ગુજરાતમાં એક જ દિવસમાં બે-બે સગીરા પર દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ, જાણો સંપૂર્ણ વિગત
ગુજરાતમાં આજે એક જ દિવસમાં સગીરા પર દુષ્કર્મની બે-બે ઘટના સામે આવી છે. છોટાઉદેપુરના બોડેલી ખાતે અભ્યાસ અર્થે આવેલ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું છે.
સુરતઃ ગુજરાતમાં આજે એક જ દિવસમાં સગીરા પર દુષ્કર્મની બે-બે ઘટના સામે આવી છે. છોટાઉદેપુરના બોડેલી ખાતે અભ્યાસ અર્થે આવેલ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું છે. ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી 15 વર્ષની તરૂણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ડુમા ગામ પાસે ડુંગરમાં લઈ જઈ બદકામ કર્યું. છેલ્લા બે વર્ષથી અવારનવાર દુષ્કર્મ આચાર્યાનો આક્ષેપ થયો છે. સગીરાની માતાએ બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જોકે, આરોપી ફરાર થઈ ગયા છે.
સુરતઃ ડિંડોલીમાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. એસએમસીના બંધ આવાસમાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ થયું હતું. 16 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મની ઘટના બની. 3 યુવકોએ આચર્યુ દુષ્કર્મ. ડિંડોલી પોલીસ મથકમાં નોધાઈ પોલીસ ફરિયાદ. કિશોરી આ ત્રણ નરાધમના ચૂંગલમાંથી છુટી ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુરમાં નરાધમ શિક્ષકે પોતાને ત્યાં ટ્યુશનમાં આવતી વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ખાનગી ટ્યુશનના ટીચરની ધરપકડ કરવામાં આવી છે. શિક્ષક 2016થી વિદ્યાર્થિનીને બ્લેકમેઇલ કરતો હતો. યુવતીના લગ્ન નક્કી થતા શિક્ષકે બ્લેકમેઇલ કરવાનું વધાર્યું હતું. યુવતીએ માતા પિતાને વાત કરતા મામલો સામે આવ્યો હતો.
શહેરના થલતેજમાં ખાનગી ટ્યૂશન ક્લાસના શિક્ષકે વર્ષ 2016થી 2018 દરમિયાન ક્લાસીસની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીના લગ્નની વાત આવે ત્યારે આરોપી શિક્ષક વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કરતો હતો. અંતે શિક્ષકથી હરકતોથી કંટાળેલી યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં વસ્ત્રાપુર પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.
વર્ષ 2016 દરમિયાન 16 વર્ષીય વિદ્યાર્થિની ક્લાસીસમાં ભણતી હતી. દરમિયાન લંપટ શિક્ષકની નજર પીડિતા પર પડી હતી. જેને ફસાવીને બે વર્ષથી સતત દુષ્કર્મ આચરતો રહ્યો હતો. યુવતીનો અશ્લીલ વીડિયો તેની પાસે હોવાથી તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતો હતો અને તેને શરીરસંબંધ બાંધવા મજબૂર કરતો હતો. એટલું જ નહીં, યુવતીને લગ્ન ન કરવા માટે પણ બ્લેકમેલ કરતો હતો. અંતે કંટાલેલી યુવતીએ પરિવારને જાણ કરી હતી. તેમજ આ પછી પરિવારે શિક્ષક વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી આજે આરોપી શિક્ષક ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.