોપી પતિને અટક કરી કાયદેસર કાર્યવાહી કરી. જોકે, પતિએ સામાન્ય ઝઘડામાં પત્નીની હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવી શકે છે.
Rajkot : આગથી જીવ બચાવતાં ફાયર સેફ્ટીના બાટલાએ લીધો એકનો જીવ, કેવી રીતે બની દુર્ઘટના?
રાજકોટ: આજે શહેરમાં અજબ ગજબ ઘટના બની ગઈ. જે ફાયર સેફટીના બાટલાથી લોકોનો જીવ બચતો હોય છે તે બાટલાએ આજે એક વ્યક્તિનો જીવ લઈ લીધો. રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા GSPCની બાજુમાં આવેલી ફાયર સેફટીની શિવ ફાયર સેફટીમાં બાટલો અચાનક ફાટ્યો હતો. બનાવમાં મેનેજર મહેશભાઈ સિધ્ધપુરાનું મોત નીપજ્યું હતું.
બનાવ બનતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘાયલ મહિલાઓ સદનસીબે બચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આગ લાગે ત્યારે બુજાવવા માટે ઉપયોગમાં આવતા હોય છે. નાસભાગ મચી ગઇ હતી. ફાયર સેફટીના બાટલાએ જ એક વ્યક્તિનો ભોગ લેતા રાજકોટમાં ચકચાર મચી ગઇ હતી. મૃતક મહેશભાઈ સિદ્ધપુરા ઓફિસમાં મેનેજર તરીકે કામ કરતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.
CO2નો બાટલો હેરફેર કરતા સમયે થયો બ્લાસ્ટ થયો હતો. CO2ના બાટલા રિફિલ કરવા શાપર વેરાવળ મોકલવામાં આવે છે. દુકાનમાં રિફીલિંગ માટે આવ્યો હતો. દુકાનમાં ત્રણ લોકો ઉપસ્થિત હતા. ફેક્ચર થતા મહેશભાઈ અમૃતલાલ સિદ્ધપુરાનું મોત નીપજ્યું છે. આ મામલે ફાયર બ્રિગેડ અને ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે. રહેણાંક વિસ્તારમાં ફાયરનો બાટલા રિફીલિંગ કરવામાં આવતા તંત્ર સામે પણ સવાલો ઉઠ્યા છે. પ્રત્યક્ષ દર્શીએ ઘટના વિશે વાત કરી હતી.