સુરતમાં જંગલરાજઃ યુવકે એકતરફી પ્રેમમાં છોકરીને રસ્તા વચ્ચે રોકીને ગળું કાપીને કરી નાંખી હત્યા, લોકો તમાશો જોતાં રહ્યાં.....
ગઈ કાલે કામરેજના પાસોદરા પાટિયા પાસે યુવતીની યુવકે જાહેરમાં જ ગળું કાપીને હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
સુરતઃ ગઈ કાલે કામરેજના પાસોદરા પાટિયા પાસે યુવતીની યુવકે જાહેરમાં જ ગળું કાપીને હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના પછી આજે કામરેજના પૂર્વ ધારાસભ્ય પહોંચ્યા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. પરિવારજનોને વીડિયો કોલ પર રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરાવી. હર્ષ સંઘવીએ પૂરતો ન્યાય અપાવવાની હૈયા ધરપત આપી હતી. જરૂર પડે તો સીધા કોલ કોલ કરવા પરિવારજનોને કહ્યું હતું.
આ અંગેની વિગતો એવી છે કે, પાસોદરા પાટિયા પાસે માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જ ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. યુવક છેલ્લા કેટલાક દિવસથી યુવતીનો પીછો કરતો હતો. આ અંગે યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ અપાયો હતો. ગઈ કાલે યુવકે યુવતીના ઘર બહાર પહોંચી હંગામો મચાવ્યો હતો.
યુવતીની હત્યાના દિવસે પણ મોટા પપ્પાએ ફરી ઠપકો આપતા યુવકે ચપ્પુથી હુમલો કર્યો હતો. આ જ સમયે યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી બધાની નજર સામે જ ચપ્પુથી ગળું કાપી હત્યા કરી હતી. યુવતીનો ભાઈ છોડાવા જતા યુવતીના ગળા પર ચપ્પુ ફેરવ્યું અને યુવતીના ભાઈ પર પણ ચપ્પુથી હુમલો કર્યો હતો.
એટલું જ નહીં, ઘટના સ્થળે દોડીલ આવેલી પોલીસ પર પણ હુમલાની કોશિશ કરી હતી. ત્યાર બાદ હત્યારા યુવકે ઝેરની ગોળી ખાધી હતી. પોલીસ આવતા હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં બે લોકોને સ્વિમેર હોસ્પિટલમાં દાખલ કરાયા છે.