શોધખોળ કરો

ગુજરાતના આ શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, બે કોમ વચ્ચે પથ્થરમારો, પોલીસના ધાડેધાડા ઉતર્યા

આ શહેરમાં રાત્રિ દરમ્યાન ભારે પથ્થરમારો થતા વાતાવરણ તંગ બન્યું હતું. શહેરના બ્રાહ્મણવાળા વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો.સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે 50 જેટલા ટિયરગેસ છોડ્યા હતા.

આણંદ: બોરસદ શહેરમાં રાત્રિ દરમ્યાન ભારે પથ્થરમારો થતા વાતાવરણ તંગ બન્યું હતું. શહેરના બ્રાહ્મણવાળા વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો. સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે 50 જેટલા ટિયરગેસ છોડ્યા હતા. આ ઉપરાંત 30 જેટલી રબર બુલેટનું ફાયરિંગ પણ કર્યું હતું. આ પથ્થરમારામાં 4 વ્યક્તિને ઇજા પહોંચી છે, જેમાં એક પોલીસ કર્મી પણ સામેલ છે. એક વ્યક્તિને પેટમાં છરી વાગતા ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત પોલીસને બરોડા સારવાર માટે ખસેડાયો છે.

રાત્રે 1 વાગ્યાના અરસામાં શરૂ થયેલ પથ્થરમારો 2 કલાક સુધી ચાલ્યો હતો. હનુમાન મંદિર પાસે સ્થાનિક નાગરિક પર ચપ્પાથી હુમલો થયા બાદ વિવાદ વધ્યો હતો અને મામલો પથ્થરમારા સુધી પહોંચી ગયો હતો. મામલાએ ગભીર સ્વરૂપ ધારણ કરતા પોલીસના ધાડેધાડા ઉતર્યા હતા. Sp, dysp સહિત સ્થાનિક પોલીસની ટુકડીઓ બોરસદમાં પહોંચી ગઈ હતી. ઓળખ ન થયા તે માટે શહેરના દેરાસર પાસે લગાવેલ CCTVને પણ તોફાની ટોળાએ નુકશાન પહોંચાડ્યું હતું. પરિસ્થિતિ વધુ ન વણશે તે માટે એસઆરપીની બે કંપનીને બંદોબસ્તમાં ડિપ્લોય કરવામાં આવી છે. જો કે, મળતી માહિતી પ્રમાણે રાત્રિ દરમ્યાન થયેલ પથ્થરમારો પૂર્વ આયોજિત હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલમાં બોરસદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. હાલમાં 14 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે.

મુર્શિદાબાદના રેજિનગરમાં તણાવ, પ્રદર્શનકારીઓ પથ્થરમારો કર્યો, પોલીસે ટીયર ગેસ છોડ્યા

Fresh Violcence in Murshidabad: પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદના રેજિનગર (Murshidabad Violcence)માં તે સમયે તણાવ ફેલાઇ ગયો, જ્યારે પોલીસે પેગમ્બર મોહમ્મદ (Prophet Muhammad Remarks Protest)ના મુદ્દા પર વિરોધ રેલીનુ આયોજન કરી રહેલી ભીડને હટાવવા માટે કોશિશ કરી. સ્થિતિ ત્યારે વધુ ખરાબ થઇ ગઇ, જ્યારે પોલીસે ટીયર ગેસ છોડ્યા, જવાબમાં પ્રદર્શનકારીઓએ પોલીસ દળ પર પથ્થરમારો કર્યો હતો. કથિત રીતે પોલીસ પર બમ પણ ફેંકવામાં આવ્યા.

રાષ્ટ્રીય રાજમાર્ગ 34 પર અત્યાર સુધી બેલડાંગાથી રેજિનગરની વચ્ચે ટ્રાફિક એકદમ જામ કરી દેવામાં આવ્યો છે.વળી બીજીબાજુ બંગાળના રાજ્યપાલે શાંતિ જાળવી રાખવીનો સંદેશ આપ્યો છે, અને રાજ્ય પ્રશાસનથી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનુ કહ્યું છે. પશ્ચિમ બંગાળ સરકારે શનિવારે હાવડા હિંસા બાદ ભ્રામક માહિતા પ્રસારને રોકવા માટે મુર્શિદાબાદ જિલ્લાના કેટલાક ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓને 14 જૂન સુધી ઠપ્પ કરી દીધી છે. જ્યાં પહેલાથી આ પ્રકારની પાબંદીઓ લાગુ છે.

એક આદેશમાં કહેવામાં આવ્યુ છે કે, બેલડાંગા પોલીસ સ્ટેશન વિસ્તારના બેલડાંગા 1 બ્લૉક અને રજીનગર અને શક્તિપુર પોલીસ સ્ટેશન વિસ્તારને કવર કરનારા બેલડાંગા 2 બ્લૉકમાં ઇન્ટરનેટ સેવાઓ 14 જૂને સવારે છ વાગ્યા સુધી ઠપ્પ કરી દેવામાં આવી છે. આખા હાવડા જિલ્લામાં 13 જૂન સુધી ઇન્ટરનેટ સેવાઓને સસ્પેડ કરી દેવામાં આવી છે, અને 15 જૂન સુધી ઉલુબેરિયા, ડોમજૂર અને પંચલા જેવા કેટલાય વિસ્તારોમાં દંડ પ્રક્રિયા સંહિતા (સીઆરપીસી)ની કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget