Surat : સાળાએ બનેવીને ચિક્કાર દારૂ પીવડાવી 15-15 છરીના ઘા મારીને પતાવી દીધો, કારણ જાણીને ચોંકી જશો
સુરતના સિંગણપોરમા 25 વર્ષના યુવકની નિર્મમ હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ છે. પેટમાં છરીના ઘા ઝીંકી દેવાતા મૃતકના આંતરડા બહાર આવી ગયાં હતાં. ચાર શખ્સો યુવકને મોતને ઘાટ ઉતારી નાસી ગયા હોવાની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સિંગણપોર પોલીસને મૃતદેહ પાસેથી દારૂની બોટલો પણ મળી આવી છે.
સુરતઃ સિંગણપોર વિસ્તારમાં ખૂદ સગા સાળાએ જ બનેવીને દારૂ પીવડાવ્યા પછી છરીના ઘા મારીને પતાવી દેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સાળાએ બનેવીને 15 જેટલા છરીના ઘા માર્યા હતા. જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક કોઈ કામ કરતો નહોતો અને પત્ની સાથે વારંવાર ઝઘડો કરીને તેને ઘરમાંથી કાઢી મૂકતા હતો. જેનો ખાર રાખીને સાળાએ બનેવીની હત્યા કરી નાંખી છે.
સુરતના સિંગણપોરમા 25 વર્ષના યુવકની નિર્મમ હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ છે. પેટમાં છરીના ઘા ઝીંકી દેવાતા મૃતકના આંતરડા બહાર આવી ગયાં હતાં. ચાર શખ્સો યુવકને મોતને ઘાટ ઉતારી નાસી ગયા હોવાની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સિંગણપોર પોલીસને મૃતદેહ પાસેથી દારૂની બોટલો પણ મળી આવી છે.
સિંગણપોરમાં કાંગારું મંદિર પાસે 25 વર્ષના કમલેશ નામના યુવાનની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરાયેલ લોહીલુહાણ હાલમાં લાશ મળી આવી હતી. સિંગણપોર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જેમાં લાશ નજીકથી વિદેશી બનાવટના દારૂની ખાલી બોટલ પણ મળી આવી હતી. દારૂની મહેફિલ બાદ હત્યા કરાઈ હોવાની દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, કમલેશ કોઈ કામધંધો કરતો નહતો તેમજ પત્નીને વારંવાર માર મારી ઘરમાંથી કાઢી મુકતો હતો. આ વતાનું મનદુખ રાખી સાળા કાલુએ બનેવી કમલેશની હત્યાનું આયોજન કરી મિત્રોની મદદથી હત્યા કરી હોવાનું હાલ બહાર આવ્યું છે. કાલુએ બનેવીને મોતને ઘાટ ઉતારવા દારૂની પાર્ટી રાખી હતી. બનેવી દારૂના નશામાં ચૂર બની જતા કાલુ અને એના મિત્રો કમલેશ પર તૂટી પડ્યા હતા અને પેટમાં 7 અને પીઠમાં 8 ઘા મારી કમલેશની પતાવી ભાગી ગયા હતા.
પોલીસે આપેલી વિગતો પ્રમાણે, કમલેશની હત્યા પાછળ પારિવારિક ઝગડો કારણભૂત છે. બહેન સાસરીમાં થતા ઝગડાને લઈ વારંવાર ઘરે આવી જતી હોવાને કારણે હત્યારા કાલુએ બનેવીની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હત્યા કેસમાં હાલ 3 આરોપી પકડાયા છે. તપાસ ચાલી રહી છે . આરોપી કાલુ સિંગણપોર પોલીસ મથકનો જ રીક્ષા ડ્રાઈવર હોવાનું પણ બહાર આવ્યું છે.