Rajkot : આગથી જીવ બચાવતાં ફાયર સેફ્ટીના બાટલાએ લીધો એકનો જીવ, કેવી રીતે બની દુર્ઘટના?
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા GSPCની બાજુમાં આવેલી ફાયર સેફટીની શિવ ફાયર સેફટીમાં બાટલો અચાનક ફાટ્યો હતો. બનાવમાં મેનેજર મહેશભાઈ સિધ્ધપુરાનું મોત નીપજ્યું હતું.
રાજકોટ: આજે શહેરમાં અજબ ગજબ ઘટના બની ગઈ. જે ફાયર સેફટીના બાટલાથી લોકોનો જીવ બચતો હોય છે તે બાટલાએ આજે એક વ્યક્તિનો જીવ લઈ લીધો. રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા GSPCની બાજુમાં આવેલી ફાયર સેફટીની શિવ ફાયર સેફટીમાં બાટલો અચાનક ફાટ્યો હતો. બનાવમાં મેનેજર મહેશભાઈ સિધ્ધપુરાનું મોત નીપજ્યું હતું.
બનાવ બનતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘાયલ મહિલાઓ સદનસીબે બચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આગ લાગે ત્યારે બુજાવવા માટે ઉપયોગમાં આવતા હોય છે. નાસભાગ મચી ગઇ હતી. ફાયર સેફટીના બાટલાએ જ એક વ્યક્તિનો ભોગ લેતા રાજકોટમાં ચકચાર મચી ગઇ હતી. મૃતક મહેશભાઈ સિદ્ધપુરા ઓફિસમાં મેનેજર તરીકે કામ કરતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.
CO2નો બાટલો હેરફેર કરતા સમયે થયો બ્લાસ્ટ થયો હતો. CO2ના બાટલા રિફિલ કરવા શાપર વેરાવળ મોકલવામાં આવે છે. દુકાનમાં રિફીલિંગ માટે આવ્યો હતો. દુકાનમાં ત્રણ લોકો ઉપસ્થિત હતા. ફેક્ચર થતા મહેશભાઈ અમૃતલાલ સિદ્ધપુરાનું મોત નીપજ્યું છે. આ મામલે ફાયર બ્રિગેડ અને ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે. રહેણાંક વિસ્તારમાં ફાયરનો બાટલા રિફીલિંગ કરવામાં આવતા તંત્ર સામે પણ સવાલો ઉઠ્યા છે. પ્રત્યક્ષ દર્શીએ ઘટના વિશે વાત કરી હતી.
Junagadh : સેંદરડા ગામે પોલીસકર્મીના માતા-પિતની હત્યાથી ચકચાર, શું છે કારણ?
જૂનાગઢ : વંથલીના સેદંરડા ગામે ડબલ મર્ડરની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પેલીસકર્મીના માતા-પિતાની હત્યા કરવામાં આવી છે. લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી. સેંદરડા વાડી વિસ્તારમાં ઘટના બની હતી. તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કર્યાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.
Kutch : ભચાઉના ખારોઇ ગામે ફાયરિંગની ઘટનાથી ખળભળાટ
કચ્છઃ પૂર્વ કચ્છ ભચાઉમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ભચાઉના ખારોઈ ગામમાં દેસી તમંચાના ચાર રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા. ચાર રાઉન્ડ ફાયરિંગમાં એક યુવક ઘાયલ થયો છે. ભચાઉ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ગાયક યુવાનને ગાંધીધામ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અંગત અદાવતમાં ફાયરિંગ થયું છે. પહેલા ભચાઉ હોસ્પિટલ લઈ ગયા હતા. બાદમાં ગાંધીધામ હોસ્પિટલ લઈ ગયા.