શોધખોળ કરો
અમદાવાદઃ ધનિક યુવકને મિત્રની પત્ની સાથે બાંધવા છે શારીરિક સંબંધ, પત્નિને બદલામાં મિત્ર સાથે શરીર સુખ માણવા કહ્યું ને....
તેના પતિને તેના મિત્રની પત્નિ સાથે શારીરિક સંબંધ બાંધવા છે. તેના બદલામાં પોતાની પત્નિ પણ મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધે એ માટે તે પત્નિને દબાણ કરી રહ્યો છે.
અમદાવાદઃ અમદાવાદના ધનિક પરિવારની એક યુવતીએ તેનો પતિ તેને વાઈફ સ્વેપિંગ માટે દબાણ કરતો હોવાનો આક્ષેપ કર્યો છે. યુવતીના આક્ષેપ પ્રમાણે, તેના પતિને તેના મિત્રની પત્નિ સાથે શારીરિક સંબંધ બાંધવા છે. તેના બદલામાં પોતાની પત્નિ પણ મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધે એ માટે તે પત્નિને દબાણ કરી રહ્યો છે. યુવતીએ શહેરના વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાંપતિ સામે નોંધાવી છે. પત્નીએ આ વાતનો વિરોધ કરતાં પતિએ તેને કાઢી મૂકી હતી. પતિએ અન્ય યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાના આક્ષેપ પણ યુવતીએ કર્યા છે.
વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ કરી છે કે, ધનિક પરિવારના અને પોશ વિસ્તારમાં રહેતા યુવક સાથે 204મા તેનાં લગ્ન થયાં હતાં. લગ્નના 14 વર્ષ બાદ તેના પતિને અન્ય યુવતી સાથે સંબંધ હોવાનો ભાંડો ફૂટતા જ બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. પતિએ પોતે આ સંબંધોનો અંત લાવી દેશે એવી ખાતરી આપી હતી પણ આ સંબંધો તેણે ચાલુ રાખતાં યુવતીએ વિરોધ કરતાં તેણે પત્નિ પર વાઈફ સ્વેપિંગ માટે દબાણ કરવા માંડ્યું હતું. યુવતી એ માટે ના પાડતી તો તેની સાથે ઝઘડો કરીને તેને ચારિત્ર્યહીન કહેતો હતો.
ફરિયાદી યુવતીએ આ બાબતની જાણ પોતાના પિતાને અને ભાઈને કરતાં સાસરિયાં સાથે સમાધાન કરી લખાણ કર્યું હતું જો કે તેના પતિએ અન્ય યુવતી સાથે સંબંધ ચાલુ રાખ્યા હતા. તેના સાસુ-સસરા પણ મહિલાને છૂટાછેડા આપીને દીકરો લઈ પિયર જતા રહેવા માટે દબાણ કરતા હતા. તેના કારણે કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement