સાવકા પિતાએ 5 વર્ષના પુત્ર સાથે કર્યુ આમ, ઘટના જાણીને તમારા રૂંવાડા થઈ જશે ઉભા
સાવકા પિતા તેના સંતાનો સાથે ઓરમાયું વર્તન કરતા હોય છે અને બાળકોને સાથે રહેવાનું તો ઠીક વાત પણ નથી કરતા હોતા. સોશિયલ મીડિયા પર એક મહિલાએ તેના પુત્રની જિદંગી સાથે જોડાયેલી સ્ટોરી શેર કરી છે.
કોઈપણ બાળકની જિંદગીમાં પિતાનો રોલ મહત્વપૂર્ણ હોય છે. જે બાળકોને ઘણી મહત્વની ચીજો શીખવે છે. એક પિતા તેના બાળકને વિશ્વની તમામ પરેશાનીઓથી બચાવીને રાખે છે. પરંતુ ક્યારેક આનાથી ઉલટું પણ જોવા મળતું હોય છે. સાવકા પિતા તેના સંતાનો સાથે ઓરમાયું વર્તન કરતા હોય છે અને બાળકોને સાથે રહેવાનું તો ઠીક વાત પણ નથી કરતા હોતા. સોશિયલ મીડિયા પર એક મહિલાએ તેના પુત્રની જિદંગી સાથે જોડાયેલી સ્ટોરી શેર કરી છે.
મહિલાએ તેના પાંચ વર્ષના પુત્રને બાપનો પ્રેમ મળે એટલે બીજા લગ્ન કર્યા હતા. જે તેની જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થઈ હતી. કારણકે સાવકા પિતા બાળક પર અત્યાચાર ગુજારતા હતા, જેના કારણે તેની જિંદગી નરક બની ગઈ હતી. એક દિવસ મહિલાએ તેના બાળક પર થઈ રહેલા અત્યાચારનો જોઈ પતિની હેવાનિયતનો એક વીડિયા બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો. જે બાદ હોલ પોલીસ આ વ્યક્તિને શોધી રહી છે. આ ઘટના મલેશિયાની શાહઆલમની છે.
સોશિયલ મીડિયા પર panglima perang rimanunaga નામની મહિલાએ આ પેજ પર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં 30 વર્ષીય ટ્રક ડ્રાઇવર તેના સાવકા પુત્રને નિર્દયતાથી ફટકારતો જોવા મળે છે. બાળક ડરનો માર્યો ચીસો પાડીને બાપને માફ કરવા જણાવતો હતો. વીડિયોમાં જોવા મળે છે તેમ સાવકા બાપે તેનો નાજુક હાથ પણ મરડ્યો હતો. જે બાદ મહિલા તેના બાળકને બચાવવા વચ્ચે આવે છે પરંતુ તેમ છતાં શેતાન પિતા અટકવાનું નામ નથી લેતો.
મહિલાએ તેના પતિની હરકતો કેમેરમાં કેદ કરવા માટે બેડરૂમમાં મોબાઇલ છૂપાવીને રાખ્યો હતો. મહિલાએ કહ્યું કે, તેણે ક્યારેય વિચાર્યુ નહોતું કે બીજા લગ્ન બાદ તેના પુત્ર સાથે આવું વર્તન કરાશે. આ બે મિનિટનો વીડિયો જોઈ તમારા રૂંવાડા ઉભા થઈ જશે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પણ આ શેતાન પિતાને શોધી રહી છે. આ ઘટના 25 ફેબ્રુઆરીની જણાવવામાં આવી રહી છે. મહિલાએ જાન્યુઆરી મહિનામાં જ લગ્ન કર્યા હતા, પરંતુ એક જ મહિનામાં પતિએ તેના સાવકા પુત્રની આવી હાલત કરી હતી.