Crime News: સુરતમાં સગા કાકાએ 24 વર્ષના ભત્રીજાને છરી ઘા ઝીંકી ઉતાર્યો મોતને ઘાટ
Crime News: સુરતના ઉધના વિસ્તારમાં એક હત્યાની ઘટના સામે આવી છે. ઉધનામાં 24 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. જો તે, ચોંકવનારી વાત એ છે કે, સગા કાકાએ ભત્રીજાના હત્યા કરી છે.
Crime News: સુરતના ઉધના વિસ્તારમાં એક હત્યાની ઘટના સામે આવી છે. ઉધનામાં 24 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. જો તે, ચોંકવનારી વાત એ છે કે, સગા કાકાએ ભત્રીજાના હત્યા કરી છે. ચપ્પુ ઘા ઝીંકી યુવકની હત્યા કરી હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. હત્યાની જાણ થતાં ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જૂની અદાવતમાં યુવકની હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. હાલમાં પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.
યુવકે ગર્લફ્રેન્ડના જન્મદિવસ પર આપી ગ્રાન્ડ બર્થ-ડે પાર્ટી
બેંગલુરુમાં પોલીસે શનિવારે (15 એપ્રિલ) એક વ્યક્તિની તેની ગર્લફ્રેન્ડની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે આરોપીએ અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની આશંકાથી આ હત્યા કરી હતી. આ ઘટના છોકરીના જન્મદિવસની ઉજવણીના થોડા કલાકો બાદ બની હતી. આ ઘટના શુક્રવારે (14 એપ્રિલ) બેંગલુરુના લગ્ગેરે વિસ્તારમાં બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પ્રશાંતે તેની 24 વર્ષની ગર્લફ્રેન્ડ નવ્યા સાથે આખો દિવસ બર્થડે પાર્ટી કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે મંગળવારે નવ્યાનો જન્મદિવસ હતો, પરંતુ પ્રશાંત તે દિવસે વ્યસ્ત હતો અને તેથી તેણે તેની ભરપાઈ કરવા માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું.
પ્રેમિકા પર હતો શક
પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું હતું કે પ્રશાંતને શંકા હતી કે તેની ગર્લફ્રેન્ડનું કોઈ અન્ય પુરુષ સાથે અફેર છે અને તે તેને સતત મેસેજ કરી રહી હતી, જેનાથી તે ગુસ્સે અને દુઃખી થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે નવ્યાના જન્મદિવસની ઉજવણી કર્યા બાદ આરોપીએ તેનું ગળું કાપીને તેની હત્યા કરી નાખી હતી.
રાજગોપાલ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પીડિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિક્ટોરિયા હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવ્યા અને પ્રશાંત છેલ્લા છ વર્ષથી રિલેશનશિપમાં હતા.