(Source: ECI/ABP News/ABP Majha)
CBSE: CBSE એ જાહેર કરી એડવાઇઝરી, અનેક વેબસાઇટ્સથી સાવધાન રહેવાની વિદ્યાર્થીઓને આપી સલાહ
CBSE Advisory: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ તેની પ્રવૃત્તિઓ સંબંધિત ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવવા સામે એડવાઈઝરી જાહેર કરી છે.
CBSE Advisory Against Fake Syllabus, Sample Question Papers: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા કેટલીક વેબસાઈટના નામ આપવામાં આવ્યા છે અને લોકોને સીબીએસઈ સંબંધિત માહિતી માટે માત્ર અધિકૃત વેબસાઈટ/માઈક્રોસાઈટ્સ પર વિશ્વાસ કરવા માટે કહેવામાં આવ્યું છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ તેની પ્રવૃત્તિઓ સંબંધિત ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવવા સામે એડવાઈઝરી જાહેર કરી છે. બોર્ડે વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે કે તેઓ સેમ્પલ પ્રશ્નપત્રો, અભ્યાસક્રમ અને CBSE સંસાધનો વિશે નકલી સમાચાર ફેલાવતી જૂની લિંક્સ અને ઑનલાઇન પોર્ટલનો શિકાર ન બને.
બોર્ડે બોર્ડને લગતી ભ્રામક માહિતી ફેલાવતી વેબસાઇટ્સ સામે પગલાં લીધાં છે. CBSEએ વિદ્યાર્થીઓ/વાલીઓને નકલી વેબસાઇટથી દૂર રહેવાની સલાહ આપી છે. બોર્ડે કોઈપણ વિશ્વસનીય માહિતી માટે માત્ર સત્તાવાર વેબસાઈટ પર વિશ્વાસ કરવાનું કહ્યું છે. બોર્ડે વિદ્યાર્થીઓને CBSE સંબંધિત અધિકૃત માહિતી અને અપડેટ્સ માટે માત્ર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવા જણાવ્યું છે. બોર્ડની મુખ્ય સત્તાવાર વેબસાઇટ cbse.gov.in છે.
CBSE નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, "અમારા ધ્યાને આવ્યું છે કે કેટલાક ઓનલાઈન પોર્ટલ અને વેબસાઈટ પર સેમ્પલ પ્રશ્નપત્રો, અભ્યાસક્રમ, CBSE સંસાધનો અને પ્રવૃત્તિઓ સંબંધિત જૂની લિંક્સ અને અનવેરિફાઇડ સમાચારો ફરતા થઈ રહ્યા છે. આ લિંક્સ અને સમાચાર પત્ર 2024-25 સાથે સંબંધિત છે. અપડેટ માહિતી પ્રદાન કરવા માટે ખોટો દાવો કરે છે." "જાહેરહિતમાં અમે ભારપૂર્વક કહેવા માંગીએ છીએ કે અનધિકૃત સ્ત્રોતોમાંથી પ્રાપ્ત માહિતી ગેરમાર્ગે દોરનારી હોઈ શકે છે અને શાળાઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને અન્ય હિતધારકોમાં બિનજરૂરી મૂંઝવણ ઊભી કરી શકે છે.
સત્તાવાર વેબસાઇટ્સની યાદી
CBSE એ બોર્ડના વિવિધ પાસાઓને લગતી ચોક્કસ માહિતી, સરકારી પહેલ, ઘોષણાઓ, પરિપત્રો, સૂચનાઓ માટે અન્ય સત્તાવાર વેબસાઇટ્સની ઓળખ કરી છે. આ વેબસાઇટ્સ છે-
CBSE સત્તાવાર વેબસાઇટ - cbse.gov.in
CBSE એકેડેમિક સત્તાવાર વેબસાઇટ- cbseacademic.nic.in
CBSE એક્ઝામ રિઝલ્ટ સત્તાવાર વેબસાઇટ – results.cbse.nic.in
CTET સત્તાવાર વેબસાઇટ- ctet.nic.in
પ્રશિક્ષણ ત્રિવેણી સત્તાવાર વેબસાઇટ- cbseit.in/cbse/2022/ET/frmListing
CBSE SARS સત્તાવાર વેબસાઇટ- saras.cbse.gov.in/SARAS
પરિક્ષા સંગમ સત્તાવાર વેબસાઇટ- parikshasangam.cbse.gov.in/ps
Education Loan Information:
Calculate Education Loan EMI