Crime News: જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલી યુવતીનો લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ, પોલીસમાં તપાસમાં સામે આવી ચોંકાવનારી હકિકત
Crime News: જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલી યુવતી મોતને ભેટી હતી. માંડવીના પુના ગામની યુવતીનો બારડોલીના મોરી ઉછરેલ ગામથી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
Crime News: જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલી યુવતી મોતને ભેટી હતી. માંડવીના પુના ગામની યુવતીનો બારડોલીના મોરી ઉછરેલ ગામથી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સગા ફોઈના દીકરાએ પ્રેમ સંબંધમાં હત્યા કરી યુવતીને લટકાવી દીધી હોવાની માહિતી સામે આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાના દિવસે યુવતી પરીક્ષા આપવા જવાનું કહી ઘરેથી નીકળી હતી. અન્ય યુવાન સાથે પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખી સગા ફોઈના દિકરાએ તેની હત્યા કરી નાખી.
આરોપી યુવકે પહેલા યુવતીને ઝેરી દવા પીવડાવી બાદમાં તેના જ દુપટ્ટા વડે લટકાવી દીધી. હત્યા બાદ યુવતીના મોબાઈલ પરથી તેણીના પિતાને આત્મહત્યા કરું છું એવો પોલીસને ગેર માર્ગે દોરવા મેસેજ કર્યો હતો. પોલીસે આરોપી ભાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રિન્સિપાલે અમારી કમર પર મુક્યો હાથ
મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં સ્થિત એક શાળાના આચાર્ય પર બે વિદ્યાર્થીનીઓએ અભદ્ર કૃત્યનો ગંભીર આરોપ લગાવ્યો છે. પીડિત વિદ્યાર્થીનીઓએ પોલીસને લેખિત અરજી આપી છે. ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ શિક્ષણ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. પ્રિન્સિપાલ સામે ખાતાકીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.
વાસ્તવમાં આ ઘટના પન્ના જિલ્લા મુખ્યાલયથી 100 કિમી દૂર શાહનગર સ્થિત શાળાનો છે. 12મા ધોરણમાં ભણતી બે વિદ્યાર્થીનીઓએ પ્રિન્સિપાલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. બંને વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે પ્રિન્સિપાલ વિરેન્દ્ર સિંહ રાજપૂત તેમને અયોગ્ય રીતે સ્પર્શ કરે છે. બંનેએ પોલીસને લેખિત અરજી આપી આચાર્ય સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
કમર પર મુક્યો હાથ, એકલામાં બોલાવી હતી
અરજીમાં પીડિત વિદ્યાર્થીનીઓએ લખ્યું હતું કે શાળામાં વાર્ષિક કાર્યક્રમ હતો. પ્રિન્સિપાલે અમને ઘરે જતા અટકાવ્યા ત્યારે બધા જ જતા હતા. ખાનગીમાં ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. તેઓ રૂમમાં ઘણીવાર એકલામાં બોલાવી ચૂક્યા છે. બળજબરીથી હાથ પકડે છે, કમર પર હાથ મુકે છે.
નાપાસ થવાના ડરથી અગાઉ ફરિયાદ કરી ન હતી
વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે અમને ડર હતો કે અમે પરીક્ષામાં નાપાસ થઈ જઈશું, તેથી અમે અગાઉ ફરિયાદ કરી ન હતી, હવે પરીક્ષા પૂરી થઈ ગઈ છે, અમે પ્રિન્સિપાલ સામે કડક કાર્યવાહી કરવા માંગીએ છીએ. અમારી સાથે જે થયું તે હવે બીજી છોકરીઓ સાથે ન થવું જોઈએ.