Surat: કોન્ટ્રાક્ટરની તીક્ષ્ણ હથિયારથી હત્યા, લાશ પાસેથી 5 કોન્ડોમ, તૂટેલી બંગડી ઉપરાંત બીજું શું શું મળ્યું ?
કોન્ટ્રાક્ટરનું કામ કરતા આધેડની હત્યા કરી નાંખવામાં આવી છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. કીમ પોલીસ તેમજ અન્ય પોલીસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી છે.
સુરતઃ ઓલપાડ તાલુકાના કુડસદ ગામે આધેડની મોડી રાતે હત્યાની ઘટના બની હતી. મકાન બનાવવાના કોન્ટ્રાક્ટરનું કામ કરતા આધેડની હત્યા કરી નાંખવામાં આવી છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. કીમ પોલીસ તેમજ અન્ય પોલીસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી છે.
વહેલી સવારે દરવાજો નહિ ખોલતા હત્યા થઈ હોવાનું જણાયું. ઘરમાં જ આધેડની અજાણ્યા ઈસમોએ હત્યા કરી નાંખી છે. ઘટના સ્થળ પરથી 5 જેટલા નિરોધ, તૂટેલી બંગડીઓ તેમજ ચાકુ અને સ્ક્રુ ડ્રાયવર પણ મળી આવ્યા છે.
ગીર સોમનાથઃ વેરાવળ ના ઇણાજ ગામે લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. 70 વર્ષીય વૃદ્ધાની ક્રૂર હત્યા કરાઈ છે. વૃદ્ધાએ કાનમાં પહેરેલ સોનાના વેઢલાની લૂંટ ચલાવવામાં આવી છે. હત્યારાઓ લૂંટ ચલાવી નાસી છૂટ્યા છે. ગત રાત્રીના ઘટના બની હતી. લૂંટ ચલાવી ઘરમાં જ રહેલી હથોડીના માથાના ભાગે ઘા મારી ક્રૂર હત્યા કરવામાં આવી.
મૂળ લાટી ગામના કડવીબેન પરબતભાઈ બારડ (ઉ.વ. 70)ની નિર્મમ હત્યા કરવામાં આવી છે. છેલ્લા દસેક વર્ષથી ઇણાજ ગામે એકલા રહેતા હતા. મૃતક વૃદ્ધા એકલવાયું જીવન ગાળતા હતા. વૃદ્ધાને સાત દીકરી છે. એક દીકરો જે લોઢવા ઘરજમાઈ તરીકે રહે છે. ગઈ કાલે બપોર પછી ઘરમાં હતા. એલ.સી.બી. સહિત પ્રભાસ પાટણ પોલીસ બનાવ સ્થળે પહોંચી છે. મૃતક વૃદ્ધા ના મૃતદેહ ને પી.એમ અર્થે ખસેડાયો છે. ઘટના ના પગલે ચકચાર મચી ગઈ છે. હત્યારાઓને શોધવા પોલીસની કવાયત.
વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના આસલોના ગામે યુવકની જાહેરમાં જ પંચ સામે હત્યા થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. યુવક તેની પ્રેમિકા સાથે લિવ-ઇનમાં રહેતો હતો. જોકે, બંને વચ્ચે તકરાર થતાં આ મુદ્દો સમાજના પંચમાં પહોંચ્યો હતો. આ સમયે યુવતીના પરિવારે યુવકને ઢોર માર માર્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, લગ્ન પહેલા લીવ ઇન રિલેશનમાં રહેતા યુવક યુવતી વચ્ચે કંકાસ થતાં સમાધાન માટે બેસેલા સમાજના પંચમાં જ બબાલ થઈ હતી. યુવતીના પરિવારજનોએ યુવકને પંચની સામે જ ઢોર માર માર્યો હતો. આ પછી યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. કપરાડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. યુવતીના 7 પરિવારજનોની પોલીસે ધરપકડ કરી છે.