સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યા, જાણો શું હતું કારણ?
સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યા કરવામાં આવી છે.
સુરતઃ સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યા કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની પાડોશી સાથેના ઝઘડામાં હત્યા થઇ છે. પોલીસે હત્યારાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાની જાણ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માતા-પિતા ગાંધીનગરથી સુરત આવવા રવાના થયા હતા.
મળતી જાણકારી અનુસાર, સુરતના અડાજણ રતન પાર્ક એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં અવર-જવરને લઈ બે પાડોશી વચ્ચે થયેલા ઝઘડામાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોતને ભેટેલા વૃદ્ધ મહેશભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રીના કૌટુંબિક કાકા હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રિતેશ સંઘવીએ જણાવ્યું હતું કે પપ્પા મહેશભાઈ શાંતિલાલ સંઘવી ડાયમંડના વ્યવસાય સાથે જોડાયેલા હતા. હાલ નિવૃત જીવન જીવી રહ્યા હતા. મહેશભાઈ બે દીકરા અને બે દીકરીઓ છે. શનિવારે સાડા ચાર વાગ્યાના અરસામાં પિતા દીકરી ફોરમ સાથે ખરીદી કરવા નીકળ્યા હતા. પરત ફરતા લિફ્ટમાં ઉપર આવી રહ્યા હતા. ત્યારે બોની કમલેશ મહેતા નામના ઈસમ યુવાન સાથે કોઈ વાત ઉપર બોલાચાલી થતા વાત ઝઘડા સુધી પહોંચી હતી. જેમાં મહેશભાઈને નાકના ભાગે મુક્કો મારતા લોહીલુહાણ થઈ ગયા હતા
વધુમાં જણાવ્યું હતું કે, ગંભીર હાલતમાં મહેશભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં આજે વહેલી સવારે વૃદ્ધ મહેશભાઈનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા રાંદેર પોલીસે ગુનો નોંધી વધુ હાથ ધરી હતી.
Zodiac Signs:આ ત્રણ રાશિના યુવક હોય છે ખૂબ જ વફાદાર, પરફેક્ટ લાઇફ પાર્ટનર થાય છે સાબિત
U19 World Cup 2022: અંડર-19 વર્લ્ડકપમાં ભારત પાંચમી વખત બન્યું વિજેતા, આ ખેલાડીઓ રહ્યા જીતના હીરો