Surendranagar : ચુડામાં યુવકની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક
ખાંડીયા ગામે રહેતા ૨૪ વર્ષીય દશરથભાઇ જીવાભાઇ રાવળની લાશ તેમના જ ઘરમાંથી મળી આવી છે. મૃતક યુવાનના મોંઢા પર પ્લાસ્ટિકની બેગ પહેરાવેલી જોવા મળતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.
સુરેન્દ્રનગરઃ ચુડા તાલુકાના ખાંડીયા ગામે રહસ્યમય સંજોગોમાં યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ખાંડીયા ગામે રહેતા ૨૪ વર્ષીય દશરથભાઇ જીવાભાઇ રાવળની લાશ તેમના જ ઘરમાંથી મળી આવી છે. મૃતક યુવાનના મોંઢા પર પ્લાસ્ટિકની બેગ પહેરાવેલી જોવા મળતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. ચુડા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ યુવાનની હત્યા થઇ છે કે આત્મહત્યા તે અંગે તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.
યુવાનના માતા-પિતા બહારગામ ગયા હતા અને સવારે ઘરે પરત આવતા દીકરાની લાશ ઘરમાંથી મળી આવી. મોતનું સાચુ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બહાર આવે તેવી શક્યતા છે.
Surendranagar : ચુડાની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતાં ચકચાર, પરિવારનો લાશ સ્વીકારવા ઇનકાર
સુરેન્દ્રનગરઃ ચુડા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી વિદ્યાલય (કેજીબીવી)માં અભ્યાસ કરતી અને રહેતી સગીર વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં ઝેરી દવા પીધા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. કેજીબીવી હોસ્ટેલમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરતા સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્રણ દિવસની સારવાર બાદ હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું હતું.
કેજીબીવી વિદ્યાલય અને હોસ્ટેલમાં બહારથી કોઈ વસ્તુઓ લાવવા પર કડક નિયમો હોવા છતાં મૃતક વિદ્યાર્થિનીએ તેલની બોટલમાં ઝેરી દવા પી લેતા સંચાલકો સામે ઉઠ્યા સવાલો ? પરિવારજનો દ્વારા વિદ્યાલયના સંચાલકોની બેદરકારીને કારણે મોત નિપજયું હોવાનો આક્ષેપ કર્યો છે. ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશને સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.
સુરત : હજીરા વિસ્તારમાં બનેલી બાળકી પર દુષ્કર્મ હત્યા મામલે સુરત કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો છે અને તેને આજીવન કારાવાસની સજા ફટકારી છે. નરાધમને આજીવન કેદની સજા ફટકારતા તેણે જજ તરફ બે વખત જૂતુ ફેંકવાના પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે તેને તાત્કાલિક રોક્યો હતો.
સરકારી વકીલે વિવિધ સજાના દ્રષ્ટાંત રજૂ કર્યા હતા. આરોપી સુજીતે અશ્લીલ ફિલ્મ જોઈ. એનિમલ અશ્લી ફિલ્મ જોતો હતો. આરોપીએ અશ્લીલ ફિલ્મ જોઈ દુષ્કર્મ આચર્યું હતું. આ આરોપી અન્ય માસૂમ સાથે પણ દુષ્કર્મની કોશિશ કરી. આરોપીએ માસૂમને ઇંટ મારી હત્યા કરી. માસૂમની ડેડબોડી ઘસડી લઈ જઈ રૂમમાં સંતાડી. સરકારી વકીલે દલીલમાં જણાવ્યું દુષ્કર્મનો ભોગ બનનાર માસૂમના દાદા આર્મીમેન છે. આર્મીમેન દેશની સેવા કરે છે. ત્યાં આરોપીએ આર્મીમેનની પૌત્રીની રક્ષા ન કરી દુષ્કર્મ આચર્યું.
સરકારી વકીલે ફાંસીની માંગ કરી. આરોપી દયાને લાયક નથી. જો આરોપીને જેલ થાય તો જેલમાં અન્ય કેદીઓની પણ રક્ષા નો વિચાર કરવો જોઈએ. આરોપીએ માસૂમનું ભવિષ્ય ખતમ કરી નાખ્યું છે. મોત ને ભેટેલ માસુમ આર્મીમેનની પૌત્રી છે. ભવિષ્યમાં માસૂમે દેશ સેવા પણ કરી હોત. માસૂમના પરિવારને યોગ્ય વળતર મળે તેવી સરકારી વકીલે માંગ કરી.
આરોપી સુજીત સાકેત(ઉંમર વર્ષ - 27) મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી છે. ગત 30 એપ્રિલે આ ઘટના બની હતી. 5 વર્ષની બાળકી સાથે સૃષ્ટી વિરુધનું કૃત્ય કરી હત્યા કરવામાં આવી હતી. બાળકીને ચીકલેટ આપવાના બહાને લઈ ગયો હતો. અલગ અલગ 26 સાક્ષીઓની તાપસ કોર્ટમાં કરવામાં આવી. 53 જેટલા દસ્તાવેજી પુરાવવા રજૂ કરવામાં આવ્યા છે.