શોધખોળ કરો

CBSEએ 2025ની ધોરણ 10, ધોરણ 12ની પરીક્ષાઓની તારીખ જાહેર કરી, અહીં કરો ચેક 

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ના શૈક્ષણિક સત્ર 2024-25 માટે ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ આવતા વર્ષે 15 ફેબ્રુઆરીથી લેવામાં આવશે.

નવી દિલ્હી:  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ના શૈક્ષણિક સત્ર 2024-25 માટે ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ આવતા વર્ષે 15 ફેબ્રુઆરીથી લેવામાં આવશે. CBSE પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે સોમવારે આ જાહેરાત કરી હતી.  બોર્ડે 15 ફેબ્રુઆરી, 2025થી  પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. CBSE બોર્ડે આજે 10મા અને 12મા બોર્ડની પરીક્ષા 2024ના બંને વર્ગોના પરિણામો થોડા કલાકોના અંતર સાથે જાહેર કર્યા છે. આ વર્ષે પણ બોર્ડે 15મી ફેબ્રુઆરીથી 10મી અને 12મી બોર્ડની પરીક્ષાઓ શરૂ કરી હતી. ધોરણ 10 ની પરીક્ષા 28 દિવસમાં અને ધોરણ 12 ની પરીક્ષા 47 દિવસમાં પૂર્ણ થઈ હતી.

પરિણામ તપાસવા માટે આ સત્તાવાર વેબસાઇટ્સ છે

ધોરણ 10 માટે એકંદરે પાસની ટકાવારી 93.60% અને ધોરણ 12 માટે 87.98% નોંધાઈ હતી. ઉમેદવારો અધિકૃત વેબસાઇટ્સ - results.cbse.nic.in, cbse.gov.in અથવા cbseresults.nic.in પર જઈને પરિણામ ચકાસી શકે છે.  

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10નું પરિણામ આજે જ જાહેર કર્યું છે. આ વર્ષે લગભગ 39 લાખ વિદ્યાર્થીઓએ 10મા-12માની બોર્ડની પરીક્ષા આપી છે. આ તમામ વિદ્યાર્થીઓનું પરિણામ CBSE બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને તેમનું પરિણામ જોઈ શકે છે.

CBSE બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર, આ રીતે તપાસો

સ્ટેપ-1: CBSE results.cbse.nic.in અથવા cbse.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર જાવ.

સ્ટેપ- 2: હોમ પેજ પર CBSE 10th Result Direct Link' પર ક્લિક કરો.

સ્ટેપ- 3: લોગિન પેજ ઓપન થશે, અહી તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.

સ્ટેપ- 4: તમારું CBSE બોર્ડ પરિણામ સ્ક્રીન પર ખુલશે તેને તપાસો.

સ્ટેપ -5: વિદ્યાર્થીઓ અહીંથી પરિણામની ડિજિટલ નકલ ડાઉનલોડ કરી શકશે અને તેને પોતાની પાસે રાખી શકશે.

CBSE ધોરણ 10માની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ 2024 વચ્ચે યોજાઈ હતી. CBSE બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ cbseresults.nic.incbse.nic.incbse.gov.indigilocker.gov.inresults.gov.in, DigiLocker એપ અને UMANG pp પર પણ તેમનું રિઝલ્ટ જોઇ શકશે. 

CBSE બોર્ડ 12માનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ આ વર્ષની CBSE બોર્ડની 12મી પરીક્ષા આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પરિણામ ચકાસી શકે છે. 

તમે આ રીતે ઑફલાઇન પરિણામો ચકાસી શકો છો

પરિણામ ઑફલાઇન અથવા ફોનના મેસેજ સેક્શનમાંથી જોવા માટે પહેલા મોબાઈલના મેસેજ સેક્શનમાં જાઓ.

અહીં CBSE12 રોલ નંબર, DOB, શાળા નંબર, કેન્દ્ર નંબર લખો અને તેને – 7738299899 પર મોકલો.

આ કર્યા પછી, પરિણામ તમારા ફોન પર ટેક્સ્ટ સંદેશના રૂપમાં આવશે.

આ ઉપરાંત, તમે UMANG એપ પરથી પણ પરિણામ ચકાસી શકો છો. આ માટે તેને તમારા ફોનમાં ડાઉનલોડ કરો. એપ્લિકેશન ખોલો અને જરૂરી વિગતો દાખલ કરો અને સબમિટ કરો. પરિણામો તમારા ફોન પર આવશે.           

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચારના વિરોધમાં અમદાવાદમાં માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન
બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચારના વિરોધમાં અમદાવાદમાં માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન
YesMadamએ સ્ટ્રેસ અનુભવતા કર્મચારીઓને કાઢી મુક્યા, બીજી કંપનીએ તેઓને જોબ ઓફર કરતા યુઝર્સે કરી પ્રશંસા
YesMadamએ તણાવ અનુભવતા કર્મચારીઓને કાઢી મુક્યા, બીજી કંપનીએ તેઓને જોબ ઓફર કરતા યુઝર્સે કરી પ્રશંસા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Murder CCTV : સુરતમાં યુવકે વેપારીની જાહેરમાં જ છરીના ઘા મારી કરી નાંખી હત્યા, સીસીટીવી આવ્યા સામેAnand Accident : આણંદ પાસે શ્વાન આડું ઉતરતા કાર મારી ગઈ પલટી, 2ના મોત; 3 ગંભીરMumbai BEST Bus Accident CCTV : મુંબઈમાં બસે 50થી વધુ લોકોને કચડ્યા ; 6ના મોત, રોડ પર ગુંજી ચિચિયારીઓAhmedabad News : અમદાવાદમાં નશામાં ધૂત બિલ્ડરની કારમાંથી મળ્યા રોકડા 1 કરોડ રૂપિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચારના વિરોધમાં અમદાવાદમાં માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન
બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચારના વિરોધમાં અમદાવાદમાં માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન
YesMadamએ સ્ટ્રેસ અનુભવતા કર્મચારીઓને કાઢી મુક્યા, બીજી કંપનીએ તેઓને જોબ ઓફર કરતા યુઝર્સે કરી પ્રશંસા
YesMadamએ તણાવ અનુભવતા કર્મચારીઓને કાઢી મુક્યા, બીજી કંપનીએ તેઓને જોબ ઓફર કરતા યુઝર્સે કરી પ્રશંસા
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ', કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
Elon Muskની મોટી ભેટ, X યુઝર્સને મફતમાં મળશે આ ફીચર, ChatGPTને મળશે ટક્કર
Elon Muskની મોટી ભેટ, X યુઝર્સને મફતમાં મળશે આ ફીચર, ChatGPTને મળશે ટક્કર
Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?
Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
Embed widget