Crime News: રાજકોટના બિઝનેસમેને દુબઈમાં મળેલી સુરતની યુવતીને બનાવી દીધા પાર્ટનર, પછી ફાઈવ સ્ટાર હોટલમાં લઈ માણ્યું શરીર સુખ ને........
રાજકોટના એક બિઝનેસમેન કામકાજ અર્થે દુબઈ ગયા ત્યારે તેમને સુરતની યુવતી મળી હતી. જે બાદ બંને મિત્રો બન્યા હતા અને બિઝનેસમેને યુવતીને પાર્ટનર બનાવીને અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું.
ગુજરાતીઓ વેપાર ધંધા અર્થે દેશ-વિદેશમાં ફરતા હોય છે. આ દરમિયાન ક્યારેક તેમને સામેનું પાત્ર ગુજરાતી મળી જાય તો ઘણી વખત દિલ પણ દઇ બેસતા હોય છે. રાજકોટના એક બિઝનેસમેન કામકાજ અર્થે દુબઈ ગયા ત્યારે તેમને સુરતની યુવતી મળી હતી. જે બાદ બંને મિત્રો બન્યા હતા અને બિઝનેસમેને યુવતીને પાર્ટનર બનાવીને અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું.
શું છે મામલો
સુરતમાં રહેતી 36 વર્ષીય મહિલા 2008માં નોકરી માટે દુબઈ ગઈ હતી. તે સમયે દુબઈ એક્સપોમાં રાજકોટના બિઝનેસમેન સાથે મુલાકાત થઈ હતી. જે બાદ યુવકે તેને મોહજાળમાં ફસાવીને કંપનીમાં ભાગીજાર બનાવી હતી. આ દરમિયાન કોઈ કામ અર્થે બહાર જવાનું થાય તો બંને સાથે જતા હતા. આ સમયગાળા દરમિયાને તેણે અમદાવાદની જાણીતી હોટલમાં યુવતી પર અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું.
લગ્નની લાલચ આપતો ને...
બિઝનેસમેન યુવતીને લગ્નની લાલચ આપીને વાસના સંતોષતો હતો. પરંતુ કોરાનાકાળ દરમિયાન બિઝનેસમેને મહિલા પાર્ટનરને અંધારામાં રાખી બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. આ અંગે યુવતીને ખબર પડતાં તેણે પોલીસ ફરિયાદ કરી છે.
વૃધ્ધ પોતાનાથી 42 વર્ષ નાની માનસિક વિકલાંગ યુવતીને ફરવા લઈ ગયા ને પરાણે માણ્યું શરીર સુખ, જાણો પછી શું થયું ?
આણંદઃ આણંદ જિલ્લાના ઉમરેઠમાં બનેલી એક આઘાતજનક ઘટનામાં એક વૃધ્ધે 20 વર્ષની યુવતીન હવસનો શિકાર બનાવીને બળાત્કાર ગુજાર્યો હતો. આઘાતજનક નાત એ છે કે, વૃધ્ધે અસ્થિર મગજની યુવતી પર દુષ્કર્મ ગુજારીને હવસનો શિકાર બનાવી હતી. મુકેશ પટેલ નામના 62 વર્ષીય વૃધ્ધે પોતાનાથી 42 વર્ષ નાની યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.
પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે આ ઘટનામાં ભોગ બનેલી યુવતી જન્મથી માનસિક રીતે વિકલાંગ છે. આ માનસિક રીતે વિકલાંગ 20 વર્ષીય યુવતી પર ઉમરેઠના વૃધ્ધ મુકેશ પટેલે બળાત્કાર ગુજાર્યો હતો. ભોગ બનનાર યુવતી છેલ્લા બે વર્ષથી મુકેશ પટેલના ઘરે ઘરકામ કરતી હતી.
મુકેશ પટેલ 21 જાન્યુઆરીએ યુવતીને ફોસલાવી એકાંત વિસ્તારમાં લઈ ગયા હતા અને તેની સાથે બળજબરીથી શરીર લસુખ માણીને બળાત્કાર ગુજાર્યો હતો. મુકેશ પટેલ નામના 62 વર્ષીય વૃધ્ધના કુકર્મ અંગે યુવતીએ પરિવારને જાણ કરતા પરિવારે ફરિયાદ નોંધાવ હતી. પોતાના જ ઘરે કામ કરતી યુવતીને હવસનો શિકાર બનાવનારા મુકેશ પટેલની પોલીસે ધરપકડ કરી છે.