Civil Services Main examination: યુપીએસસી સિવિલ સર્વિસ મેઇન એક્ઝામ નિર્ધારીત તારીખે જ યોજાશે, જુઓ શેડ્યૂલ
UPSC એ તમામ રાજ્ય સરકારોને અપીલ કરી છે કે સિવિલ સર્વિસ મેન્સ 2021 ના ઉમેદવારોને પ્રતિબંધોને કારણે પરીક્ષામાં બેસવામાં કોઈ મુશ્કેલી ન પડે તેનો પ્રબંધ કરે.
Civil Services Main examination: UPSC સિવિલ સર્વિસીસ મેઈન એક્ઝામિનેશન 2021 (UPSC CSE 2021 Mains) ના ઉમેદવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. આ પરીક્ષાઓ પૂર્વનિર્ધારિત તારીખો પર જ લેવામાં આવશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસ મેન્સ 2021 પરીક્ષાની તારીખ બદલવાનો ઇનકાર કર્યો છે. આયોગે તેની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર નોટિસ જારી કરીને આ સંદર્ભમાં માહિતી આપી છે. UPSC CSE Mains 2021 ની પરીક્ષા 07 જાન્યુઆરી 2022 થી શરૂ થશે.
UPSC એ તાજેતરની સૂચનામાં કહ્યું છે કે 'કોવિડ-19ના પ્રવર્તમાન સંજોગોની સંપૂર્ણ સમીક્ષા કર્યા પછી, કમિશને નિર્ણય લીધો છે કે સિવિલ સર્વિસિસ (મુખ્ય) પરીક્ષા 2021 પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ લેવામાં આવશે. એટલે કે, આ પરીક્ષાઓ 07, 08, 09, 15 અને 16 જાન્યુઆરી 2022ના રોજ લેવામાં આવશે.
રાજય સરકારોને શું કરી અપીલ
UPSC એ તમામ રાજ્ય સરકારોને અપીલ કરી છે કે સિવિલ સર્વિસ મેન્સ 2021 ના ઉમેદવારોને પ્રતિબંધોને કારણે પરીક્ષામાં બેસવામાં કોઈ મુશ્કેલી ન પડે તેનો પ્રબંધ કરે. ખાસ કરીને એવા ઉમેદવારો કે જેઓ કન્ટેઈનમેન્ટ અથવા માઈક્રો-કન્ટેનમેન્ટ ઝોનમાંથી આવતા હોય તેમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. કમિશને કહ્યું છે કે જો જરૂરી હોય તો, UPSC CSE Mains 2021 એડમિટ કાર્ડ અને પરીક્ષા કંડક્ટર્સના ID કાર્ડનો ઉપયોગ મૂવમેન્ટ પાસ તરીકે કરવો જોઈએ.
આ ઉપરાંત, પરીક્ષામાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મદદ કરવા માટે પરીક્ષાર્થીઓને પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્યોને પણ અપીલ કરવામાં આવી છે. પરીક્ષાના ઓછામાં ઓછા એક દિવસ પહેલા એટલે કે 06 જાન્યુઆરી 2022 થી 09 જાન્યુઆરી 2022 સુધી અને પછી 14 જાન્યુઆરી 2022 થી 16 જાન્યુઆરી 2022 સુધી શક્ય તેટલી જાહેર પરિવહનની સુવિધા આપવી જોઈએ. પરીક્ષા અંગે તમામ જિલ્લા સત્તાધીશોઓ અને સ્થળ નિરીક્ષકોને માર્ગદર્શિકાની નકલ આપવામાં આવી છે.
Civil Services (Main) Examination, 2021 will be held as per schedule on 7th, 8th, 9th, 15th, and 16th January 2022. State Governments requested for ensuring smooth movement of the candidates/examination functionaries: UPSC pic.twitter.com/7LfMraZ7jA
— ANI (@ANI) January 5, 2022
Education Loan Information:
Calculate Education Loan EMI