Surat: મુસ્લિમ મહિલાને તું હિરોઇન દીખ રહી હે, જો મેરા મરદ તેરે પે હાથ ડાલેગા તો....
Crime News: મૂળ મુંબઈના નાલાસુપારામાં રહેતી 34 વર્ષીય મુસ્લિમ મહિલાએ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તે તેની માતા અને 10 વર્ષના પુત્ર સાથે રહે છે અને બેબીકેરનું કામ કરે છે.
Surat News: મુંબઈથી સુરત આવેલી મહિલા ખ્વાઝાદાની દરગાહ પાસે ચાદર ચઢાવવા ગઈ હતી ત્યારે સ્થાનિક દુકાનદારે છેડતી કરી આબરૂ લેવા પ્રયાસ કર્યો હતો. બાદમાં ત્રણ મહિલાએ આવીને તું હિરોઈન દીખ રહી હે, જો મેરા મરદ તેરે પે હાથ ડાલેગા તો.... તેમ કહી ગાળો આપી માર માર્યો હતો.
દરગાહ બંધ હોવાથી નજીકની દુકાનમાં ગઈ ને પછી...
મૂળ મુંબઈના નાલાસુપારામાં રહેતી 34 વર્ષીય મુસ્લિમ મહિલાએ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તે તેની માતા અને 10 વર્ષના પુત્ર સાથે રહે છે અને અલગ અલગ વિસ્તારમાં બેબીકેરનું કામ કરે છે. 14 માર્ચે તે મુંબઈના બોરીવલીથી ટ્રેનમાં સુરત આવી હતી અને ખ્બાઝાદાના દરગાહ ખાતે ચાદર ચઢાવવા ગઈ હતી. દરગાહ ત્રણ વાગે ખુલશે તેવી ખબર પડતાં તે નજીકમાં આવેલા ફૈઝએ દાના નામની દુકાનમાં લોબાન લેવા ગઈ હતી. દુકાનદારે તેને તુમ મહારાષ્ટ્ર કી હો તેમ પૂછ્યું હતું. જેથી તેણે હા પાડતાં તુમ મહારાષ્ટ્ર કી ઔરતે બહુત સેક્સી હોતી હો તોમ કહી છેડતી કરી હતી.
અન્ય મહિલાએ આવીને કરી ઝપાઝપી
જે બાદ તેણે પોલીસને લઈને આવું છું તેમ કહેતા દુકાનદાર દુકાન બંધ કરી નાસી ગયો હતો. થોડીવાર બાદ ત્રણ મહિલાઓ ત્યાં આવી હતી અન તેનો બુરખો તથા વાળ ખેંચી ઢીકાપાટુનો માર માર્યો હતો. બબાલ થતાં આસપાસના લોકો આવી ગયા હતા અને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરાઈ હતી. અઠવા પોલસી ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વિધવાને ઈન્સ્ટાગ્રામ પર થયો પરિચય, પુરુષે લંડન લઈ જવાની લાલચ આપીને કર્યું......
સુરત શહેરના નાના વરાછાની 56 વર્ષીય વિધવાને લગ્ન કરી લંડન લઈ જવાની લાલચ આપી 12.15 લાખ પડાવાયા હોવાનો મામલો સામે આવ્યો છે. વિધવા મહિલાને ઇન્સ્ટાગ્રામ ઉપર એક ઠગબાજે મિત્રતા થઈ હતી. જે બાદ પુરુષે લગ્ન કરી લંડન લઈ જવાની વાતો કરીને 12.15 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં નોધાઈ છે. 56 વર્ષીય વિધવા દરજીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 2005માં પતિના મૃત્યુ બાદ મહિલાએ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની આઇડી બંધ કરી નવું ઍકાઉન્ટ બનાવ્યું હતું. ફેબ્રુઆરી 2022માં તેમના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ ઉપર આશીષ પટેલના નામની આઇડી પરથી ‘હાઇ’નો મેસેજ આવ્યો હતો. જેથી એમણે તેને રીપ્લાય આપ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે અવારનવાર વાતચીત થતાં તેઓની વચ્ચે મિત્રતા થઈ હતી. પોતે વિધવા હોવાનું કહી તમામ હકીકત આશીષ પટેલને જણાવી હતી, જયારે આશીષ પટેલે પણ પોતે એકલો હોવાનું કહી લગ્નનો પ્રસ્તાવ મક્યો હતો. પુરુષે લંડન ખાતે રહેતો હોવાનું કહી ૩ લાખ મોકલી આપવાની વાત કરી હતી. જેથી તેમણે સુરતથી આંગડિયા મારફતે રાજકોટ ખાતે પૈસા મોકલી આપ્યા હતા. ત્યારબાદ અન્ય રૂ।. 2.15 લાખ પણ આશીષે મંગાવ્યા હતા. તમામ પૈસા મળી ગયા હોવાનું જણાવ્યા બાદ તારી પાસે દાગીના હોય તો વિમાનમાં આવી શકાશે નહીં, જેથી મારા કામદાર મહેશ ગોસ્વામીને દાગીના લેવા મોકલીશ, તો તમારા બધા દાગીના આપી દેજો ત્યારબાદ તમે લંડન ખાતે આવજો તેમ કહ્યું હતું. સપ્ટેમ્બર 2022 માં આશીષ પટેલે ફોન કરીને કામરેજ ચાર રસ્તા પાસે મહેશ ગોસ્વામી દાગીના લેવા માટે આવશે, ફોટો બતાવે તો દાગીના આપી દેજો તેમ કહેતા એમણે આશીષ પર આંધળો વિશ્વાસ મૂકી રૂા. 7 લાખના દાગીના મહેશ ગોસ્વામીને આપી દીધા હતા. આશીષે દાગીના મળી ગયા હોવાના ફોટા ઇન્સ્ટાગ્રામ પર મૂકી વાતચીત કરી હતી. જોકે, ત્યારબાદ આશીષ ધીમે- ધીમે વાતચીત ઓછી કરી દીધી હતી અને તેમને કોઈ જવાબ આપતો નહોતો. તેમને પોતે છેતરાયા હોવાનું લાગતાં પોલીસ ફરિયાદ કરી હતી.